Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

આરીસીબીના કેદાર જાધવે IPL માં બનાવ્યો આ અનોખો રેકોર્ડ

Kedar Jadhav Became First Batsman to got out on free hit in IPL

સામાન્ય તરીકે ફ્રી હીટ બોલ પર ચાહકોને સિક્સર અથવા ચોગ્ગા જોવા મળે છે, પરંતુ તેનાથી ઉલટ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરીસીબી) અને મુંબઈ ઇન્ડિયન્સની વચ્ચે કાલે રમાયેલ IPL ૨૦૧૭ ની મેચમાં જોવા મળતું નથી. આરસીબીના બેટ્સમેન કેદાર જાધવ ફ્રી હીટ પર આઉટ થનારા આઈપીએલ ઈતિહાસના પ્રથમ બેટ્સમેન બની ગયા છે. આરસીબીની ઇનિંગની ૧૮ મી ઓવરની છેલ્લી બોલ જસપ્રીત બુમરાહે નો બોલ ફેકી હતી, તેના પર બેટ્સમેન કેદાર જાધવે ૧ રન પણ દોડાવ્યો હતો. આરસીબીને ફ્રી હીટ મળી જેના પર જસપ્રીત બુમરાહે પવન નેગીને યોર્કર ફેકી હતી. પવન નેગી મુશ્કેલીથી બેટથી રોકી શક્યા હતા. જસપ્રીત બુમરાહે ફોલો થ્રૂમાં બોલ પકડી અને ફરીને નોન સ્ટ્રાઈકર પર સીધો થ્રો કરી કેદાર જાધવને રન આઉટ કરી દીધા હતા. કેદાર જાધવ રન માટે ક્રીઝથી બહાર નીકળ્યા હતા, તે કંઈપણ સમજીને પાછા ફરે તે પહેલા જસપ્રીત બુમરાહે તેમને રન આઉટ કરી દીધા હતા. આમ તો ફ્રી હીટ બોલ પર બેટિંગ માત્ર રન આઉટ જ થઈ શકે છે. તેમાં બેટ્સમેન બોલ્ડ, કેચ અથવા સ્ટમ્પ આઉટ હોવાની ચિંતા કર્યા વગર મોટો શોટ રમી શકે છે.

The post આરીસીબીના કેદાર જાધવે IPL માં બનાવ્યો આ અનોખો રેકોર્ડ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

આરીસીબીના કેદાર જાધવે IPL માં બનાવ્યો આ અનોખો રેકોર્ડ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×