Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Ajaz Khan એ ગૌ રક્ષાનાં નામ પર થઇ રહેલા હુમલા માટે મોદી-યોગીને ગણાવ્યા જવાબદાર

Actor Ajaz Khan Angry on Yogi And Modi On Cow Issue

ટીવી એક્ટર Ajaz Khan એકવાર ફરીથી વિવાદોમાં ઘેરાયા છે. Ajaz Khan એ ફેસબુક પર એક વિડીયો અપલોડ કરી ગૌ રક્ષાનાં નામ પર થઇ રહેલ હુમલા પર પ્રશ્ન ઉઠાવ્યા છે. પરંતુ વાત કરતા જે ભાષા પર એઝાઝ પહોચી ગયા તેનાથી નવો વિવાદતો થવાનો જ હતો. વિડીયોમાં એઝાઝ ખાન કહી રહ્યા છે કે, જો તમે લોકો મર્દ છો, માઈ કા લાલ છો - મોદીજી, યોગીજી અને ગૌરક્ષક આ છે હાર્લે ડેવિડસનનો બેલ્ટ. આ મેં કાલે એરપોર્ટ પરથી ખરીદ્યો છે. આ તેનું બીલ છે, મેં ૮ હજાર રૂપિયા ખર્ચ્યા છે. હવે હું ગૌ રક્ષકોને, મોદીજીને અને યોગીજીને કહ્યું છું કે, હાર્લે ડેવિડસન ગાય માતાની ચામડી વાળા બેલ્ટ વેચી રહ્યા છે. ધીસ ઈઝ ધ કાઉ લેધર બેલ્ટ જે પુરા હિન્દુસ્તાનમાં અને દુનિયાભરમાં વેચાઈ રહ્યા છે. એઝાઝે યોગી આદિત્યનાથને હાર્લે ડેવિડસનની ગાયની ચામડીવાળા બેલ્ટના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો પડકાર કર્યો છે. એઝાઝનાં મેસેજ કરતા વધારે એઝાઝની બોલવાની રીતે ઘણા પ્રશ્નો ઉભા કરી દીધા છે. એઝાઝે આ નિવેદન કાશ્મીરથી આપ્યું છે. કાશ્મીરમાં તેમની ફિલ્મ 'તુઝે સલામ ઇન્ડિયા' નું શૂટિંગ ચાલી રહ્યું છે. તેની પહેલા પણ તેમની ફિલ્મ 'લવ ડે' આવી હતી તો તેમણે ગયા વર્ષે અંડરવર્લ્ડ ડોન દાઉદનાં ભાણીયાની મહેફિલમાં વિવાદિત સોંગ ગયું હતું. બિગબોસનાં એક્સ કન્ટેસ્ટંટ એઝાઝ ખાન ઘણીવાર તેમના વિવાદિત નિવેદનના કારણે ચર્ચામાં રહે છે

The post Ajaz Khan એ ગૌ રક્ષાનાં નામ પર થઇ રહેલા હુમલા માટે મોદી-યોગીને ગણાવ્યા જવાબદાર appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Ajaz Khan એ ગૌ રક્ષાનાં નામ પર થઇ રહેલા હુમલા માટે મોદી-યોગીને ગણાવ્યા જવાબદાર

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×