Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Steve Smith એ રાંચી ટેસ્ટ મેચમાં રચ્યો ઈતિહાસ

Steve Smith એ રાંચી ટેસ્ટ મેચમાં રચ્યો ઈતિહાસ

ઓસ્ટ્રેલિયન કેપ્ટન Steve Smith એ આજે ભારત સામે રાંચી ટેસ્ટમાં ઈતિહાસ રચ્યો છે. સ્ટીવન સ્મિથ હવે ભારતમાં કોઈ ટેસ્ટ ઇનિંગમાં સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન બની ગયા છે. સ્ટીવન સ્મિથે જયારે ઇશાંત શર્માના બોલ પર ચોગ્ગો લગાવતા જ પોતાના સ્કોરને ૧૩૪ પર પહોચાડ્યો, તે ભારતમાં ટેસ્ટ ઇનિંગમાં સૌથી વધુ રન બનાવનાર ઓસ્ટ્રેલિયન કેપ્ટન બની ગયા હતા. તેમને માઈકલ ક્લાર્કને પાછળ છોડ્યા, જેમણે ૨૦૧૨-૧૩ માં ચેન્નાઇ કમનસીબ રહ્યા અને બેવડી સદી પૂરી કરી શક્યા નહોતા. સ્ટીવન સ્મિથ ૩૬૧ બોલમાં ૧૭ ચોગ્ગાની મદદથી ૧૭૮ રન બનાવી અણનમ રહ્યા હતા.

સ્ટીવન સ્મિથે રાંચી ટેસ્ટ મેચમાં રચ્યો ઈતિહાસ

સ્ટીવન સ્મિથ ભારતમાં કોઈ ટેસ્ટ ઇનિંગમાં સૌથી વધુ રન બનાવવાની બાબતમાં પાંચમાં ક્રમે પહોંચી ગયા છે. આ યાદીમાં વેસ્ટ ઇન્ડીઝના ક્લાઈવ લોયડ ટોપ પર છે જેમણે મુંબઈમાં જાન્યુઆરી ૧૯૭૫ માં અણનમ ૨૪૨ રન બનાવ્યા હતા. આ યાદીમાં ત્યાર બાદ એલિસ્ટર કૂક (૧૯૦ – કોલકાતા ડિસેમ્બર ૨૦૧૨), એલ્વિન કાલીચરણ (૧૮૭ – મુંબઈ ડિસેમ્બર ૧૯૭૮) અને ઈન્ઝમામ ઉલ હક (૧૮૪ – બેંગ્લોર માર્ચ ૨૦૦૫) તેમનાથી આગળ છે.

સ્ટીવન સ્મિથે રાંચી ટેસ્ટ મેચમાં રચ્યો ઈતિહાસ

ઉલ્લેખનીય છે કે, શાનદાર સદી લગાવવાની સાથે સ્ટીવન સ્મિથે ભારતમાં એક સીરીઝમાં ૨ અથવા તેનાથી વધુ સદી લગાવનાર વિદેશી કેપ્ટનોની યાદીમાં સામેલ થઈ ગયા હતા. ભારતમાં રમાયેલી એક ટેસ્ટ સીરીઝમાં સૌથી વધુ ૩ સદી લગાવનાર કેપ્ટન એલિસ્ટર કુક રહ્યા છે. તેમને વર્ષ ૨૦૧૨-૧૩ ની સીરીઝમાં ૩ સદી લગાવી હતી. જયારે ક્લાઈવ લોયડે વર્ષ ૧૯૭૪-૭૫ અને ૧૯૮૩-૮૪ માં કેપ્ટન તરીકે બે વખત એક સીરીઝમાં ૨-૨ સદી લગાવી હતી. તેના સિવાય દુનિયાના અન્ય કોઇપણ કેપ્ટને ભારતીય ધરતી પર એક ટેસ્ટ સીરીઝમાં ૨ સદી લગાવી નથી.

The post Steve Smith એ રાંચી ટેસ્ટ મેચમાં રચ્યો ઈતિહાસ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Steve Smith એ રાંચી ટેસ્ટ મેચમાં રચ્યો ઈતિહાસ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×