Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

PM Modi ના ગુજરાત પ્રવાસ માટે દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું સુરત

પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ 

PM Modi ની બે દિવસની ગુજરાત યાત્રા આજથી શરુ થઈ રહી છે. આજે સાંજે પીએમ મોદી સુરત પહોચીને ઐતિહાસિક રોડ શો કરશે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી શક્યતા છે. જયારે PM Modi ના આગમનને લઈને ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અને સુરત શહેરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે.

પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ 

તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આડે પણ થોડો જ સમય રહ્યો છે ત્યારે પીએમ મોદીની આ યાત્રા મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જો કે, બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન મોદી જુદા જુદા કાર્યક્રમોમાં સામેલ થશે અને જુદા જુદા સમુદાય સાથે વાતચીત પણ કરશે. આ દરમિયાન મોદી સુરતની સાથે કેંદ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી સિલવાસ અને બોટાદમાં સભાને સંબોધિત પણ કરશે.

પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ 

જો કે, સુરત શહેરના એયરપોર્ટથી લઈને સર્કિટ હાઉસ સુધી વડાપ્રધાન મોદી જ્યાં રાત રોકવાના છે, ત્યાં રસ્તાઓ પર રોશની કરવામાં આવી છે. અને હજારોની સંખ્યામાં પોસ્ટર અને બેનરો પણ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત થ્રી ડી ટેક્નોલોજી અને લેશર શોનો ઉપોયોગ કરીને વડાપ્રધાન મોદી અને સરકારની કામગીરીને પ્રોજેક્ટ કરવામાં આવી રહી છે.

પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ 

ત્યારબાદ સોમવારે પીએમ મોદી ૪૦૦ કરોડના ખર્ચે બનેલી કિરણ મલ્ટીસુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. અને બાદમાં જિલ્લામાં ઈછાપુર ગામમાં હીરાબોર્સ સેઝનું પણ ઉદ્ઘાટન કરશે. ડાયમંડ પોલિસી યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. હરિકૃષ્ણ એક્ષોપર્ટ પ્રાઈવેટ લિમિટેડના ડાયમંડ પોલિસી યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. 

પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ 

ત્યાંથી મોદી તાપી જિલ્લાના બીજાપુર ગામમાં જશે જ્યાં કેટલ ફિડ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે અને સાથે સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓપરેટીવ મિલ્ક પ્રોડયુસર્સ યુનિયનના આઈસ્ક્રીમ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. જેને સુમુલ ડેરી તરીકે પણ ઓળખવામાં આવે છે.

The post PM Modi ના ગુજરાત પ્રવાસ માટે દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું સુરત appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

PM Modi ના ગુજરાત પ્રવાસ માટે દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું સુરત

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×