Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

UP : મોદી-યોગીના મિશન ૨૦૧૯ થી વિપક્ષ ભયભીત, ભાજપ વિરુદ્ધ એકજુટ થશે અખિલેશ-માયાવતી

લખનૌ : UP માં મળેલ કરારી હાર બાદ હવે વિરોધી પાર્ટીઓના નેતા ભાજપ વિરુદ્ધ એકજુટ થવાની વાત કરી રહ્યા છે. માયાવતી બાદ અખિલેશ યાદવે પણ ભાજપ વિરુદ્ધ ગઠબંધનની વાત કરી છે. હવે UP માં માયાવતી અને અખિલેશ યાદવ સાથે મળીને ૨૦૧૯ માં ભાજપનો મુકાબલો કરશે. એટલે કે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મિશન ૨૦૧૯ને નિષ્ફળ કરવા માટે બે દુશ્મનોએ હાથ મિલાવવો પડી રહ્યો છે. યુપીમાં મહાગઠબંધનની તૈયારી સવાલ છે કે, શું આ ભાજપના મિશન ૨૦૧૯ નો ડર છે કે યુપી સહીત દરેક રાજ્યોમાં ભાજપ વિરોધી ગઠબંધનની વાતો તેજ થઇ ગઈ છે. ભુવનેશ્વરમાં ચાલી રહેલ રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં ભાજપે ૨૦૧૯ માટે કમર કસી લીધી છે. કેન્દ્રમાં મોદી અને યુપીમાં યોગી એક્શનમાં છે. મોદી અને યોગીની આ જોડીએ વિરોધી દળોની ચિંતા વધારી દીધી છે. જેનાથી જુના દુશ્મનો પણ હવે સાથે આવવાની વાત કરવા લાગ્યા છે. માયાવતીએ આપ્યો હતો ગઠબંધનનો પ્રસ્તાવ બે દિવસ પહેલા માયાવતીએ કહ્યું હતું કે, પોતાના દેશના લોકતંત્રને બચાવવા માટે ભાજપ અને ઈવીએમની ગડબડી વિરુદ્ધ કરવામાં આવી રહેલ સંઘર્ષમાં જો ભાજપ વિરોધી પાર્ટીઓ પણ અમારી સાથે આવવા ઈચ્છશે તો તેમની સાથે અન હવે અમે હાથ મિલાવવામાં કોઈ સંકોચ નહિ રાખીએ. માયાવતીએ ભાજપને રોકવા માટે વિપક્ષી દળો સાથે આવવાના સંકેત આપ્યા છે. માયાવતી સાથે આવવા અખિલેશ તૈયાર ત્યારે માયાવતી સાથે મહાગઠબંધનના સવાલ પર અખિલેશ યાદવે પૂછ્યું કે, જુઠ વિરુદ્ધ રાજનીતિનો રસ્તો ખુલવો જોઈએ. કોઈ ગઠબંધન થાય તો અમે તેના માટે તૈયાર છીએ. મારી પાસે સમય ઘણો છે, અમે દેશના દરેક નેતાઓને મળીશું. આવનાર સમયમાં દેશમાં જે પણ ગઠબંધન થશે, સપા તેમાં મહત્વનું ભૂમિકા નિભાવશે.

The post UP : મોદી-યોગીના મિશન ૨૦૧૯ થી વિપક્ષ ભયભીત, ભાજપ વિરુદ્ધ એકજુટ થશે અખિલેશ-માયાવતી appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

UP : મોદી-યોગીના મિશન ૨૦૧૯ થી વિપક્ષ ભયભીત, ભાજપ વિરુદ્ધ એકજુટ થશે અખિલેશ-માયાવતી

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×