Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Health Tips : જાણો શિયાળામાં હળદરથી થતા ફાયદા

Health Tips : હળદર હાર્ટ અટેક અટકાવવામા ખૂબ જ ઉપયોગી ભોજનને વધુ મસાલેદાર અને રંગ આપવા માટે ઉપયોગ કરવામાં આવતી હળદર હાર્ટ અટેક જેવી તકલીફથી બચાવવા માટે ઉપયોગી છે. ભોજનને સ્વાદિષ્ટ બનાવવા અને ખૂબસુરતીને વધારવા માટે ઉપયોગ કરવામાં આવતી હળદરના અન્ય ઘણા ફાયદોઓ પણ છે. હૃદયરોગના દર્દીઓ માટે હળદર ફાયદાકારક થાઈલેન્ડમાં તાજેતરમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બાઈપાસ સર્જરી કરાવી ચુકેલી હૃદયરોગના દર્દીઓ માટે હળદર ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. અને હાર્ટ અટેકથી બચાવી શકે છે. બાઈપાસ સર્જરી દરમિયાન લોહીના પ્રવાહની અછતના કારણે ઘણી તકલીફ થાય છે. આનાથી હૃદયની પેશીઓ નબળી પડી જાય છે. આનીથી હાર્ટ અટેકની શંકા વધી જાય છે. હળદરમાં અનેક તત્વો છે જે આ ખતરાનો સામનો કરવામાં ઉપયોગી છે. હળદરની કેપ્સુલ લેનારાઓમાં હાર્ટ અટેકનો ખતરો ૬૫ ટકા ઘટયો અમેરિકાના હ્યુસ્ટનમાં સ્થિત એન્ડરશન કેન્સર રિસર્ચ સેન્ટર દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં ઘણા પરિણામ જાણવા મળ્યા છે. આ શોધમાં જાણવા મળ્યું છે કે હળદર હાર્ટ અટેકથી બચાવવામાં ઉપયોગી છે. અભ્યાસના ભાગરૂપે થાઈલેન્ડમાં બાઈપાસ સર્જરી કરાવી ચુકેલા ઘણા દર્દીઓએ ભાગ લીધો હતો. અભ્યાસના ભાગરૂપે અડધાથી વધુ લોકોને દિવસમાં ચાર વખત હળદરના તત્વો ધરાવતા કેપ્સુલ આપવામાં આવ્યા હતા. જયારે અન્ય લોકોને બીજી દવાઓ આપવામાં આવી હતી. થોડાક દિવસ સુધી આ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી હતી. અમેરિકન જરનલ દ કાર્ડીઓલોજીમા આ શોધના પરિણામ રજુ કરવામાં આવ્યા હતા.એમા જાણવા મળ્યું કે હળદરના કેપ્સુલ લેનાર લોકોમાં હાર્ટ અટેકની આશંકા ઓછી હતી. આમા એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે હળદરના કેપ્સુલ લેનારાઓમાં હાર્ટ અટેકનો ખતરો ૬૫ ટકા ઘટી ગયો હતો. હળદર વાળું દૂધ પણ છે ગુણકારી દૂધ અને હળદર બન્ને જ આરોગ્ય માટે ખૂબ જ લાભકારી છે.પરંતુ આ બન્નેને એકસાથે લેવામાં આવે તો તેનો લાભ બમણો થઈ જાય છે. હળદર એંટીબાયોટિક હોય છે તો બીજી બાજુ દૂધમાં ભરપૂર કેલ્શિયમ હોય છે. આવો જાણીએ ગરમ દૂધમાં હળદર નાખી પીવાના શું ફાયદા થાય છે. ઘામાં રાહત જો તમને વાગ્યુ હોય તો હળદરવાળું દૂધ તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. આ દુ:ખાવામાં પેન કિલરનું કામ કરે છે અને ઘા માં રાહત આપે છે. હાડકા મજબૂત કરવામાં સહાયક દૂધમાં કેલ્શિયમ હોય છે અને હળદરમાં એંટીઆક્સીડેંટ ,આથી હળદરવાળું દૂધ પીવાથી હાડકા મજબૂત થાય છે અને શરીરની પ્રતિરોધક ક્ષમતા પણ વધે છે. જાડાપણું ઓછા કરવામાં ફાયદાકારક હળદર વાળું દૂધથી શરીરમાં રહેલી વધારાની ચરબી ઓછી થાય છે. એમાં રહેલા પોષક તત્વ વજન ઘટાડવામાં મદદ કરે છે. ઉંઘ જો તમને ઉંઘ ના આવતી હોય કે ઠીકથી ઉંઘી ન આવતી હોય તો સૂવાના અડધા કલાક પહેલાં હળદરવાળું દૂધ પીવો. આ તમને સારી ઉંઘ આપશે અને ઉંઘ ન આવવાની સમસ્યા પણ દૂર થશે. કૈંસર અને ગઠિયા હળદરનું દૂધ કૈસરથી બચાવ કરે છે. આથી બ્રેસ્ટ ,સ્કિન ,લંગ પ્રોસ્ટેટ કૈંસરનું જોખમ ઓછુ થઈ જાય છે. કૈસર સિવાય ગઠિયા રોગમાં પણ રાહત આપે છે. હળદરનું દૂધ સાંધા અને માંસપેશિયોને લચીલો બનાવે છે. જેથી દુ:ખાવો ઓછો થાય છે. લોહી સ્વચ્છ હળદરવાળા દૂધથી લોહીમાં રહેલી અશુદ્ધિયોને દૂર કરી શકાય છે. આથી બ્લ્ડ સર્ક્યુલેશન ઝડપી થાય છે. જેથી દુખાવામાં રાહત મળે છે.

The post Health Tips : જાણો શિયાળામાં હળદરથી થતા ફાયદા appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Health Tips : જાણો શિયાળામાં હળદરથી થતા ફાયદા

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×