Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

કાશ્મીર હિંસા: બટમાલુ ફાયરિંગ મામલે BSF જવાન પર હત્યાનો કેસ નોધાયો

શ્રીનગરના બટમાલુ વિસ્તારમાં BSF ના જવાનો દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં એક યુવકના માર્યા જવાના મુદ્દે BSF જવાનની સામે જમ્મુ-કશ્મીર પોલીસે ગુનો નોધ્યો છે. આ ઘટના માટે જવાબદાર BSF જવાનની સામે આઈપીસીની કલમ 302 મુજબ ગુનો નોધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે શનિવારે BSFના જવાનો ઉપર પથ્થરમારો કરનારા જૂથ ઉપર ગોળી ચલાવી હતી, જેમાં ૨૩ વર્ષીય પથ્થરમારો કરનાર યુવકનું મોત નીપજ્યું હતું. આ ઘટના પછી જ આ વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. માર્યા ગયેલા શખ્સની સજ્જાદ હુસેન શેખ તરીકે ઓળખ થઈ છે. તે બારામૂલા જિલ્લાના ચંદૂસાનો રહેવાસી છે. બદમાલુના કેરા ચોકમાં પથ્થરમારો કરી રહેલા એક જૂથ પર સીમા સુરક્ષા દળ (BSF) ના જવાનોએ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં પથ્થમારો કરતા ટોળા પૈકીના સજ્જાદ હુસેન શેખના માથામાં ગોળી વાગી હતી, જેના લીધે તેનું મોત થયું હતું. આ ઘટના શ્રીનગર જિલ્લાના પોલીસ તંત્રએ દાવો કર્યો છે કે આ વિસ્તારમાં સુરક્ષા દળને તહેનાત કરવામાં આવ્યા ન હતા. બીએસએફએ આપી જાણકારી બીજી તરફત બીએસએફની ૩૮ બટાલિયનના સબ ઇન્સ્પેકટર રાજેન્દ્ર બાઘડેએ જમ્મુ અને કશ્મીર પોલીસને ઘટના અંગે એક રીપોર્ટ સોંપી છે. રિપોર્ટમાં બીએસએફની તરફથી કહેવામાં આવ્યું છે કે બીએસએફના હેડકવાર્ટર જઈ રહેલી બીએસએફની ત્રણ ગાડીઓના કાફલા ઉપર કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો. તેઓએ બીએસએફના એક જવાનની રાઈફલ લુંટવાનો પ્રયાસ કર્યો હત. જવાબી કાર્યવાહીમાં બીએસએફે કરેલા ફાયરિંગમાં એક યુવકનું મોત નીપજ્યું હતું. યુવકના મોતના વિરોધમાં રવિવારે અલગાવવાદીઓ દ્વારા અપાયેલા હડતાલના એલાનથી જનજીવન પ્રભાવિત રહ્યું હતું. અલગાવવાદી સંગઠન હુરિયત કોન્ર્ફેંસના બે વિભાગોના નેતાઓ સૈયદ અલી શાહ ગીલાની અને મીરવાઈઝ ઉમર ફારુખની સાથે જ જેકેએલએફના પ્રમુખ યાસીન મલિકે હડતાળનું એલાન આપ્યું હતું. બટમાલુ અને શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો-વ્યવસ્થા બનાવવા માટે સુરક્ષા દળોને તહેનાત કરવામાં આવ્યા છે.

The post કાશ્મીર હિંસા: બટમાલુ ફાયરિંગ મામલે BSF જવાન પર હત્યાનો કેસ નોધાયો appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

કાશ્મીર હિંસા: બટમાલુ ફાયરિંગ મામલે BSF જવાન પર હત્યાનો કેસ નોધાયો

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×