Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

પંજાબમાં ચૂંટણી વાયદાથી પલટી Congress, ૫ રૂપિયામાં નહિ મળે ખાવાનું

પંજાબ : Congress એ વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન જનતાને '૫ રૂપિયામાં ગરીબોને ખાવાનું' મળશે તેવો વાયદો કર્યો હતો અને Congress પંજાબની સત્તા પર કાબિજ થવામાં સફળ રહી છે. પરંતુ સત્તામાં આવ્યાને એક મહિનાની અંદર જ પંજાબ કોંગ્રેસના નેતાઓના સુર બદલાઈ ગયા છે અને પોતાના જ ૫ રૂપિયામાં ખાવાનું આપવાના વાયદાથી કોંગ્રેસ પલટાઈ ગઈ છે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે, ૫ રૂપિયામાં સારું ખાવાનું ગરીબોને આપવું વ્યવહારિક નથી અને સરકાર સસ્તું ખાવાનું આપવાનો પોતાનો વાયદો પૂર્ણ કરશે પરંતુ ખાવાની થાળી ૫ રૂપિયામાં નહિ પરંતુ ૧૩ રૂપિયામાં નો પ્રોફિટ નો લોસના આધાર પર તૈયાર કરવામાં આવશે. હવે સવાલ એ છે કે, શું કોંગ્રેસને પોતાનું ચૂંટણી ઘોષણાપત્ર બનાવતા આ વાતનો અંદાજ નહોતો કે, ૫ રૂપિયામાં ગરીબોના ખાવાની થાળી આપવી શક્ય નથી અને હવે આ ૫ રૂપિયા નો ભાવ વધારીને ૧૩ રૂપિયા સુધી પહોચી ગયો છે. જો કે, કોંગ્રેસની પંજાબ સરકારના નેતાઓની દલીલ છે કે, સરકાર પોતાનો વાયદો પૂર્ણ કરશે પરંતુ તેમની સાથે એ પણ નક્કી કરવામાં આવશે કે ગરીબોને સારું ખાવાનું મળે તેથી તેનો ભાવ પાંચ રૂપિયા નહિ પરંતુ ૧૩ રૂપિયા હશે અને સરકાર કોઈ નફા વગર આ ખાવાનું ગરીબો સુધી પહોચાડશે. અકાલી દળના મીડિયા એડવાઈઝર જંગવીર સિંહનું કહેવું છે કે, કોંગ્રેસે પંજાબની જનતાને એવા વાયદા કર્યા છે જે પૂર્ણ થઇ શકે તેમ નથી. તે કહે છે કે, ૫ રૂપિયામાં ગરીબોને ખાવાનું આપવાનો વાયદો તે લાંબા અને લલચામણા ચૂંટણી વાયદામાંથી એક છે જે પંજાબની સત્તામાં આવ્યા પહેલા વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસે જનતાને કર્યા હતા. પરંતુ હવે જેવી રીતે એક બાદ એક આ વાયદાને પૂર્ણ કરવામાં કોંગ્રેસ પીછેહઠ કરી રહી છે તો એવામાં સરકારની ઈચ્છા પર સવાલ ઉઠાવવા યોગ્ય છે.

The post પંજાબમાં ચૂંટણી વાયદાથી પલટી Congress, ૫ રૂપિયામાં નહિ મળે ખાવાનું appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

પંજાબમાં ચૂંટણી વાયદાથી પલટી Congress, ૫ રૂપિયામાં નહિ મળે ખાવાનું

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×