Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

આઈપીએલની ૧૦૧ મેચ બાદ Lasith Malinga ના નામે બન્યો શર્મનાક રેકોર્ડ

મુંબઈ ઇન્ડિયન્સના દિગ્ગજ બોલર Lasith Malinga ને મુંબઈમાં કાલે આઈપીએલ ૨૦૧૭ માં ગુજરાત લાયન્સ સામે રમાયેલી મેચને ભૂલી જવી જોઈએ. બ્રેન્ડન મેક્કુલમ અને સુરેશ રૈનાએ આ શ્રીલંકન ઝડપી બોલર ખુબ જ ધોલાઈ કરી અને આ આઈપીએલ ઇતિહાસમાં તેમનો અત્યાર સુધીનો સૌથી ખર્ચાળ સ્પેલ રહ્યો હતો. લસિથ મલિંગા પોતાની શાનદાર બોલિંગ માટે જાણીતા છે અને બ્લોકહોલમાં પડનારી તેમની બોલ ડેથ ઓવરમાં બેટ્સમેનને રમવા માટે મુશ્કેલરૂપ બંને છે. લસિથ મલિંગાએ ગુજરાત લાયન્સ સામે આ મેચમાં ૪ ઓવરમાં ૫૧ રન આપીને ૧ વિકેટ લીધી હતી. લસિથ મલિંગા આઈપીએલ ઈતિહાસના સૌથી સફળ બોલર છે. લસિથ મલિંગા ૧૦૧ મેચમાં ૧૮.૧૧ ની એવરજથી ૧૪૭ વિકેટ લઇ ચુક્યા છે. તેમની ઇક્નોમી રેટ ૬.૭૬ છે, પરંતુ ગુજરાત લાયન્સના બે ખતરનાક બેટ્સમેન બ્રેન્ડન મેક્કુલમ અને સુરેશ રૈનાએ તેમની બોલ પર સતત બાઉન્ડ્રીની બહાર પહોંચાડી હતી. આમ તો ટી-૨૦ મેચમાં લસિથ મલિંગાનું બીજી સૌથી ખર્ચાળ બોલિંગ પ્રદર્શન છે. તેમનું સૌથી ખરાબ પ્રદર્શન ૨૦૧૨ ની ટી-૨૦ વર્લ્ડકપ ફાઈનલમાં રહ્યું હતું, જયારે તેમને ૫૪ રન આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આઈપીએલ-૧૦ ની ૧૬ મેચ Mumbai Indians અને ગુજરાત લાયન્સની વચ્ચે રમાઈ હતી. આ મેચમાં મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવા નિર્ણય કર્યો હતો. ગુજરાત લાયન્સની ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૪ વિકેટ ગુમાવી ૧૭૬ રન બનાવ્યા હતા. ગુજરાત લાયન્સ તરફથી બ્રેન્ડન મેક્કુલમે સૌથી વધુ ૬૫ રનની ઇનિંગ રમી હતી ત્યારે દિનેશ કાર્તિકે અણનમ ૪૮ રન બનાવ્યા હતા. તેના જવાબમાં મુંબઈ ઇન્ડિયન્સે ૧૯.૩ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ટાર્ગેટ મેળવી લીધો હતો અને ૬ વિકેટથી શાનદાર જીત મેળવી લીધી હતી. મુંબઈ તરફથી ૩૬ બોલમાં ૫૩ રન બનાવી નીતિશ રાણા મેચના હીરો બન્યા હતા. આ મુંબઈની સતત ચોથી જીત છે. બ્રેન્ડન મેક્કુલમની અડધી સદી મેચની બીજી જ બોલ પર Mitchell McClenaghan એ ડ્વેન સ્મિથની વિકેટ લીધી હતી. ડ્વેન સ્મિથે નીતિશ રાણાના હાથે કેચ આપી બેઠા હતા અને મુંબઈને પ્રથમ સફળતા મળી હતી. હરભજન સિંહે ૨૮ રન પર રમી રહેલા સુરેશ રૈનાની ઇનિંગ પર બ્રેક લગાવી હતી. રોહિત શર્માએ સુરેશ રૈનાનો જબરદસ્ત કેચ પકડી તેમણે આઉટ કર્યા હતા. લસિથ મલિંગાએ મેક્કુલમને બોલ્ડ કરી ગુજરાતનો ચોથી જટકો આપ્યો હતો. ત્યાર બાદ ઇશાન કિશન મેકલેનેધનની બોલ પર કૃણાલ પંડ્યાને કેચ આપી બેઠા હતા. નીતિશ રાણાની શાનદાર બેટિંગ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઇન્ડિયન્સને મેચની બીજી જ બોલ પર પ્રથમ જટકો લાગી ગયો હતો. ગુજરાત લાયન્સના જડપી બોલર પ્રવીણ કુમારે પોતાની પ્રથમ જ ઓવરની બીજી બોલ પર પાર્થિવ પટેલને શૂન્ય રન પર જેસન રોયના હાથે કેચ આઉટ કરાવી દીધા હતા. જોસ બટલરને મુનાફ પટેલે ૨૬ રન પર મેક્કુલમના હાથે કેચ આઉટ કરાવ્યા હતા. નીતિશ રાણાએ એક વખત ફરીથી શાનદાર ઇનિંગ રમી અને ૩૬ બોલમાં ૫૩ રન બનાવ્યા હતા. તેમણે એન્ડ્ર્યુ ટાઈએ વિકેટ પાછળ દિનેશ કાર્તિકના હાથે કેચ આઉટ કરાવ્યા હતા. આક્રમક ઇનિંગ રમી રહેલા પોલાર્ડને એન્ડ્ર્યુ ટેએ જાડેજાના હાથે કેચ આઉટ કરાવ્યા હતા. પોલાર્ડે ૨૩ બોલમાં ૩૯ રન બનાવ્યા હતા. તેમ છતાં ત્યાર બાદ કોઈ વિકેટ પડી નહિ અને કેપ્ટન રોહિત શર્મા પોતાની ટીમને જીત સુધી લાગી ગયા હતા. હાર્દિક પંડ્યાએ અણનમ ૬ રન બનાવ્યા હતા. ગુજરાત લાયન્સ તરફથી ટાઈએ ૨ વિકેટ લીધી જ્યારે મુનાફ પટેલ અને પ્રવીણ કુમારે ૧-૧ વિકેટ લીધી હતી.

The post આઈપીએલની ૧૦૧ મેચ બાદ Lasith Malinga ના નામે બન્યો શર્મનાક રેકોર્ડ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

આઈપીએલની ૧૦૧ મેચ બાદ Lasith Malinga ના નામે બન્યો શર્મનાક રેકોર્ડ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×