Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

બસ થોડા દિવસની રાહત બાદ ફરીથી વધ્યા Petrol-ડીઝલનાં ભાવ!

Petrol અને ડીઝલનાં ભાવમાં શનિવારે વધારો કરવામાં આવ્યો છે. આ વખતે Petrol નાં ભાવમાં ૧.૩૯ રૂપિયા અને ડીઝલનાં ભાવમાં ૧.૦૪ રૂપિયા પ્રતિ લીટરનાં દરથી વધારો કરવામાં આવ્યો છે. ભારતની સૌથી મોટી ઓઈલ કંપની ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશને આ વિશે માહિતી આપી છે. તેની પહેલા ૧ એપ્રિલથી પેટ્રોલ 3.૭૭ રૂપિયા અને ડીઝલ ૨.૯૧ રૂપિયા સસ્તું થયું હતું. આંતરરાષ્ટ્રીય સ્તર પર પેટ્રોલિયમ પદાર્થ મોંઘા થવાના કારણે ઘરેલું સ્તર પર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ૧ મે થી પોંડિચેરી, વાઈજેગ, ઉદેપુર, જમશેદપુર અને ચંડીગઢમાં હવે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે નક્કી કરવામાં આવશે. ઇન્ડિયન ઓઈલ કોર્પ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમનો દેશનાં ૯૫ ટકા ફ્યૂલ માર્કેટ પર કબજો છે. આ કંપનીઓનાં ટોપ એક્ઝીક્યુટીવે જણાવ્યું છે કે, પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં દરરોજ બદલાવનો પ્લાન લાગુ કરવાની રીતો શોધી રહ્યા છે. આ કંપનીઓનાં અધિકારીઓએ આ મામલે હાલમાં ઓઈલ મીનીસ્ટર ધર્મેન્દ્ર પ્રધાન અને મંત્રાલયનાં અન્ય અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. એક ટોપ એક્ઝીક્યુટીવે જણાવ્યું હતું કે, ‘દરરોજ ફ્યૂલ પ્રાઈસિંગનાં આઈડિયા પર ચર્ચા કેટલાક સમયથી ચાલી રહી હતી. જોકે, હવે અમારી પાસે તેને લાગુ કરવા માટે ટેકનોલોજી છે.’ મોટેભાગે ફીલિંગ સ્ટેશનો પર ઓટોમેશન, ડિજિટલ ટેકનોલોજીની અવેલેબિલીટી અને સોશિયલ નેટવર્ક્સે કંપનીઓનાં દેશભરનાં ૫૩,૦૦૦ પેટ્રોલ પંપો પર કિંમતોમાં ફરેફાર લાગુ કરવાનું સરળ બનાવી દીધું છે. પેટ્રોલ અથવા ડીઝલની કિંમતોમાં દરરોજ બદલાવનો મતલબ તે હશે કે કિંમતોમાં વધારે ઝડપથી વધશે અથવા ઘટાડો હશે, જેમકે ગયા સપ્તાહે થયો હતો. સરકારી ઓઈલ કંપનીઓએ ૩૧ માર્ચે પેટ્રોલની કિંમતોમાં ૩.૭૭ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલમાં ૨.૯૧ રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો. નવી સિસ્ટમમાં ઓઈલની કિંમતો દરરોજ કેટલાક પૈસા જ વધશે, તેથી કસ્ટમર્સને ઝટકો નહી લાગે. તેનો મતલબ છે કે, કંપનીઓ રાજનૈતિક હુમલાની ચિંતા કર્યા વગર કિંમતોમાં વધારો કરી શકશે.

The post બસ થોડા દિવસની રાહત બાદ ફરીથી વધ્યા Petrol-ડીઝલનાં ભાવ! appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

બસ થોડા દિવસની રાહત બાદ ફરીથી વધ્યા Petrol-ડીઝલનાં ભાવ!

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×