Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

હવે PF થી ૯૦ ટકા રકમ ઉપાડીને ખરીદી શકશો પોતાનું ઘર

You Could Withdraw Up To 90% From PF Account To Buy Your Home

જલ્દી જ તમે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) ની રકમથી ખરીદી શકશો. તેના માટે કેન્દ્ર સરકાર Epfo સ્કીમમાં સંશોધન કરવા જઈ રહી છે. બુધવારે શ્રમ તેમજ રોજગાર રાજ્યમંત્રી બંડારુ દત્તાત્રેયે રાજ્યસભામાં એક સવાલનાં લેખિત જવાબમાં આ જાણકારી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, કર્મચારી ભવિષ્ય ભંડોળ સ્કીમ-૧૯૫૨ માં સંશોધન કરીને નવો પેરેગ્રાફ ૬૮ BD જોડવામાં આવશે. તેમજ PF એકાઉન્ટથી ૯૦ ટકા રકમ ઉપાડી શકશે. તેઓએ જણાવ્યું છે કે, સરકારે EPFO સ્કીમમાં સંશોધનનો નિર્ણય કર્યો છે, જેથી EPFO ના ચાર કરોડ સભ્ય ઘર ખરીદવા માટે ૯૦ ટકા રકમ ઉપાડી શકે. આ સ્કીમમાં સંશોધન બાદ EPFO નાં મેમ્બર પોતાના PF ખાતાથી હોમ લોનની EMI ની ચુકવણી કરી શકશે. નવા પ્રસ્તાવિત સંશોધન હેઠળ આ સુવિધાનો લાભ ઉઠાવવા માટે EPFO સભ્યને ઓછામાં ઓછા 10 સભ્યની કોઓપરેટીવ સોસાયટીનું ગઠન કરવાનું રહેશે. લોનના વ્યાજની પણ કરી શકાશે ચુકવણી કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું છે કે, 10 સભ્યની કોઓપરેટીવ સોસાયટી બનાવીને રહેણાંક ઘર અથવા ફ્લેટ ખરીદવા અથવા તો ઘર બનાવવા માટે EPF ખાતાથી ૯૦ ટકા રકમ ઉપાડી શકાશે. આ ખાતાથી લોનનાં વ્યાજ સહિત અન્ય ચુકવણી પણ કરી શકાશે. તેઓએ રાજ્યસભામાં ૨૦૧૫-૧૬ નાં વાર્ષિક રીપોર્ટ પરથી જણાવ્યું છે કે, ૩૧ માર્ચ ૨૦૧૬ સુધી EPF ખાતાની સંખ્યા ૧૭.૧૪ કરોડ છે. બંડારુ દત્તાત્રેયે કહ્યું છે ક,એ વર્ષ ૨૦૧૫-૧૬ દરમિયાન સરેરાશ ૩.૭૬ કરોડ સભ્યોનું કોન્ટ્રીબ્યુશન પ્રાપ્ત થયું છે. સ્કીમ હેઠળ પ્રોવિડન્ટ ફંડ (PF) ખાતાથી ઉપાડની સુવિધા માત્ર તે લોકોને મળશે, જે નિર્ધારિત શરતોને પૂરી કરશે.

The post હવે PF થી ૯૦ ટકા રકમ ઉપાડીને ખરીદી શકશો પોતાનું ઘર appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

હવે PF થી ૯૦ ટકા રકમ ઉપાડીને ખરીદી શકશો પોતાનું ઘર

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×