Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

અક્ષયકુમારે સુકમા Attack ના શહીદોની માટે આપ્યા રૂ. ૧.૦૮ કરોડ

Akshay Kumar has given Rs 10.8 million for Martyr's family of Sukma Attack

ફિલ્મ અભિનેતા અક્ષયકુમારે સુકમા Attack માં સીઆરપીએફના જવાનોના પરિવારજનોની મદદ માટે રૂ. એક કરોડ આઠ લાખ રૂપિયા સહાય સ્વરૂપે આપ્યા છે. ગત તા. 11 માર્ચના રોજ છત્તીસગઢના સુકમામાં થયેલા નક્સલી હુમલા (Attack)માં ૧૨ જવાન શહીદ થયા હતા. અક્ષયકુમારે આ મામલા અંગેની જાણકારી ડીઆઈજી અમિત લોઢાની પાસેથી મેળવી હતી. અને શહીદોના પરિવારની માહિતી મેળવી હતી. આ માહિતી મેળવ્યા પછી અક્ષયકુમારે સુકમા હુમલાના શહીદોના પરિવારને મદદ કરવાનો નિર્ણય કર્યો હતો. જેના ભાગરૂપે શહીદોના પરિવારજનોની મદદ માટે એક કરોડ આઠ લાખ રૂપિયા સહાયસ્વરૂપે આપ્યા છે. ગુરુવારે સીઆરપીએફ નવી દિલ્હીના જનસંપર્ક અધિકારીએ આ માહિતી આપી હતી. જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે અક્ષયકુમારે સુકમા હુમલાના શહીદો પરિવાર દિઠ નવ-નવ લાખ રૂપિયા આપ્યા છે. સીઆરપીએફ અધિકારીઓએ કહ્યું હતું કે અક્ષયકુમારે શહીદોના પરિવારોની આર્થિક મદદ કરીને દેશભક્તિ અને દેશપ્રેમની ભાવના વ્યક્ત કરી છે. જાણવા જેવું છે કે 11 માર્ચના રોજ સીઆરપીએફની રોડ ઓપનિંગ પાર્ટી પર નક્સલીઓએ એમ્બુશ લગાવીને હુમલો કર્યો હતો. જેમાં ૧૨ જવાનના મોત નીપજ્યા હતા. જયારે બે જવાન ઘાયલ થયા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે ગત વર્ષે નવેમ્બર માસમાં આસામમાં થયેલા હુમલામાં શહીદ થયેલા એક જવાનના પરિવારને પણ અક્ષયકુમારે ૯ લાખ રૂપિયાની મદદ કરી હતી.

The post અક્ષયકુમારે સુકમા Attack ના શહીદોની માટે આપ્યા રૂ. ૧.૦૮ કરોડ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

અક્ષયકુમારે સુકમા Attack ના શહીદોની માટે આપ્યા રૂ. ૧.૦૮ કરોડ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×