Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

IPL 2017 : ભારતીય ટીમને મળ્યો’ ડેથ ઓવર નો આ સ્પેશિયાલિસ્ટ બોલર

IPL 2017 ટી -૨૦ મેચ આમ પણ બોલરો માટે ખતરનાક માનવામાં આવે છે. ઉપરથી આ ફોર્મેટમાં ડેથ ઓવર્સ બોલરો માટે સૌથી મોટી મુશ્કેલી છે પરંતુ સનરાઈઝ્ર્સ હેદરાબાદના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર છેલ્લી ૫ ઓવરમાં સૌથી વધુ સફળ રહ્યો છે.ભુવનેશ્વર કુમારના આંકડા પર નજર નાંખીએ તો જણાશે કે તે ડેથ ઓવરના સ્પેશિયાલીસ્ટ છે. આઈપીએલમાં ડેથ ઓવરની વાત કરીએ તો ભુવનેશ્વર કુમાર જેવા કોઈ જ બોલર નથી . છેલ્લી ૫ ઓવરના આંકડા છેલ્લી સીઝનથી લઈને અત્યાર સુધીના આંકડા પર નજર કરીએ તો જણાશે કે ભુવનેશ્વર કુમાર છેલ્લી પાંચ ઓવરમાં વિકેટ લેવામાં સૌથી આગળ છે. ભુવનેશ્વર કુમાર છેલ્લી પાંચ ઓવરમાં અત્યાર સુધી ૨૦ વિકેટ લીધી છે. કોલકત્તા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ ભુવનેશ્વર કુમારે છેલ્લી ઓવરોમાં શાનદાર બોલિંગ કરીને છેલ્લી ત્રણ ઓવરમાં સનરાઈઝ હેદરાબાદે માત્ર ૨૨ રન જ આપ્યા. ભુવનેશ્વર કુમારે નાઈટ રાઈડર વિરુદ્ધ ૪ ઓવરમાં માત્ર ૨૦ રન આપીને ૩ વિકેટ મેળવી હતી. આ દરમ્યાન ઈકોનોમી રેટ ૫ રહ્યો હતો. IPL-૧૦ ની સીઝનમાં અત્યાર સુધી વિકેટ લેવામાં ભુવનેશ્વર કુમાર સૌથી આગળ છે . ભુવનેશ્વર કુમારે ૪ મેચમાં ૧ વિકેટ લીધી છે. તેથી હાલ તો પર્પલ કેપ તેમની પાસે છે. જેમાં પહેલી જ મેચમાં ભુવનેશ્વર કુમારે માત્ર ૨૭ રનમાં બે વિકેટ લીધી હતી. જયારે બીજી મેચમાં હેદરાબાદે ગુજરાત વિરુદ્ધ ૨૧ રન આપીને ૨ વિકેટ ઝડપી લીધી હતી. જયારે મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ તેમણે ૨૧ રન આપીને ૩ વિકેટ લીધી હતી. ભુવનેશ્વર કુમારે ચાર મેચમાં ચાર ચાર ઓવર બોલિંગ કરી છે. પરંતુ એક પણ મેચમાં તેમણે ૩૦ થી વધારે રન નથી કર્યા. તેથી એ બાબત તો સ્પષ્ટ છે કે ભુવનેશ્વર કુમાર હાલ શાનદાર ફોર્મમાં છે. આશા છે કે આઈપી એલ બાદ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ તેમનું શાનદાર પરફોર્મન્સ જળવાઈ રહેશે.

The post IPL 2017 : ભારતીય ટીમને મળ્યો’ ડેથ ઓવર નો આ સ્પેશિયાલિસ્ટ બોલર appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

IPL 2017 : ભારતીય ટીમને મળ્યો’ ડેથ ઓવર નો આ સ્પેશિયાલિસ્ટ બોલર

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×