Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

RBI એ જણાવ્યું, નવી ૨,૦૦૦ રૂપિયાની નોટ છાપવામાં થાય છે આટલો ખર્ચ..

8 નવેમ્બરે નોટબંધીનાં આદેશ બાદથી જ દેશભરમાં બેંકો અને અનેક સંસ્થાઓમાં ૫૦૦ અને ૧,૦૦૦ રૂપિયાની પ્રતિબંધિત કરન્સી જમા થવા લાગી હતી. ૮ નવેમ્બરની રાત્રે ૧૨ વાગ્યા સુધી ૫૦૦ અને ૧,૦૦૦ રૂપિયાની કરન્સીનું માર્કેટ રેટ તેની ફેસવેલ્યૂ જેટલી હતી. પરંતુ હવે બેંકોમાં જમા થયેલ કરન્સીની કિંમત ચૂરન નોટ જેટલી થઇ ગઈ છે. RBI માટે જૂની કરન્સી જો ૨ થી ૩ રૂપિયા બરાબર હતી તો નવી જારી થયેલ ૨,૦૦૦ રૂપિયાની કરન્સીની કિંમત પણ ચૂરન નોટની કિંમત જેટલી જ છે. આ રીતે વધ-ઘટ થાય છે કરન્સી વેલ્યૂ નાણાંકીય મંત્રી અરુણ જેટલી મુજબ હાલનાં સમયમાં બેંકોમાં પડેલી પ્રતિબંધિત કરન્સીમાં ૫૦૦ રૂપિયા પ્રતિ નોટ ૨.૮૭ રૂપિયાથી લઈને ૩.૦૯ રૂપિયા સુધી છે. તેમજ પ્રતિ બંધિત ૧,૦૦૦ રૂપિયાની કરન્સી ૩.૩૪ રૂપિયાથી લઈને ૩.૭૭ રૂપિયા માત્ર છે. નોટની કિંમતમાં આ સીમા તેનાં પ્રિન્ટીંગનું વર્ષ, ડિઝાઈન, પ્રિન્ટ કરવામાં આવેલ મશીનની ઉંમર અને પ્રિન્ટ કરનાર કર્મચારીની સ્કીલ પર નિર્ભર છે. અરુણ જેટલીએ લોકસભામાં જણાવ્યું હતું કે, નોટબંધી બાદ બજારમાં ઉતારવામાં આવેલ ૨,૦૦૦ રૂપિયાની નવી કરન્સીની કિંમત જૂની ૧,૦૦૦ રૂપિયાની કરન્સી બરાબર છે. કરન્સીની કોસ્ટિંગ વિશે જણાવતા અરુણ જેટલીએ કહ્યું હતું કે, કરન્સીની કિંમત આંકવા માટે તેમાં મટીરીયલ અને લેબર કોસ્ટ પર નિર્ભર છે. નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું છે કે, ૮ નવેમ્બરે નોટબંધીનાં નિર્ણય બાદથી લગભગ ૧૨ લાખ નવી કરન્સી નોટ રીઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવી ચુકી છે. લોકસભામાં એક સવાલનાં જવાબમાં જેટલીએ જણાવ્યું છે કે, રીઝર્વ બેંકનાં આંકડા મુજબ ૨૪ ફેબ્રુઆરી સુધી ૧૧ લાખ ૬૪ હજાર નવી કરન્સીથી વધારે ઉતારવામાં આવી ચુકી છે. નોટબંધીનાં ડિસેમ્બરમાં ૫,૦૦૦ કરોડ વધી સરકારની આવક નાણામંત્રી અરુણ જેટલીએ સદનમાં તે પણ જણાવ્યું હતું કે, ૮ નવેમ્બરે લાગુ કરવામાં આવેલ નોટબંધી બાદ ડિસેમ્બર ૨૦૧૬ નાં મહેસૂલમાં લગભગ ૫૦,૦૦૦ કરોડ રૂપિયાનો વધારો થયો છે. નોંધનીય છે કે, કેન્દ્ર સરકાર મુજબ ડિસેમ્બર ૨૦૧૬ માં સરકારની નેટ ડાયરેક્ટ ટેક્સ વસૂલી ૧,૪૦,૮૨૪ કરોડ રૂપિયા રહી છે. તેમજ એક વર્ષ પહેલા ડિસેમ્બર ૨૦૧૫ માં આ વસૂલી ૧,૩૫,૬૬૦૨ કરોડ રૂપિયા હતી.

The post RBI એ જણાવ્યું, નવી ૨,૦૦૦ રૂપિયાની નોટ છાપવામાં થાય છે આટલો ખર્ચ.. appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

RBI એ જણાવ્યું, નવી ૨,૦૦૦ રૂપિયાની નોટ છાપવામાં થાય છે આટલો ખર્ચ..

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×