Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

UP માં મુખ્યમંત્રીના શપથ ૧૯ માર્ચે યોજાશે, પીએમ મોદી અને અમિત શાહ રહેશે હાજર

UP ની વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમત મેળવ્યા બાદ ભાજપ હજુ સુધી મુખ્યમંત્રી પદનો નિર્ણય નથી લઇ શકી. જો કે, હવે સમાચાર છે કે, શનિવારે લખનૌમાં થનાર ભાજપ ધારાસભ્યોની બેઠક બાદ UP ના આગામી મુખ્યમંત્રીના નામ પરથી પડદો ઉઠી જશે. સુત્રોના જણાવ્યા અનુસાર, ૧૯ માર્ચે સાથે ૫ વાગે શપથગ્રહણ થશે. આ સમારોહ માટે સ્મૃતિ ઉપવનમાં આયોજિત કરવામાં આવ્યો છે. જો કે, હજુ સુધી તેની પુષ્ટિ કરવામાં નથી આવી. આ કાર્યક્રમમાં ભાજપના હજારો કાર્યકર્તાઓ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપના અધ્યક્ષ અમિત શાહ ઉપરાંત અનેક VVIP હાજર રહેવાના હોવાથી તેને અનુરૂપ તૈયારીઓ કરવા માટે મુખ્ય સચિવ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો છે. મને નથી ખબર કોણ છે રેસમાં : મનોજ સિન્હા આ દરમિયાન સીએમની રેસમાં સૌથી આગળ જઈ રહેલ કેન્દ્રીય મંત્રી મનોજ સિન્હાએ કહ્યું છે કે, હું રેસમાં નથી અને કોણ રેસમાં છે તેના વિષે મને જાણકારી પણ નથી. નોંધનીય છે કે, યુપીમાં પ્રચંડ બહુમત બાદ BJP અહિયાં મુખ્યમંત્રી પદ માટે નામ નક્કી નથી કરી શકી. BJP અહિયાં કઇક વધારે જ સતર્કતા રાખી રહી હોય તેવું જણાઈ રહ્યું છે અને પાર્ટી સાથે જોડાયેલ સુત્રોનું માનીએ તો તેની પાછળ કઈક ખાસ કારણ છે. ભાજપના સુત્રોનું કહેવું છે કે, જ્યાં સુધી ઉત્તર પ્રદેશની વાત છે, તો પાર્ટી અહિયાં કોઈ પણ ખોટું કદમ ઉઠાવવા નથી ઇચ્છતી. પાર્ટી પર્યવેક્ષકમાં બહુ જ સંભાળીને કદમ ઉઠાવવામાં આવી રહ્યા છે. ઘણા ધારાસભ્યોને દિલ્હી પણ બોલાવવામાં આવ્યા છે, કેમ કે તેમની સાથે યુપીમાં સીએમ ઉમેદવાર વધુ આગળની રણનીતિ પર ચર્ચા કરી શકાય. યુપીના આગામી મુખ્યમંત્રી પસંદ કરતી વખતે ભાજપના તે જાતી સમીકરણ પર પણ ખાસ ધ્યાન છે, જેને સાધીને અમિત શાહે પાર્ટીને પ્રચંડ બહુમત તરફ પહોચાડ્યા છે. જો કે, વિધાનસભા ચૂંટણીમાં આ પ્રચંડ જીત બાદ ૨૦૧૯ ની સામાન્ય ચૂંટણી પર પણ ભાજપની નજરની ચર્ચા છે. હવે પાર્ટી નેતૃત્વને એ પણ લાગે છે કે આ પ્રચંડ જીતે ભાજપ માટે નવો પડકાર ફેંક્યો છે. કેશવ પ્રસાદ મૌર્યએ એક ટ્વીટમાં જણાવ્યું છે કે, શનિવારે ભાજપ ધારાસભ્ય દળની બેઠક થશે, જેમાં નેતાની ચૂંટણી થશે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, દરેક માનનીય ધારાસભ્ય ૨ વાગ્યા સુધી લખનૌ પહોચી જશે અને સાંજે 4 વાગ્યાથી બેઠક શરુ થશે.

The post UP માં મુખ્યમંત્રીના શપથ ૧૯ માર્ચે યોજાશે, પીએમ મોદી અને અમિત શાહ રહેશે હાજર appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

UP માં મુખ્યમંત્રીના શપથ ૧૯ માર્ચે યોજાશે, પીએમ મોદી અને અમિત શાહ રહેશે હાજર

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×