Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Ranchi Test : બીજા દિવસના અંતે ભારતની મજબુત શરૂઆત

India એ આજે ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ઓસ્ટ્રેલિયા સામે લોકેશ રાહુલની મુલ્યવાન વિકેટ ગુમાવી દીધી છે. ભારતે બીજા દિવસની સ્માપ્તીએ પ્રથમ ઇનિંગમાં ૪૦ ઓવરમાં ૧ વિકેટ ગુમાવીને ૧૨૦ રન બનાવી લીધા છે. મુરલી વિજય ૪૨ અને ચેતેશ્વર પુજારા ૧૦ રન બનાવીને ક્રીઝ પર છે. ભારત હજુ પણ મેહમાન ટીમની પ્રથમ ઇનિંગના સ્કોરથી ૩૩૧ રન પાછળ છે જયારે તેમની ૯ વિકેટ બાકી છે. આ અગાઉ ઓસ્ટ્રેલિયાએ સ્ટીવન સ્મિથના અણનમ ૧૭૮ રનની મદદથી પ્રથમ ઇનિંગમાં ૪૫૧ રન બનાવ્યા હતા. લોકેશ રાહુલે મુરલી વિજય સાથે મળીને ભારતને સારી શરૂઆત અપાવી હતી. લોકેશ રાહુલે જોરદાર બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી. તે પેટ કમિન્સની શોર્ટ પીચ બાઉન્સર પર ગ્લોબઝ બોલ દુર રાખી શક્યા નહિ અને વિકેટકીપર મેથ્યુ વેડને સરળ કેચ આપી બેઠા હતા. તેમને ૯ ચોગ્ગાની મદદથી ૬૭ રન બનાવ્યા હતા. ત્યાર બાદ મુરલી વિજય અને ચેતેશ્વર પુજારાએ ભારતને કોઈ વધુ જટકો લાગવા દીધો ન હતો. આ અગાઉ સવારે ઓસ્ટ્રેલિયાએ ૨૯૯/૪ થી આગળ રમવાનું શરૂ કર્યું હતું. સ્ટીવન સ્મિથ અને ગ્લેન મેકસવેલે ઝડપી રન બનાવ્યા હતા. ગ્લેન મેક્સવેલે ઉમેશ યાદવની બોલ પર ચોગ્ગો લગાવી ટેસ્ટની પ્રથમ સદી પૂરી કરી હતી. તેમને તેના માટે ૧૮૦ બોલનો સામનો કરી ૯ ચોગ્ગા અને ૨ સિક્સર લગાવી હતી. આ અગાઉ ગ્લેન મેક્સવેલનો ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સ્કોર ૩૭ રન હતો. ગ્લેન મેક્સવેલ ૧૦૪ રન બ બનાવીને જાડેજાની બોલિંગ પર આઉટ થઈ ગયા હતા. તેમને ૧૮૫ બોલનો સામનો કરી ૯ ચોગ્ગા અને ૨ સિક્સર લગાવી હતી. ગ્લેન મેકસવેલ અને સ્મિથે પાંચમી વિકેટ માટે ૧૯૧ રનની ભાગીદારી કરી હતી. ત્યાર બાદ જાડેજાએ કાંગારૂ ટીમની એક જ ઓવરમાં બે વિકેટ લીધી હતી. જાડેજાએ મેથ્યુ વેડને વિકેટકીપર રીદ્ધિમાન સાહાના હાથે કેચ આઉટ કરાવ્યા હતા. મેથ્યુ વેડે સ્મિથ સાથે છઠ્ઠી વિકેટ માટે મહત્વપૂર્ણ ૬૪ રન જોડ્યા હતા. જાડેજાએ ત્યાર બાદ પેટ કમિન્સને ૦ રને બોલ્ડ કર્યા હતા. સ્મિથે અશ્વિનની બોલ પર એક રન લઈને ૧૫૦ રન પુરા કર્યા હતા. તેમને આ સિદ્ધીએ પહોચવા માટે ૩૧૫ બોલનો સામનો કર્યો અને ૧૬ ચોગ્ગા લગાવ્યા હતા. ત્યાર બાદ સ્મિથને સ્ટીવ ઓ કેફીનો સાથ મળ્યો અને બંનેએ આઠમી વિકેટ માટે ૫૧ રન જોડ્યા હતા. ઓકેફીને ઉમેશ યાદવ આઉટ કર્યા હતા. જાડેજાએ નાથન લિયોને શોર્ટ પોઈન્ટ પર કરૂણ નાયરને હાથે કેચ આઉટ કરી પાંચમો શિકાર કર્યો હતો. તેમને આઠમી વખત ઇનિંગમાં ૫ વિકેટ લીધી હતી. ત્યાર બાદ જોસ હેઝલવુડના રન આઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયાની ઇનિંગ ૪૫૧ રને સમાપ્ત થઈ ગઈ હતી. કેપ્ટન સ્ટીવન સ્મિથ ૩૬૧ બોલમાં ૧૭ ચોગ્ગાની મદદથી ૧૭૮ રન બનાવી અણનમ રહ્યા હતા. તે ઓસ્ટ્રેલિયા તરફથી ભારતમાં સૌથી વધુ રન બનાવનાર ઓસ્ટ્રેલિયન કેપ્ટન બની ગયા છે. જાડેજાએ ૧૨૪ રનમાં ૫ વિકેટ લીધી હતી. ઉમેશ યાદવે ૧૦૬ રનમાં ૩ વિકેટ લીધી હતી.  

The post Ranchi Test : બીજા દિવસના અંતે ભારતની મજબુત શરૂઆત appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Ranchi Test : બીજા દિવસના અંતે ભારતની મજબુત શરૂઆત

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×