Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

IPL 2017: સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને KKR એ પોઈન્ટ ટેબલમાં ટોચ પર

IPL 2017: KKR beat Sunrisers Hyderabad at the top of the points table

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ શનિવારે IPL 2017 માં સનરાઈઝર્સ હૈદરાબાદ ઉપર ૧૭ રનથી હરાવીને શાનદાર જીત મેળવી છે. KKR એ જવાબમાં સનરાઈઝર્સ હૈદરાબાદ ૬ વિકેટ પર ૧૫૫ રન જ બનાવી શક્યું હતું. આ KKRની ઈડન ગાર્ડન પર સનરાઈઝર્સ હૈદરાબાદની સામે પાંચમી જીત છે. હૈદરાબાદ અહિયા તેણી સામે એક પણ મેચ જીતી નથી શક્યું. KKRની આ ચાર મેચોમાં ત્રીજી જીત છે અને તે પોઈન્ટ ટેબલમાં ટોચ ઉપર પહોંચી ગયું છે. સનરાઈઝર્સ હૈદરાબાદ ચાર માંથી માત્ર બે જીત જ મેળવી શક્યું છે. લક્ષ્યાંકનો પીછો કરી રહેલ હૈદરાબાદને ડેવિડ વોર્નરની સાથે તેજ શરૂઆત અપાવ્યા પછી શિખર ધવને પઠાણની બોલમાં ગ્રેંડહોમને કેચ આપી દીધો હતો. બંનેએ પહેલી વિકેટ માટે ૪૬ રન ઉમેર્યા હતા. હજી સ્કોર ૫૯ રન ઉપર પહોંચ્યો હતો ત્યાં જ વોર્નર (૨૬ રન)ને કુલદીપની બોલિંગમાં વોક્સને કેચ આપી દીધો હતો. મોઈજેસ હેનરિકસ (૧૩ રન) એ તો વોક્સને જ રિટર્ન કેચ આપી દીધો હતો. નરેને દીપક હુડા (૧૩ રન)ને ઉથ્થપાના હાથે સ્ટમ્પ આઉટ કરાવ્યો હતો. તો યુવરાજ (૨૬ રન) વોક્સની બોલમાં કેચ આપી બેઠો હતો. બેન કટિંગ માત્ર ૧૫ રન બનાવીને ટ્રેટ બોલ્ડ નો શિકાર બન્યો હતો. વિપુલ શર્મા 21 રન અને નમન ઓઝા 11 રન બનાવીને અણનમ રહ્યા હતા. ક્રિસ વોક્સે 49 રનમાં બે વિકેટ લીધી હતી. આ અગાઉ હૈદરાબાદે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગત મેચમાં KKRને તોફાની શરૂઆત અપાવનાર નરેન આ વખતે અસફળ રહ્યા હતા અને ભુવીએ તેને ૬ રનના અંગત સ્કોરે પર બોલ્ડ કર્યો હતો. હૈદરાબાદને ભુવીએ તેણી આગળની બોલમાં સતત બીજી સફળતા મળી જાત પણ જો અમ્પાયરે ભુવીના બોલ પર વિકેટકીપર નમન ઓઝાના હાથમાં કેચ આઉટ આપ્યો હોત. રિપ્લેમાં સ્પષ્ટ દેખાતું હતું કે બોલ બેટને અડીને ગયો હતો, પરંતુ અમ્પાયર અનીલ દાંડેકરે તેને આઉટ આપ્યો ન હતો. ગત મેચમાં વિજયી ઈનિંગ રમનાર ગંભીર (૧૫ રન) આ વખતે ચાલી શક્યો ન હતો અને અફઘાની સ્પિનર રાશિદની બોલને પાછળ હટીને રમવાના ચક્કરમાં બોલ્ડ થઈ ગયો હતો. મનીષ પાંડે જ્યારે ૮ રન ઉપર હતો ત્યારે વિપુલ શર્માની બોલ પર વિકેટકીપર નમન ઓઝાએ તેના સ્ટમ્પિંગની તક ગુમાવી દીધી હતી. ઉથ્થપાએ રાશિદની બોલમાં ચોક્કા લગાવીને ફિફ્ટી પૂરી કરી હતી. તેણે ૨૭ બોલમાં બે ચોક્કા અને ચાર છક્કાની મદદથી ફિફ્ટી કરી હતી. બેન કટિંગે ઉથ્થપાને રાશિદના હાટમાં કેચ કરાવ્યો હતો. તેણે ૩૯ બોલમાં પાંચ ચોક્કા અને ચાર છક્કાની મદદથી ૬૮ રન બનાવ્યા હતા. ભુવીએ કોલિન ડી ગ્રેંડહોમને ખાતું જ ખોલવા દીધું ન હતું. યુસુફ પઠાણે 21 રન અને ક્રિસ વોક્સ એક રન બનાવીને અણનમ રહ્યા હતા. આ સિઝનમાં સૌથી વધુ વિકેટ લઈ ચૂકેલા ભુવીએ 20 રનમાં ત્રણ વિકેટ લીધી હતી.

The post IPL 2017: સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને KKR એ પોઈન્ટ ટેબલમાં ટોચ પર appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

IPL 2017: સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને KKR એ પોઈન્ટ ટેબલમાં ટોચ પર

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×