Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

‘Sauni’ Project સાથે સૌરાષ્ટ્ર બનશે સોનાવરણું: બીજા તબક્કા માટે રૂ.૧૬૯૮ કરોડની ફાળવણી

Saurashtra will wind up with a 'Sauni' Project: Rs.1698 crore for the second phase

રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર વિસ્તાર માટે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઇ યોજના એટલે કે, સૌની યોજના દ્વારા નર્મદા નદીના વહી જતા એક મીલીયન એકર ફીટ પાણીને સૌરાષ્ટ્રના જળાશયો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય ઉપાડ્યું છે. વિધાનસભા ગૃહમાં જળસંપત્તિ પ્રભાગની બજેટલક્ષી માંગણીની ચર્ચાનો જવાબ આપતા મંત્રી નાનુભાઇ વાનાણીએ જણાવ્યું હતું કે, આ યોજનાનો પ્રથમ ભાગ પૂર્ણતાના આરે છે. પ્રથમ તબક્કાના લીંક-૧ના કામોનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું હતું. આ યોજનાના પ્રથમ તબક્કાના કામોના લીધે સૌરાષ્ટ્રના ૬ જિલ્લાના ૧૬ જળાશયોમાં પાણી આપી શકાયું છે અને લગતગ ૬૮ હજાર હેકટર વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદ્રઢ થઇ છે. રાજકોટ શહેરનો પાણીનો પ્રશ્ન હલ થશે વાનાણીએ જણાવ્યું હતું કે, આ યોજનાને આગળ ધપાવતા સૌની યોજના ('Sauni' Project)ના બીજા તબક્કામાં મચ્છુ-૧ થી આજી-૧ પેકેજની કામગીરી અગ્રતા ધોરણે શરૂ કરી દેવામાં આવેલ છે. જેના કારણે આજી-૧ ડેમ મારફતે રાજકોટ શહેરનો પીવાના પાણીનો પ્રશ્ન મહદ અંશે હલ થશે. આજી-૧, ડેમી-૧, લાલપરી, ભીમડાદ અને આંકડીયા જળાશયો આ કામગીરી હેઠળ આગામી વર્ષે ભરવામાં આવશે. ૧૦ જિલ્લાના ૬૧ જળાશયોના ૧.૯૦ લાખ હેકટર વિસ્તારમાં સિંચાઇ સુવિધા આ ઉપરાંત વાનાણીએ જણાવ્યું હતું કે, સૌની યોજના('Sauni' Project)ના તબક્કા-રના બાકી ૧૧ પેકેજની કામગીરી માટે ટેન્ડરો મંગાવવામાં આવ્યા છે. જેના માટે રૂ.૧૬૯૮ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેનાથી સૌરાષ્ટ્ર વિસ્તારના ૧૦ જિલ્લાના ૬૧ જળાશયોના ૧.૦૦ લાખ હેકટર વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદ્રઢ બનશે. બીજા તબક્કાની કામગીરી માટે કુલ રૂ.૬૨૨૫ કરોડના કામો હાથ ધરાશે, તેમ પણ વાનાણીએ જણાવ્યું હતું. નવ મધ્યમ અને બે નાની સિંચાઇ યોજનાઓ માટે રૂ.૪૮ કરોડની ફાળવણી વાનાણીએ જણાવ્યું હતું કે, આ ઉપરાંત રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર વિસ્તારની પ્રગતિ હેઠળની નવ મધ્યમ સિંચાઇ અને બે નાની સિંચાઇ યોજનાઓ માટે રૂ.૪૮ કરોડની ફાળવણી બજેટમાં કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રના જામનગર જિલ્લામાં આરી-૪, ઉન્ડ-ર અને ડેમી-૩, રાજકોટ જિલ્લાના ભાદર-ર, જૂનાગઢ જિલ્લાના ઓઝત-ર, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીનો ભોગાવો-ર પોરબંદરનો રાણા ખીરસરા, મોરબીનો મચ્છુ-૩, દેવભૂમિ દ્વારકાના વર્તુ-ર અને ભાવનગર જિલ્લાના ઉતાવળી, ગુંદા જળાશયનો સમાવેશ થાય છે. આ સિંચાઇ યોજનાઓના કારણે ૪૬,૩૯૯ હેકટર વિસ્તારમાં સિંચાઇનો લાભ થશે.

The post ‘Sauni’ Project સાથે સૌરાષ્ટ્ર બનશે સોનાવરણું: બીજા તબક્કા માટે રૂ.૧૬૯૮ કરોડની ફાળવણી appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

‘Sauni’ Project સાથે સૌરાષ્ટ્ર બનશે સોનાવરણું: બીજા તબક્કા માટે રૂ.૧૬૯૮ કરોડની ફાળવણી

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×