Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ખેડૂતે માંગ્યું જમીનનું વળતર, તો કોર્ટે બનાવી દીધા સ્ટેશન અનેTrain નાં માલિક

A Farmer Asked Compensation For Land Acquisition Received A Train

રેલ્વે દ્વારા લેવામાં આવેલ જમીનનાં વળતરમાં લુધિયાણાની જીલ્લા અદાલતે અજીબો-ગરીબ ચુકાદો સંભળાવ્યો છે. અદાલતે તે ખેડૂતને Train નાં માલિક બનાવી દીધા છે. પોતાના ચુકાદામાં સ્વર્ણ શતાબ્દી એક્સપ્રેસ અને લુધિયાણા સ્ટેશનને પીડિત ખેડૂત સંપૂર્ણ સિંહને આપવાનું કહ્યું છે. તેની સાથે જ ખેડૂતની અપીલ પર અદાલતે લુધિયાણા સ્ટેશન અને સ્વર્ણ શતાબ્દી એક્સપ્રેસની સાથે જોડાયેલ સંપત્તિનો આદેશ પણ આપ્યો છે. નોંધનીય છે કે, લુધિયાણાની જીલ્લા અદાલતે જે ચુકાદો આપ્યો છે તે વર્ષ ૨૦૦૭ માં લુધિયાણા-ચંડીગઢ રેલ્વે લાઈનનાં નિર્માણનું છે. તેના માટે લેવામાં આવતી જમીનનું વળતર ૨૫ લાખ રૂપિયા પ્રતિ એકડનાં દરથી આપવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ તેને વધારીને ૫૦ લાખ રૂપિયા પ્રતિ એકડ કરી દીધી હતી. આ હિસાબે સંપૂર્ણ સિંહનું વળતર ૧ કરોડ ૪૭ લાખ થતા હતા, પરંતુ રેલ્વેએ તેને માત્ર ૪૨ લાખ રૂપિયાની ચુકવણી કરી. રેલ્વે દ્વારા આપવામાં આવતા વળતર વિરુદ્ધ જમીન માલિક સંપૂર્ણ સિંહે વર્ષ ૨૦૧૨ માં અદાલતનો દરવાજો ખખડાવ્યો હતો. ઘણી બધી સુનવણી બાદ વર્ષ ૨૦૧૫ માં તેનો નિર્ણય આવી ગયો. અદાલતે રેલ્વેથી ખેડૂતને વધેલા દરનાં હિસાબે ચુકવણી કરવાનો આદેશ આપ્યો, પરંતુ રેલ્વેએ તેમ છતાં ચુકવણી નથી કરી. ત્યાર બાદ ખેડૂત સંપૂર્ણ સિંહ બીજી કોર્ટમાં ગયા. આ વખતે લુધિયાણા જીલ્લા અને સત્ર ન્યાયાધિશે જે ચુકાદો આપ્યો તેને સાંભળીને બધા આશ્ચર્યચકિત થઇ ગયા હતા. આશ્ચર્ય તો ખુદ સંપૂર્ણ સિંહને પણ થયો હતો, પરંતુ અદાલતનાં આદેશ બાદ તેઓ સ્વર્ણ શતાબ્દી એક્સપ્રેસ અને લુધિયાણાનાં માલિક બની ગયા છે. આ આદેશ બાદ ખેડૂત શતાબ્દી પર કબજો હાંસલ કરવા માટે વકીલ સાથે લુધિયાણા સ્ટેશન પહોંચી ગયા. તેમને અદાલતનાં આદેશ પત્ર રેલ ડ્રાઈવરને સોંપ્યો. રેલ્વે સેક્શન એન્જિનીયરે ખેડૂત દ્વારા રેલ્વેને કબજામાં લેવાથી રોકી દીધા અને જણાવ્યું કે, ટ્રેન કોર્ટની સંપત્તિ છે. સ્વર્ણ શતાબ્દી એક્સપ્રેસનાં ડ્રાઈવરને નોટીસ આપ્યા બાદ રેલ પર પણ નોટીસ આપી દીધી હતી. હવે તે ખેડૂતનાં વકીલનુ કહેવું છે કે, જોઈ રેલ્વેએ હવે વળતર ન આપ્યું તો તેઓ અદાલતને તેની સાથે જોડાયેલ રેલ્વેની સંપત્તિની હરાજીની ભલામણ કરશે.

The post ખેડૂતે માંગ્યું જમીનનું વળતર, તો કોર્ટે બનાવી દીધા સ્ટેશન અનેTrain નાં માલિક appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

ખેડૂતે માંગ્યું જમીનનું વળતર, તો કોર્ટે બનાવી દીધા સ્ટેશન અનેTrain નાં માલિક

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×