Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Gujarat ની જનતાનો સર્વે કરાવવાને બદલે રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીનું પરીક્ષણ કરાવવું જોઈએ : ભરત પંડયા

Congress VP Rahul Gandhi Consentrate On Self Assesment Within Party Said Gujarat Bjp

Gujarat ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, લોકહિત, ગુજરાત હિત, દેશહિતનું પ્રામાણિક રીતે સંપૂર્ણ સમય, શક્તિનું સમર્પણ કરનારા નરેન્દ્રભાઈ મોદીની વિકાસપુરુષ તરીકેની વિશ્વ પ્રતિભાની ઈર્ષ્યા કરીને કોંગ્રેસના નેતાઓ જૂઠ્ઠા આક્ષેપો કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનું જ નહીં, દેશનું ગૌરવ છે. દેશની જનતાએ મન અને મત દ્વારા શ્રી નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ સ્વીકાર્યું છે. સમગ્ર વિશ્વ એ સૌથી વધુ ‘પોપ્યુલર એકશન લીડર’ તરીકે મજબુત નેતા નરેન્દ્રભાઈ મોદી અને મજબુત દેશ તરીકે ભારતને સ્વીકાર્યું છે. ત્યારે કોંગ્રેસના નેતાઓ વામણાપણું બતાવ્યાં વગર પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાતને આવકારવાનું શાણપણ બતાવે. સામાન્ય માણસને પણ ન શોભતી ટપોરી ભાષાનો ઉપયોગ કરવાનું બંધ કરે. તેમ આક્રોશ સાથે શ્રી પંડયાએ જણાવ્યું હતું. ૪૫ ડિગ્રી ગરમીમાં પીવાના પાણીની સમસ્યા હોવા છતાં આ સરકાર ગમે ત્યારે ચૂંટણી લાવી શકે છે. તેવા કોંગ્રેસના વિપક્ષના નેતાના નિવેદન સામે પ્રત્યાઘાત આપતાં ભાજપ પ્રદેશ પ્રવકતાશ્રી ભરત પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના મન-મસ્તિકમાં માત્ર ચૂંટણી અને સત્તા લાલસા દેખાય છે. ભાજપ સરકાર અને સંગઠન ૪૫ ડિગ્રીની ગરમીમાં લાખો લોકોના વ્યક્તિગત કામો-લાખો માટે સરકારી સેવા સેતુના બીજા તબક્કાના કાર્યક્રમો કરે છે. જેમાં ગુજરાતના તમામ ગામડાઓ, નગરપાલિકા, મહાનગરપાલિકામાં આવરી લેવાયાં છે. પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, ૪૫ ડિગ્રીમાં ભાજપના કાર્યકર્તાઓ સફાઈ અભિયાન કરે છે. ભાજપ તા. ૧૪ એપ્રિલે ડૉ. બાબાસાહેબ જન્મજયંતિ નિમિતે તાલુકા વિધાનસભા લેવલે સમરસતા ટીફિન બેઠક, સમુહ ભોજનના કાર્યક્રમો આપે છે. તા. ૬ એપ્રિલે ભાજપના સ્થાપના દિવસે કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને સંપર્ક-સંવાદ-સમન્વય સાથે સ્ટીકર, પત્રિકા વિતરણ કરીને સરકારની યોજનાઓના લાભ-લેવા માટે લોકોમાં જાગૃતિ લાવવાનું કામ કરે છે. તા. ૬ મે થી ૨૧ મે દરમ્યાન ખેડૂતોની બમણી આવક કરવાનાં સંકલ્પ સાથે ખેડૂતોના કાર્યક્રમો કરવાની છે. આમ, ભાજપ સરકાર અને સંગઠન સતત લોકો વચ્ચે લોકહિતના કાર્યો અને કાર્યક્રમો કરે છે પણ કોંગ્રેસ લોકોની વચ્ચે જઈ કાર્યક્રમો કરી શકતી નથી. તેથી કોંગ્રેસને ભાજપના નેતૃત્વની અને ભાજપના વિકાસકામોની ઈર્ષ્યા આવે છે. તેથી તે ભાજપ સામે જૂઠ્ઠા આક્ષેપો કરે છે. તેમ પંડયાએ જણાવ્યું હતું કોંગ્રેસના સર્વેના સંદર્ભમાં ભરત પંડયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાનો સર્વે કરવાના બદલે જેમની આગેવાનીમાં દેશભરમાં ૨૭થી વધુ ચૂંટણીઓમાં કોંગ્રેસ હારી છે. તેવાં શ્રી રાહુલ ગાંધીએ પોતાનું જ નિરીક્ષણ કરવું જોઈએ અને કોંગ્રેસ પાર્ટીનું પરીક્ષણ કરાવવું જોઈએ. કોંગ્રેસ પ્રજાહિતમાં હંમેશા નકારાત્મક વલણ રાખે છે. ગુજરાત કે દેશની જનતાએ લગભગ ૫૦-૫૫ વર્ષના કોંગ્રેસના કુશાસનનું પરીક્ષણ કરીને શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપને ગુજરાત અને દેશમાં સત્તાના સુત્રો સોંપ્યા છે. હજુ પણ ગુજરાતની જનતા ભાજપને ૧૫૦ સીટ પર ભવ્ય વિજયી બનાવશે તેવો વિશ્વાસ પંડયાએ વ્યકત કર્યો હતો.

The post Gujarat ની જનતાનો સર્વે કરાવવાને બદલે રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીનું પરીક્ષણ કરાવવું જોઈએ : ભરત પંડયા appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Gujarat ની જનતાનો સર્વે કરાવવાને બદલે રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીનું પરીક્ષણ કરાવવું જોઈએ : ભરત પંડયા

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×