Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

આજે કેકેઆર યુવાઓથી ભરેલી Delhi Daredevils સામે ટકરાશે

Delhi Daredevils' young batsmen brace for KKR's spin charge 1

આજે કેકેઆર યુવાઓથી ભરેલી Delhi Daredevils સામે ટકરાશે

આજે આઈપીએલ-૧૦ માં દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન પર કોલકાતા નાઈટ રાઈડર્સની પરિક્ષા થશે. આમ તો કેપ્ટન ગૌતમ ગંભીરનું આ ઘરેલું મેદાન છે પરંતુ તેમની ટીમના બાકી ખેલાડી પણ તેની ફાયદો ઉઠાવી શકે છે કે નહિ તે જોવાની વાત હશે. કેપ્ટન ઝહિર ખાન અને કોચ રાહુલ દ્રવિડની આગેવાની વાળી Delhi Daredevils ની ટીમ પોતાની છેલ્લી બે મેચમાં જીત મેળવ્યા બાદ હવે જીતની હેટ્રિક લગાવવાના ઈરાદાથી ઉતરશે અને તે પોતાના જ ઘરેલું મેદાન પર મેચ રમવાની છે.

આજે કેકેઆર યુવાઓથી ભરેલી દિલ્હી ડેરડેવિલ્સ સામે ટકરાશે

આ મેચમાં જે ખેલાડીઓ પર નજર રહેશે તેમાં જો કોલકાતા નાઈટ રાઈડર્સની વાત કરીએ તો કેપ્ટન ગૌતમ ગંભીર, સ્પિનર સુનીલ નારાયણ અને રોબિન ઉથપ્પાના નામ સૌથી ઉપર આવે છે. આ ત્રણે ખેલાડીઓની સામે ટક્કર લેવી દિલ્હી ડેરડેવિલ્સની ટીમ માટે સરળ રહેશે નહી. ત્યારે, દિલ્હી ડેરડેવિલ્સની ટીમમાં દરેક મેચમાં અલગ અલગ સ્ટાર્સ જોવા મળી રહ્યા છે. છેલ્લી મેચમાં સેમ બિલિંગ્સે શાનદાર અડધી સદી લગાવી હતી અને એજ મેચમાં કોરી એન્ડરસન પોતાના ઓલરાઉન્ડર પ્રદર્શનથી મેન ઓફ ધ મેચ બન્યા હતા. તેમ જ ટીમમાં સાઉથ આફ્રિકી ઓલરાઉન્ડર ક્રિસ મોરીસ પણ છે. તેમના સિવાય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત અને સ્પિનર અમિત મિશ્રા પણ ગૌતમ ગંભીરની ટીમને પોતાના ઘરમાં પડકાર આપવા માટે તૈયાર હશે.

આજે કેકેઆર યુવાઓથી ભરેલી દિલ્હી ડેરડેવિલ્સ સામે ટકરાશે

કોલકાતા નાઈટ રાઈડર્સે પોતાની છેલ્લી બે મેચમાં પોતાના હોમ ગ્રાઉન્ડ પર જીતી છે તો પણ ટીમને ફોર્મમાં ચાલી રહેલી દિલ્હી ડેરડેવિલ્સની ટીમને ટક્કર આપવું સરળ નહિ રહે. ત્યારે દિલ્હી ડેરડેવિલ્સની વાત કરીએ તો છેલ્લી બે મેચમાં જેવી રીતે જીત મેળવી છે તે પ્રશંસનીય રહી છે. પહેલા રાઇઝિંગ પૂણે સુપર જાયન્ટ્સને ૯૭ રનથી હરાવ્યું અને પછી કિંગ્સ ઈલેવન પંજાબને ૫૧ રનથી હરાવ્યું હતું.

The post આજે કેકેઆર યુવાઓથી ભરેલી Delhi Daredevils સામે ટકરાશે appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

આજે કેકેઆર યુવાઓથી ભરેલી Delhi Daredevils સામે ટકરાશે

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×