Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

MCD ચૂંટણી માટે ભાજપના વોર રૂમમાં બની રહી છે ખાસ રણનીતિ

MCD ચૂંટણીમાં જ્યાં એક તરફ ભાજપ નેતા પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા છે તો આ વખતે પાર્ટી સોશિયલ મીડિયા પર પણ મેદાન મારવામાં વ્યસ્ત છે. ભાજપે MCD ચૂંટણી માટે એક વોર રૂમ બનાવ્યો છે. અહિયાં બંધ કમરામાં બેસીને આઈટી પ્રોફેશનલ સોશિયલ મીડિયા દ્વારા ભાજપના પ્રચારમાં વ્યસ્ત છે. વોરરૂમમાં કામ કરનાર પર ન તો માત્ર ભાજપનો પ્રચાર પરંતુ વિરોધી પાર્ટીઓના દાવાની હવા નીકાળવા અને સોશિયલ મીડિયામાં તેમના દાવાઓને નિષ્ફળ કરવાની પણ જવાબદારી છે. આઈટી સેલના કો-કન્વીનર કૃણાલના જણાવ્યા અનુસાર, તે સોશિયલ મીડિયા દ્વારા દરરોજ ભાજપને લાખો લોકો સુધી પહોચાડી રહ્યા છે. આ વોર રૂમના વિરોધી દળો વિરુદ્ધ ડીઝીટલ દુનિયા એટલે કે સોશિયલ મીડિયામાં અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે હેઠળ તેમના કરવામાં આવેલ વાયદાની હકીકત બધાની સામે રાખવામાં આવે. સોશિયલ મીડિયાના મહત્વના પ્લેટફોર્મ જેવા કે ફેસબુક, ટ્વીટર અને વોટ્સએપ પર પણ ગ્રાફિક્સ દ્વારા વિરોધીઓ પર નિશાન સાધવામાં આવી શકે છે અને પછી તેને વાયરલ કરવામાં આવી રહ્યા છે. દિલ્હી ભાજપ નેતા હરીશ ખુરાનાની ચૂંટણી રેલીમાં જ્યાં હજારો લોકો એકઠા થઇ શકે છે તો સોશિયલ મીડિયા દ્વારા લાખો લોકો સુધી સરળતાથી પહોચાડી શકાય છે. હવે જોવાનું એ છે કે, સોશિયલ મીડિયામાં લાખો લોકો સુધી પહોચવાનો દાવો કરનાર પાર્ટીઓ હકીકતમાં કેટલા લોકો પાસેથી વોટ મેળવી શકે છે. જો કે, MCD ચૂંટણી માટે ભાજપે પોતાની પૂર્ણ તાકાત લગાવી દીધી છે. વડાપ્રધાન મોદી આ ચૂંટણીમાં ભલે કોઈ રેલી ન કરે પરંતુ ભાજપ તેમના ચહેરાનો ઉપયોગ કરશે. પાર્ટી એમસીડી ચૂંટણીને લઈને હેમા માલિની, ભોજપુરી સુપર સ્ટાર રવિ કિશન ઉપરાંત યોગી આદિત્યનાથનો ઉપયોગ કરશે તો ત્યારે જનતા સુધી જોડાવાનું અભિયાન પણ શરુ કરવામાં આવી રહ્યું છે. એમસીડી ચૂંટણી માટે ભાજપની ટેગલાઈન હશે 'નવો ચહેરો, નવી ઉર્જા, નવી ઉડાણ - દિલ્હી માંગે કમળ નિશાન' . આ ઉપરાંત પાર્ટી એફએમ રેડિયો માટે પોતાનું જિંગલ જારી કરી રહી છે. જેણે ખુદ દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ ગાયું છે. જો કે, મનોજ તિવારી ખુદ મશહુર ભોજપુરી ગાયક છે.  

The post MCD ચૂંટણી માટે ભાજપના વોર રૂમમાં બની રહી છે ખાસ રણનીતિ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

MCD ચૂંટણી માટે ભાજપના વોર રૂમમાં બની રહી છે ખાસ રણનીતિ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×