Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Triple Talaq પર સુપ્રીમ કોર્ટનું કડક વલણ, કહ્યું – ૧૧ મેના રોજ થશે સુનાવણી

નવી દિલ્હી : Triple Talaq મામલે કડક વલણ અપનાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, તેની સુનાવણી હવે બંધારણીય બેન્ચ કરશે. શીર્ષ અદાલતે કહ્યું કે, આ મામલો બહુ જ મહત્વપૂર્ણ છે તેના કારણે ગરમીની રજાઓમાં પણ આ મામલાનું સુનાવણી થશે. અદાલતે એટોર્ની જનરલની આપત્તિ પર આ ટીપ્પણી કરી છે. જનરલે કહ્યું હતું કે, ગરમીની રજાઓ પહેલા આ મામલાની સુનાવણી થવી જોઈએ. કેટલાક લોકો ગરમીની રજાઓમાં સુનાવણી વિરુદ્ધ હતા, પરંતુ કોર્ટે કહ્યું કે, જયારે અમે રજાઓમાં કામ કરી શકીએ છીએ તો તમે કેમ નહિ. જયાર બાદ કોર્ટે ૧૧ મે ની તારીખ નક્કી કરી છે. કાનુન વિરુદ્ધ છે અરજીઓ AIMPLB ના સુચન અનુસાર, ધાર્મિક દંતકથાઓ પર કરવામાં આવેલ અરજી નજીકના પક્ષ વિરુદ્ધ મૂળભૂત અધિકારોને લાગુ કરવાના પ્રયત્નો છે. પરંતુ બંધારણના અનુચ્છેદ ૧૪, ૧૫ અને ૨૧ માં આપવામાં આવેલ બંધારણીય અધિકાર વિધાયિકા અને અને વહીવટી સંદર્ભમાં લાગુ થાય છે. બોર્ડનું પણ એ જ માનવું છે કે, અરજી દાખલ કરનાર અનુચ્છેદ ૩૨ વિરુદ્ધ નિર્ણય ઈચ્છે છે. આ અનુચ્છેદ અનુસાર, નાગરીકો કે ખાનગી પક્ષો વિરુદ્ધ બંધારણીય અધિકારોનો દાવો ન કરી શકાય. મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અનુસાર, અરજીઓમાં રજુ કરવામાં આવેલ મુસ્લિમ પર્સનલ લોની જોગવાઈ ખોટી સમાજ પર આધારિત છે. AIMPLB એ માંગ્યું સાંસ્કૃતિક પ્રથાઓનું થાય સમ્માન AIMPLB એ માંગણી કરી છે કે, ટ્રિપલ તલાક પર કાનુનમાં કોઈ પણ બદલાવ ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને સંબદ્ધ સમુદાયોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને થવો જોઈએ. બીજા દેશોમાં લાગુ બદલાવને ભારતીય પરીપ્રેક્ષ્યમાં સમજ્યા - વિચાર્યા બાદ જ લાગુ કરવો જોઈએ.

The post Triple Talaq પર સુપ્રીમ કોર્ટનું કડક વલણ, કહ્યું – ૧૧ મેના રોજ થશે સુનાવણી appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Triple Talaq પર સુપ્રીમ કોર્ટનું કડક વલણ, કહ્યું – ૧૧ મેના રોજ થશે સુનાવણી

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×