Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

MCD ચૂંટણીમાં ૧.૧૦ લાખથી વધારે મતદાતા પહેલી વાર કરશે મતદાન

નવી દિલ્હી : દિલ્હીમાં થનાર MCD ચૂંટણીમાં ૧.૧૦ લાખથી વધારે મતદાતા પહેલી વાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાષ્ટ્રીય રાજધાનીમાં ૨૩ એપ્રિલે MCD ચૂંટણી થશે અને યુવા વસ્તીને મતદાતા વર્ગમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. દિલ્હી રાજ્ય ચૂંટણી આયુક્ત એસ.કે.શ્રીવાસ્તવે જણાવ્યું કે, નક્કી કરેલ કાર્યક્રમ અનુસાર અમે ચૂંટણી માટે તૈયારી કરી રહ્યા છીએ. સ્થાનિક નિગમોમાં હાલમાં કરવામાં આવેલ સીમાંકન બાદ આ પ્રથમ સ્થાનિક ચૂંટણી હશે. તેમણે જણાવ્યું કે, ચૂંટણી માટે 1,10,639 મતદાતા પહેલી વાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, તેમાંથી 24,825 મતદાર એવા છે જે હાલમાં ૧૮ વર્ષના થયા છે. ઘણાની ઉમર ૧૯ કે તેનાથી વધારે છે. વર્ષ ૨૦૧૧ ની જનગણનાના આધાર પર થયેલ નવી સીમાંકન પ્રક્રિયા અનુસાર, હવે પ્રત્યેક બોર્ડમાં અનુમાનિત 40,000 મતદાતાઓ સાથે સરેરાશ 60,000 લોકો છે. રાજ્ય નિર્વાચન આયોગ પ્રિન્ટ, રેડિયો અને ટીવી દ્વારા જાગૃકતા અભિયાન ચલાવી રહ્યું છે કેમ કે લોકો ૨૭૨ વોર્ડ પાર્ષદોની ચૂંટણી માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. દિલ્હીમાં ૭૦ વિધાનસભા સીટ છે અને સીમાંકન પહેલા દરેક વિધાનસભા સીટમાં ચાર વોર્ડ હતા જે હવે ૩ થી ૭ થઇ ગયા છે. પૂર્વવર્તી એકીકૃત દિલ્હી નગર નિગમને વર્ષ ૨૦૧૨ માં ત્રણેય ભાગમાં વહેચીને ઉત્તરી, દક્ષિણી અને પૂર્વી નગર નિગમ બનાવવામાં આવ્યા હતા. એનડીએમસી અને એસડીએમસીમાં ૧૦૪... ૧૦૪ વોર્ડ અને ઈડીએમસીમાં ૬૪ વોર્ડ છે. છેલ્લા ૧૦ વર્ષથી એમસીડીમાં ભાજપ સત્તા પર છે. તેમણે પોતાના વર્તમાન ૧૫૩ પાર્ષદોને ટીકીટ આપવાના બદલે નવા ચહેરા ઉતાર્યા છે. રાજૌરી ગાર્ડન વિધાનસભા સીટ પર થયેલ પેટાચૂંટણીમાં જીતથી ઉત્સાહિત ભાજપ આ સિલસિલો બનાવી રાખવા ઈચ્છે છે ત્યારે કોંગ્રેસ ફરીથી માથું ઊંચું કરવાના પ્રયત્નો કરી રહી છે. આમ આદમી પાર્ટીનો ઈરાદો વર્ષ ૨૦૧૫ માં થયેલ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મળેલ પોતાની સફળતાને દોહરાવવાનો છે પરંતુ પેટા ચૂંટણીમાં મળેલ કરારી હારની અસર પાર્ટીના મનોબળ પર પડી શકે છે. આપ પ્રમુખ અરવિંદ કેજરીવાલ કહી ચુક્યા છે કે, પેટા ચૂંટણીના પરિણામને એમસીડી ચૂંટણીના ટ્રેલરના આધાર પર ન જોવા જોઈએ. એમસીડી ચૂંટણી માટે જનરેશન...૧ ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેના વિષે ચૂંટણી આયોગ કહી ચુક્યા છે કે, આ 'ફૂલપ્રૂફ' છે. સ્થાનિક ચૂંટણીમાં મતદાતાઓની કુલ સંખ્યા 1,32,10,206 છે જેમાં 73,15,915 પુરુષ અને 58,93,418 મહિલા મતદાતા છે. 793 મતદાતા અન્ય શ્રેણીના છે.

The post MCD ચૂંટણીમાં ૧.૧૦ લાખથી વધારે મતદાતા પહેલી વાર કરશે મતદાન appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

MCD ચૂંટણીમાં ૧.૧૦ લાખથી વધારે મતદાતા પહેલી વાર કરશે મતદાન

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×