Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

BS-III મોડલનાં વાહનો પર ૧૨,૫૦૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે હીરો અને હોન્ડા કંપની

Hero and Honda Offer Discounts of Up To Rs 12,500 on BS-III Models

ટુવ્હીલર્સ વાહન બનાવનાર દિગ્ગજ કંપનીઓ હીરો મોટોકોર્પ અને હોન્ડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા BS-III મોડલો પર ૧૨,૫૦૦ રૂપિયા સુધીની ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છે. આ ઓફર બીએસ ૩ મોડલનાં વાહનો પર ૧ એપ્રિલથી રોક લગાવવાના નિર્ણય બાદ આવી છે. સુપ્રીમ કોર્ટે બુધવારે જ આ વાહનોનાં મેન્યુફેક્ચરિંગ, સેલ્સ અને રજીસ્ટ્રેશન પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે. આ આદેશ બાદ કંપનીઓ પાસે સ્ટોકમાં પડેલ ૬.૭૧ લાખ ટુવ્હીલર વાહનોનું વેચાણ એક મોટી સમસ્યા બની ગઈ છે. કંપનીઓ પાસે ટુવ્હીલર વાહનો સાથે-સાથે કુલ ૮ લાખ બીએસ ૩ વાહનોને વેચવા માટે માત્ર કાલે ૩૧ માર્ચ સુધીનો જ સમય છે. તેવામાં ડીલર્સ વધારેથી વધારે ગાડીઓ વેચવાના જુગાડમાં છે. આ કડીમાં દેશમાં ટુવ્હીલર સેગ્મેન્ટમાં સૌથી આગળ હીરો મોટોકોર્પ બીએસ ૩ મોડલનાં ટુવ્હીલર વાહનો પર ૧૨,૫૦૦ રૂપિયા સુધીની છૂટ આપી રહી છે. ડીલરો મુજબ, હીરો પોતાના સ્કૂટરો પર ૧૨,૫૦૦ રૂપિયા પોતાના પ્રીમિયમ બાઈક્સ ૭,૫૦૦ રૂપિયા અને એન્ટ્રી લેવલની વધારે વેચાતી મોટરસાઈકલ પર ૫,૦૦૦ રૂપિયાની રાહત આપવાની રજૂઆત કરી રહ્યા છે. તેમજ હોન્ડા મોટરસાઈકલ અને સ્કૂટર ઇન્ડિયા (HMSI) પોતાના બીએસ ૩ સ્કૂટરો મોટરસાઈકલો પર ૧૦,૦૦૦ રૂપિયાની સીધી છૂટ આપી રહ્યું છે. બંને કંપનીઓએ કહ્યું છે કે, આ ઓફર સ્ટોક ખત્મ થવા અથવા ૩૧ માર્ચ સુધી લાગુ રહે છે. ઓટોમોબાઈલ ડીલરોનું સંઘ (ફાડા) નાં નિર્દેશક (આંતરરાષ્ટ્રીય મામલે) નિકુંજ સંઘીએ કહ્યું છે કે, 'ટુવ્હીલર ઇન્ડસ્ટ્રીઝમાં એટલા મોટા ડિસ્કાઉન્ટ્સની જાહેરાત ક્યારેય થઇ ન હતી. ' નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે ૧ એપ્રિલ,૨૦૧૭ થી બીએસ ૩ વાહનોનાં મેન્યુફેક્ચરિંગ, સેલ અથવા રજીસ્ટ્રેશન પર બુધવારે રોક લગાવી દીધી હતી. ૧ એપ્રિલથી દેશમાં માત્ર બીએસ ૪ ટુવ્હીલર બનાવવામાં અને વેચવામાં આવશે. કોર્ટનાં આ ઓર્ડરમાં ઓટોમોબાઈલ સેક્ટરને મોટો જટકો લાગી શકે છે, જેની પાસે ૮ લાખથી વધારે બીએસ ૩ વાહનોનો જુનો સ્ટોક હાજર છે.

The post BS-III મોડલનાં વાહનો પર ૧૨,૫૦૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે હીરો અને હોન્ડા કંપની appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

BS-III મોડલનાં વાહનો પર ૧૨,૫૦૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે હીરો અને હોન્ડા કંપની

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×