Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Kapil Sharma એ ‘રિન્કુ ભાભી’ અને ‘નાની’ ને ટ્વિટર પર કર્યા અનફોલો

Kapil Sharma Unfollow Sunil Grover and Ali Asgar on Twitter

Kapil Sharma અને સુનીલ ગ્રોવરની વચ્ચે વિવાદ બંધ થવાનું નામ લેતો નથી. સુનીલ ગ્રોવરનાં 'ધ કપિલ શર્મા શો' છોડ્યા પછી હવે Kapil Sharma સુનીલ ગ્રોવરને ટ્વીટર પરથી અનફોલો કરી દીધા છે. કપિલ માત્ર સુનીલને જ નહિ પરંતુ શોમાં નાની બનેલ અલી અસગર અને ચંદન પ્રભાકરને પણ અનફોલો કરી દીધા છે. વાસ્તવમાં કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરની વચ્ચે થયેલ લડાઈ પછી સુનીલ ગ્રોવરે 'ધ કપિલ શર્મા શો' માં આવવાનો ઇનકાર દીધો હતો. સુનીલનાં સમર્થનમાં શોનાં અન્ય સ્ટાર્સ પણ ઉતર્યા અને શોમાં નાની બનનાર અલી અસગરે પણ શો છોડી દીધો છે. તમને જણાવી દઈએ કે, કપિલનાં શોમાં મૌસીની એન્ટ્રી થઇ છે. તો બીજી તરફ, હવે એવું લાગી રહ્યું છે કે, કપિલને અલી અસગરની જરૂર નથી અને તેનાથી નારાજ થઇ તેમણે ટ્વીટર પરથી અલીને અનફોલો કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, જ્યારથી સુનીલ ગ્રોવર, અલી અસગર અને ચંદન પ્રભાકરે 'ધ કપિલ શર્મા શો' છોડ્યો છે ત્યારથી કપિલ શર્માનાં શોની ટીઆરપી બહુ ઘટી ગઈ છે. પરંતુ જો ટીઆરપી ચાર્ટ ધ્યાનથી જોવામાં આવે તો લોકો સુનીલ કરતા વધારે કપિલને પસંદ કરે છે. થોડા દિવસ પહેલા 'ઇન્ડિયન આઈડલ' નાં ફાઈનલ એપિસોડમાં સુનીલ ગ્રોવર નજર આવ્યા હતા. જે દિવસે આ એપિસોડનું પ્રસારણ થયું હતું તે દિવસે ધ કપિલ શર્મા શો પણ ટેલીકાસ્ટ થયો હતો. એટલે કે બંનેની ટક્કર એક જ દિવસે થઇ હતી. ટીઆરપીનાં રેકોર્ડ મુજબ, ૧ થી ૭ એપ્રિલની વચ્ચે 'ધ કપિલ શર્મા શો' ને ૪.૬ મિલિયન લોકો જોયો. તો બીજી તરફ 'ઇન્ડિયન આઈડલ' નાં ફાઈનલ એપિસોડને ૪.૨ મિલિયન લોકોએ જ જોયો. તેના પરથી કહી શકાય કે, કપિલ શર્મા ટીવી વોરમાં સુનીલ ગ્રોવરને એકવાર ફરીથી પાછળ છોડવામાં સફળ રહ્યા છે. ગયા મહિને 'ધ કપિલ શર્મા શો' માં કામ કરનાર કોમેડિયન સુનીલ ગ્રોવર અને કપિલની વચ્ચે હાથાપાઈ થઇ હતી અને નશામાં ધૂત કપિલ શર્માએ સુનીલ ગ્રોવરને ખરી-ખોટી સંભળાવી હતી. બંનેની વચ્ચે થયેલ આ વિવાદ પર કપિલ શર્માએ સ્પષ્ટતા કરી હતી. કપિલે એક ફેસબુક પોસ્ટ દ્ધારા તેમની વાત કહી હતી. ત્યારબાદ કપિલ શર્માએ ટ્વીટર પર પણ કોમેડિયન સુનીલ ગ્રોવરની માફી માંગી હતી અને કહ્યું કે, પાજી તમે હર્ટ થયા હોઉં તો માફ કરજો. તમે જાણો છો ને હું તમને કેટલો પ્રેમ કરું છુ. આ ઘટનાથી હું પણ દુખી છુ.

The post Kapil Sharma એ ‘રિન્કુ ભાભી’ અને ‘નાની’ ને ટ્વિટર પર કર્યા અનફોલો appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Kapil Sharma એ ‘રિન્કુ ભાભી’ અને ‘નાની’ ને ટ્વિટર પર કર્યા અનફોલો

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×