Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Veena Malik એ તલાકને લઈને કર્યો આ ચોંકાવનારો ખુલાસો!

Veena Malik

મેરેજના ત્રણ વર્ષ પછી 'બિગબોસ' ની એક્સ કન્ટેસ્ટંટ અને પાકિસ્તાની એક્ટ્રેસ Veena Malik તેના પતિ અશદ બશીર ખાનથી અલગ થઇ ગઈ છે. તાજેતરમાં બંનેના તલાક થયા છે. તલાક બાદ Veena Malik એ તે વિશે ખુલાસો કર્યો છે. તેણે તેના પતિ પર ગંભીર આરોપ લગાવ્યો છે. વીણાનું કહેવું છે કે, અસદે તેની સાથે મારપીટ કરી હતી અને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો છે. જેના કારણે તેણે તલાક લીધા છે. વીણાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં તેના તલાક વિશે ખુલાસા કર્યા છે. વીણાએ કહ્યું કે, લોકો કહે છે કે, મેં પૈસા માટે મેરેજ કર્યા હતા. આજે અસદની પાસે પૈસા ખતમ થઇ ગયા છે તો હું તલાક લઇ રહી છુ. જો કે, વાત કંઈક બીજી છે. તમને જણાવી દઈએ કે, અસદ સમાધાન માટે પૂરતા પ્રયત્ન કરી રહ્યા છે. તો બીજી તરફ વીણાએ તેના માટે સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની એક્ટ્રેસ વીણા માલિકે તેના પતિ અસદ બશીર ખાનથી 'ખુલા' એટલે કે તલાક લીધા છે. ઇસ્લામી કાનૂન મુજબ,મહિલા જ્યારે પોતે તલાક લેવા માંગતી હોય તો તેણે તલાક માટે અરજી કરવી પડે છે. પાકિસ્તાની મીડિયા મુજબ, વીણા મલિકના વકીલ અલી અહેમદે તેની પુષ્ટિ કરી દીધી છે. તેમણે જણાવ્યું કે, વીણાનું તલાક માટે આવેદન કર્યા પછી આ વર્ષે 31 જાન્યુઆરીએ સ્થાનિક પારિવારિક કોર્ટે આ વિશે આદેશ આપી દીધો છે. જો કે, તેમણે આ વિશે કોઈ અન્ય માહિતી આપવાનો ઇનકાર કરી દીધો છે. વીણા અને અસદના મેરેજ ૨૫ ડિસેમ્બર,૨૦૧૩ ના રોજ થયા હતા અને તેને બે બાળકો પણ છે. વીણા મલિક કલર્સના રિયાલીટી શો 'બિગબોસ' સીઝન ૪ માં ભાગ લીધા પછી વીણા મલિક ભારતમાં વધારે ફેમસ થઇ હતી. ઉલ્લેખનીય છે કે, બિગબોસ સીઝન-૪ ની કન્ટેસ્ટંટ વીણા મલિક અને અસ્મિત પટેલની સીઝલીંગ કેમેસ્ટ્રી લોકોને પસંદ આવી હતી. શો દરમિયાન કિસ કરવું અને એકબીજાને મસાજ કરવું તે વીણા મલિક અને અસ્મિત પટેલ માટે સામાન્ય વાત હતી. બંને બિગબોસના ઘરમાં એકબીજા પર ખૂબ પ્રેમ વરસાવ્યો હતો પરંતુ બિગબોસના ઘરમાંથી બહાર નીકળી બંને વચ્ચે કોઈ લવ રિલેશન જોવા મળ્યા હતા નહિ.

The post Veena Malik એ તલાકને લઈને કર્યો આ ચોંકાવનારો ખુલાસો! appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Veena Malik એ તલાકને લઈને કર્યો આ ચોંકાવનારો ખુલાસો!

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×