Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

એવા Bollywood સ્ટાર્સ જે લાગે છે ઇન્ડિયન પરંતુ છે વિદેશી!

એવા Bollywood સ્ટાર્સ જે લાગે છે ઇન્ડિયન પરંતુ છે વિદેશી

કલા તે આઝાદ પક્ષીની જેમ છે જેને કોઈ સીમા બાંધીને રાખતી નથી. કલાકાર પોતાની કલાના પંખ ફેલાવીને દરેક સરહદ પાર કરી દેતા હોય છે. Bollywood માં કેટલાક એવા સ્ટાર્સ પણ છે જેની પાસે ભારતીય નાગરિકતા નથી. તો બીજી તરફ, કેટલાક એવા સ્ટાર્સ પણ છે જેને આપણે વિદેશી માનીએ છીએ પરંતુ તેમની પાસે ભારતીય નાગરિકતા છે. નરગિસ ફખરી : નરગિસ ફખરી અમેરિકન મૂળની મોડલ અને એક્ટ્રેસ છે. ન્યૂયોર્કમાં જન્મેલ નરગિસના પિતા મોહમ્મદ ફખરી પાકિસ્તાની છે અને માતા મેરી યુરોપના દેશ ચેક રિપબ્લિક મૂળની છે. નરગિસ જ્યારે ૬ વર્ષની હતી ત્યારે તેના પેરેન્ટ્સના તલાક થઇ ગયા હતા અને નરગિસની ટીનએઝમાં તેના પિતાનું મોત થઇ ગયું હતું. નરગિસે ૨૦૧૧ માં બોલિવુડમાં 'રોકસ્ટાર' થી ડેબ્યુ કર્યું હતું.

ઇમરાન ખાન

બોલિવુડ એક્ટર ઇમરાન ખાનની પાસે જન્મતાની સાથે જ યુએસની નાગરિકતા છે. ઈમરાને બધી જગ્યાએ ઇન્ડિયન-અમેરિકન એક્ટર લખ્યું છે. ઈમરાને ૨૦૦૮ માં આવેલ ફિલ્મ 'જાને તુ યા જાને ના' થી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું.

આલિયા ભટ્ટ

બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની માતા સોની રાજદાન બ્રિટીશ (ઇંગ્લેન્ડના શહેર બર્મિંગહામ) ના જન્મી છે તેની પાસે તેની ત્યાંની નાગરિકતા છે. આ કારણે આલિયાની પાસે પણ બ્રિટીશ પાસપોર્ટ છે અને ત્યાની નાગરિકતા પણ છે. આલિયાએ ૨૦૧૨ માં આવેલ ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર' થી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું.

કેટરીના કેફ

હોંગ કોંગમાં જન્મેલ કેટરીના કેફની પાસે બ્રિટીશની નાગરિકતા છે. કેટરીનાએ ૨૦૦૩ માં આવેલ ઈરોટિક ફિલ્મ 'બૂમ' થી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તે ૨૦૦૫ માં આવેલ 'સરકાર' માં જોવા મળી હતી. કેટરીનાના પિતા મોહમ્મદ કેફ ઇન્ડિયન છે અને માતા અમેરિકન છે. પરંતુ કેટરીના બાળપણથી દુનિયાના ઘણા મહાદ્ધીપોમાં ફરી છે.

જેકલીન ફર્નાડીઝ

બોલિવુડ એક્ટ્રેસ જેકલીન ફર્નાડીઝની પાસે શ્રીલંકાની નાગરિકતા છે. જેક્લીનના પિતા શ્રીલંકા અને માતા મલેશિયાની છે. જેકલીને ૨૦૦૬ માં મિસ યુનિવર્સ માટે શ્રીલંકાને રિપ્રેજન્ટ કર્યું હતું. ૨૦૦૯ માં આવેલ સુજોય ઘોષની ફિલ્મ 'અલાદીન' થી જેકલીને બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું.

મોનિકા ડોગરા

મોનિકા ભારતીય મૂળની અમેરિકન સિંગર અને એક્ટ્રેસ છે. મોનિકાના માતા પિતા અપ્રવાસી (મૂળ ભારતીય પરંતુ બીજા દેશમાં જઈને રહેવું) છે. મોનિકાનો ઉછેર યુ.એસ.શહેરના બોલ્ટમોરમાં થયો છે. મોનિકાએ ૨૦૧૦ માં આવેલ ફિલ્મ 'ધોબી ઘાટ' થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.

એલી અવરામ

એલી અવરામ સ્વીડિશ એક્ટ્રેસ છે. એલી અવરામનું પૂરું નામ એલિઝાબેટ અવરામીડીઓ ગ્રેલોન્ડ છે. એલીએ બોલિવુડમાં ૨૦૧૩ માં આવેલ ફિલ્મ 'મિકી વાયરસ' થી ડેબ્યુ કર્યું અને રિયાલીટી શો 'બિગબોસ ૮' માં પણ ભાગ લીધો હતો.

દીપિકા પાદુકોણ

દીપિકા પદુકોણ ડેનમાર્કમાં જન્મી છે. પરંતુ તે ત્યાં વધારે સમય રહી નથી. દીપિકા જ્યારે એક વર્ષની હતી ત્યારે જ તેની ફેમિલી ઇન્ડિયા આવી ગઈ હતી. દીપિકાએ પોતાની નાગરિકતાને લઈને નવેમ્બર ૨૦૧૫ માં ક્લીયર કરી દીધું હતું કે, હવે તેની પાસે ઇન્ડિયન પાસપોર્ટ છે અને તે ભારતીય નાગરિક છે.

એમી જેક્સન

એમી જેક્સન બ્રિટીશ મોડલ અને એક્ટ્રેસ છે. એમીએ તમિલ ફિલ્મોથી ભારતીય સિનેમામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે ૨૦૧૨ માં આવેલ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ 'એક દિવાના થા' થી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું.

સની લિયોન

કેનેડા મૂળની એક્ટ્રેસ સની લિયોનને ભારતીય નાગરિકતા મળી ગઈ છે. જો કે, પહેલા સની લિયોન અમેરિકન હતી. પરંતુ તેણે ૧૪ એપ્રિલ ૨૦૧૨ ના રોજ આ વાતની માહિતી આપી હતી કે તેને ભારતીય નાગરિકતા મળી ચૂકી છે.

અદનાન સામી

પાકિસ્તાન મૂળના સિંગર અદનાન સામીને ૧ જાન્યુઆરી ૨૦૧૬ થી ભારતીય નાગરિકતા આપી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, સામી ૩૧ માર્ચ ૨૦૦૧ ના રોજ પર્યટક વિઝા પર ફર્સ્ટ ટાઈમ ભારત આવ્યા હતા.

The post એવા Bollywood સ્ટાર્સ જે લાગે છે ઇન્ડિયન પરંતુ છે વિદેશી! appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

એવા Bollywood સ્ટાર્સ જે લાગે છે ઇન્ડિયન પરંતુ છે વિદેશી!

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×