Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

આદિવાસીઓના રૂ.૧૨૩ કરોડની બાકી વસુલાત સામે દંડનીય વ્યાજને માફી: Deputy CM

Penalty Charges Of Loan Levied On Tribals Will Be Waived Off: Dy. CM

રાજ્યના Deputy CM અને નાણા મંત્રી નીતિન પટેલે ગુજરાત વિધાનસભા ગૃહમાં અંદાજપત્રના પૂરક વિનિયોગ વિધેયકને રજુ કર્યુ હતું. જે અંગે તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે આ વર્ષે અંદાજપત્રમાં અનેકવિધ યોજનાકીય જોગવાઇ કરી છે. જેમાં આદિવાસી બાંધવોના રૂ.૧૨૩ કરોડની બાકી વસુલાત સામે દંડનીય વ્યાજને માફી આપવી, હોમગાર્ડ્ઝ જવાનોના દૈનિક ફરજ ભથ્થામાં ૫૦ ટકાનો વધારો કરવો, કોલેજના અધ્યાપક સહાયકોને ૭ માં પગાર પંચ મુજબ ૨૫ હજારને બદલે હવે રૂ.૪૦,૧૭૬ આપવા, ખંડ સમયના પ્રાધ્યાપકોને મેરીટ મુજબ કાયમી કરવા, ૩૮ હજાર આશા વર્કરોના માનદ વેતનમાં વધારા સાથે ગુજરાત સરકાર ગ્રાન્ટ આપશે તેમજ વાહનોના ઉચ્ચક વેરામાં ઘટાડો કરવા સહિતના અનેક નિર્ણય લીધા છે. Deputy CM નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના ૧,૦૫,૬૮૮ આદિવાસી બાંધવોએ કૃષિ, પશુપાલન કે અન્ય સામાન્ય વ્યવસાય માટે આદિજાતિ વિકાસ કોર્પોરેશન મારફતે રૂ. ૧૪,૩૮૯ લાખની લોન ધિરાણ સહાય મેળવી હતી. પરંતુ સંજોગોવશાત કેટલાંકને આ લોન ભરપાઇ કરવામાં મુશ્કેલી પડતાં દંડ-વ્યાજની રકમનું ભારણ આવી પડ્યું હતું. જેથી રાજ્ય સરકારે વન બંધુઓના હિતમાં નિર્ણય લઇને વન ટાઇમ સેટલમેન્ટ તરીકે લોનની પૂરી રકમ ભરપાઇ કરવામાં આવે તો રૂ.૧૨૩ કરોડની બાકી વસુલાત સામે ચડેલું વ્યાજ તથા દંડનીય વ્યાજ રાજ્ય સરકાર માફ કરશે તેવી તેમણે જાહેરાત કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ૪૨૦૫૭ હોમગાર્ડ્ઝ જવાનોનું મહેકમ છે અને ગુજરાતમાં પ્રતિદીન અંદાજીત ૧૦ હજાર હોમગાર્ડ્ઝમાં જવાનો ફરજ બજાવે છે. આ જવાનોના દૈનિક ફરજ ભથ્થાના દરોમાં ૫૦ ટકા જેટલો વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. જેના પગલે હોમગાર્ડ્ઝના જવાનોને દૈનિક ફરજ ભથ્થા તરીકે જે રૂ.૨૦૦ મળે છે તેમાં રૂ.૧૦૦ નો વધારો કરી રૂ.૩૦૦ કરાશે. રાજ્યની કોલેજમાં ફરજ બજાવતાં અધ્યાપક સહાયકોને ૭ માં પગાર પંચના ધોરણે ફિક્સ પગારમાં વધારો કરવાની જાહેરાત કરતાં પટેલે જણાવ્યું હતું કે, આવા ૭૬૦ અધ્યાપક સહાયકોને જે રૂ.૨૫ હજાર મળે છે તેને ૭ માં પગાર પંચના પ્રથમ સ્ટેજ સુધી વધારો કરીને રૂ.૪૦૧૭૬ કરાશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ખંડ સમયના પ્રાધ્યાપકોને મેરીટ-સીનીયોરીટી મુજબ કાયમી કરવાનો નિર્ણય પણ રાજ્ય સરકારે લીધો છે. રાજ્યની ૩૮ હજારથી વધુ આશા વર્કરોને કેન્દ્ર સરકારના માનદ વેતનના ધોરણે આશા વર્કરોના માનદ વેતનમાં રાજ્ય સરકારનો હિસ્સો આપવાનું પણ નક્કી કર્યુ હોવાની જાહેરાત પણ Deputy CM પટેલે કરી હતી. આ પ્રસંગે પટેલે વાહનોના વેરા સંદર્ભે જણાવ્યું હતું કે, અંદાજપત્રમાં ૭૫૦૦ કિલોથી વધુ વજન ધરાવતાં વાહન માલિકો માટે ઉચ્ચક વેરો જે વાહનની વેચાણ કિંમતના ૭ ટકા લેવાનું સૂચવ્યું હતું તેને બદલે હવે આ વેરો ઘટાડીને ૬ ટકા લેવાની દરખાસ્ત કરાઇ છે. જ્યારે પ્રવાસીઓ-શાળાના વિદ્યાર્થીઓ વિગેરેના હિતમાં નિર્ણય લઇને રાજ્ય સરકારે ૬ થી ૯ બેઠકો સુધીની ટેક્સી હેબ, જીપ વિગેરે માટે ઉચ્ચક વેરો જે વેચાણ કિંમતના ૧૨ ટકા સૂચવ્યો હતો તે ઘટાડીને ૮ ટકા કરવાની જોગવાઇ કરાઈ છે.

The post આદિવાસીઓના રૂ.૧૨૩ કરોડની બાકી વસુલાત સામે દંડનીય વ્યાજને માફી: Deputy CM appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

આદિવાસીઓના રૂ.૧૨૩ કરોડની બાકી વસુલાત સામે દંડનીય વ્યાજને માફી: Deputy CM

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×