Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

અમદાવાદ: સેટેલાઈટની સોસાયટીમાં દારૂની મહેફિલ પર Raid, પાંચ યુવતી સહિત ૧૪ ઝડપાયા

14 Arrested Including Five girls in a Raid Conducted by Satellite Police on Liquor Party

અમદાવાદ: ગુરુવારે મધ રાત્રે અઢી વાગ્યાના સુમારે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં પોલીસે Raid પાડીને પાંચ યુવતી સહિત ૧૪ યુવાનોને ઝડપી લીધા હતા. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સેટેલાઇટ પોલીસે મળેલી બાતમીના આધારે આઝાદ સોસાયટીમાં આવેલા શ્યામ સહજ એપાર્ટમેન્ટમાં દારૂની મહેફિલ અંગે Raid પાડી હતી. આ Raid દરમિયાન સેટેલાઈટ પોલીસ દ્વારા બિન્દાસ્ત બનીને દારૂની મહેફિલ માણી રહેલા યુવાનોને નશાની હાલતમાં ઝડપી લેવામાં આવ્યા હતા. મહેફિલ માણતા ઝડપાયેલા ૧૪ યુવાનમાં કેટલાક સ્ટુડન્ટ્સનો પણ સમાવેશ થતો હોવાનું બહાર આવ્યું છે. સેટેલાઈટ પોલીસે આ મહેફિલ પ્રકરણ અંગે વધુ તપાસ હાથ ધરી છે. સેટેલાઈટ વિસ્તારમાં એક સોસાયટીના એપાર્ટમેન્ટના ફ્લૅટમાં ચાલી રહેલી પાર્ટીની બાતમી બાદ પોલીસ ત્રાટકી સેટેલાઈટ પોલીસના જણાવ્યા મુજબ આ તમામ યુવક-યુવતીઓ CEPT યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હતા. સેટેલાઇટ પોલીસે આ ફેરવેલ કમ દારૂ પાર્ટી ઉપર દરોડો પાડીને તમામ યુવક-યુવતીઓને મહેફિલ માણતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. આ મહેફિલ પાર્ટી આંબાવાડી વિસ્તારમાં રહેતા ગુંજન મોદીના બર્થડેના માનમાં યોજવામાં આવી હતી. સેટેલાઈટ પોલીસે બાતમીને આધારે Raid કરીને આ દારૂની મહેફિલ ઝડપી પાડી હતી. આ તમામ યુવક-યુવતીઓને સેટેલાઇટ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી દારૂની ત્રણ બોટલો કબજે કરી છે. રાતના અઢી વાગે પકડાયા બાદ સવારે પણ આરોપી યુવક-યુવતીઓના મોઢામાંથી દુર્ગંધ આવતી હતી. જેના કારણે તેમણે ખૂબ દારૂ પીધો હોય તેવું લાગી રહ્યું છે. ફેરવેલ-કમ-બર્થ ડે પાર્ટીમાં દારુની મહેફિલ માણતા પકડાયેલા આરોપીઓમાં ગુંજન નિરાજભાઈ મોદી (શ્યામ સહજ, સેટેલાઇટ), મૌનીશ ઝવેરી (પાલડી), હર્ષ પરમાર (ચાંદખેડા), દ્વિજ હીરાપરા (નવરંગપુરા), કરણ મકવાણા (વિજય ચાર રસ્તા), સિદ્ધાર્થ સિરિયાક (વિજય ચાર રસ્તા), સ્મિત મોદી (શ્યામ કુંજ, સેટેલાઇટ), ભારત ટિલકારા (નવરંગપુરા), રાહુલ શિવરામ, ઝીનલ આર્ય, વૃષ્ટિ કોઠી (મીઠાખળી), વૈદેહી કાનારા (ગુરુકુલ), નિલોષા દવે (બોપલ આંબલી), બાગેશ્રી ઠાકર (નવરંગપુરા) વગેરે સામેલ હોવાનું પોલીસે જણાવ્યું હતું. હવે આ કેસમાં પોલીસ ફરિયાદ નોંધી યુવક-યુવતીઓને મેડિકલ માટે મોકલી આપવામાં આવ્યા છે.

The post અમદાવાદ: સેટેલાઈટની સોસાયટીમાં દારૂની મહેફિલ પર Raid, પાંચ યુવતી સહિત ૧૪ ઝડપાયા appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

અમદાવાદ: સેટેલાઈટની સોસાયટીમાં દારૂની મહેફિલ પર Raid, પાંચ યુવતી સહિત ૧૪ ઝડપાયા

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×