Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

યુવકને જીપ સાથે બાંધવાના મુદ્દે પોલીસે FIR નોધી: સરકાર સેનાને સાથ આપશે

જમ્મુ-કશ્મીરમાં લોકોના પથ્થરમારાથી બચવા માટે યુવકને જીપની આગળ બાંધવાના મુદ્દે સેનાના અધિકારી સામે સ્થાનિક પોલીસે FIR નોધી છે. આ દરમિયાન સરકારે આ મામલામાં સેનાના અધિકારીને સાથ આપવા માટેની તૈયારી કરી લીધી છે. સરકારે આ ફૈસલો ૯ એપ્રિલે આવેલી રિપોર્ટ પછી લીધો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે અધિકારીએ મુશ્કિલ પરિસ્થિતિથી બચવા અને જવાનોની સુરક્ષા માટે અનિચ્છા હોવા છતાં આ પગલું ભરવું પડ્યું હતું. જે યુનિટને તેઓ બચાવી રહ્યા હતા તેમાં આઈટીબીપીના ૧૦ જવાનો ઉપરાંત પોલીસના બે જવાનો અને એક બસ ચાલકનો સમાવેશ થતો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ સેનાએ એવું પણ કહ્યું કે આ ઘટના સમયે મતદાન કેન્દ્રને ૫૦૦ લોકોએ ઘેરી લીધું હતું અને યુવકને જો જીપ ઉપર ન બાંધ્યો હોત તો તે ભીડ મતદાન કેન્દ્રમાં રહેલા કર્મચારીઓ ઉપર તૂટી પડી હોત. લોકો પથ્થરો લઈને ઉભા જ હતા. ઉલ્લેખનીય છે એ ગત દિવસોમાં એક વીડિઓ સામે આવ્યો હતો કે જેમાં એક યુવકને સેનાની જીપ ઉપર ઢાલની જેમ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ ઘટના અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. આ મામલે લોકલ પોલીસ દ્વારા સેનાના અધિકારી સામે FIR પણ નોધવામાં આવી છે. જે અંગે સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે કે સેના અધિકારી સામે નોધાયેલ FIR મુદ્દે સરકાર સેના અધિકારીને સાથ આપીને તેમને મદદ કરશે. જમ્મુ-કશ્મીરમાં એક કથિત પ્રદર્શનકારીને સેના દ્વારા જીપની આગળ બાંધીને માનવ ઢાલના રૂપમાં ઉપયોગ કરવાના મામલામાં પોલીસે સેનાની સામે એફઆઈઆર નોધી છે. ઉલ્લેખનીય છે કે શ્રીનગર સંસદીય વિસ્તારમાં ૯ એપ્રિલના રોજ પેટા ચૂંટણી યોજાઈ હતી અને તે દિવસથી કેટલાય વીડિઓ સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યા છે. સેનાએ કહ્યું હતું કે વીડિઓની તપાસ કરવામાં આવી રહી છે, જેમાં એક યુવકને પથ્થરમારાના વિરોધમાં સેનાની જીપ ઉપર માનવ ઢાલની જેમ બાંધેલો દેખાડવામાં આવ્યો છે. સેનાની જીપમાં બાંધેલા દેખાડાયેલા વ્યક્તિની ઓળખ ફારુક ડાર તરીકે કરવામાં આવી છે જયારે આમાં સામેલ સૈન્યની ટુકડીની ઓળખ રાષ્ટ્રીય રાઈફલ્સના રૂપમાં થઇ છે.

The post યુવકને જીપ સાથે બાંધવાના મુદ્દે પોલીસે FIR નોધી: સરકાર સેનાને સાથ આપશે appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

યુવકને જીપ સાથે બાંધવાના મુદ્દે પોલીસે FIR નોધી: સરકાર સેનાને સાથ આપશે

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×