Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Gujarat માં ઉનાળા પૂર્વે સૌરાષ્ટ્રમાં પીવાના પાણી માટે અભૂતપૂર્વ આયોજન : બાબુ બોખરીયા

Gujarat Government Planning Drinking Water Stock In Saurastra Before Summer

Gujarat માં ઉનાળા પૂર્વે સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્‍લાને પીવાના પાણીની તંગી ન પડે તે હેતુથી હડાણા ખાતે ખૂબજ ટૂંકાગાળામાં બૂસ્‍ટીંગ સ્‍ટેશનનું નિર્માણ કરાયું છે. આ યોજનાથી ૬૦ એમ.એલ.ડી. પીવાના પાણીની સલામતી થઇ છે. પાણી પુરવઠા મંત્રી શ્રી બાબુભાઇ બોખિરીયાએ જણાવ્‍યું હતું કે, પીવાના પાણીનો જથ્થો સલામત રાખવાના આયોજનના ભાગ રૂપે રાજકોટ અને કચ્‍છ જિલ્‍લા માટે જળ સલામતીના ભાગરૂપે માળીયા તાલુકાના વાઘરવા ખાતે ૧ર૦૦ એમ.એલ.ડી.નુ જળશય કાર્યરત કરવામાં આવ્‍યું છે. પીવાના પાણીના કાયમી ઉકેલ અને જળ સલામતી માટેના દીર્ઘદૃષ્‍ટિભર્યા આયોજન થકી ગુજરાતને આજે અછતના પ્રભાવથી મુક્ત બનાવવામાં સફળતા મળી છે. મંત્રી બાબુભાઇ બોખિરીયાએ વિધાનસભા ગૃહમાં પાણી પુરવઠા વિભાગની અંદાજપત્રીય માગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતાં જણાવ્‍યું હતું કે, ગુજરાતનું ૭૦ ટકા પાણી દક્ષિણ ગુજરાતમાં છે. રાજ્ય સરકારે દક્ષિણ ગુજરાતનું પાણી ઇન્‍ટરબેઝીન ટ્રાન્‍સફર દ્વારા કચ્‍છ અને સૌરાષ્‍ટ્ર સુધી પહોંચાડવામાં સફળતા મેળવી છે. નર્મદા માસ્‍ટર પ્‍લાન ગ્રીડ અંતર્ગત ૮,૩૩૩ ગામો અને ૧પ૯ શહેરોને આવરી લેવામાં આવ્‍યા છે. છેલ્‍લા ૧૦ વર્ષમાં પાણી પુરવઠા ક્ષેત્રે શ્રેષ્‍ઠ કામગીરી કરીને ૪,૦૧૧ ગામો જૂથ યોજના હેઠળ આવરી લઇને સમગ્ર રાષ્‍ટ્રમાં મોડલ રૂપ કામ કરાયું છે. સમગ્ર ભારતમાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પ્રતિવ્‍યકિત પ્રતિ દિવસ ૪૦ લીટરનું માપદંડ છે. પ્રગતિશીલ રાજ્યો માટે આ માપદંડ પપ લીટરનો છે. જ્યારે ગુજરાત સરકારે પ્રતિ વ્‍યકિત-પ્રતિ દિવસનું ૧૦૦ લીટરનું માપદંડ નક્કી કર્યું છે અને ગ્રામ્‍ય વિસ્‍તારની પાણી પુરવઠા યોજનાઓનાં માથાદીઠ ૧૦૦ લીટર પ્રતિદિન પ્રમાણે ઘટકોની ડિઝાઇન કરવામાં ગુજરાત રાજ્ય દેશનું પ્રથમ રાજય બન્‍યું છે, એમ કહીને મંત્રી શ્રી બાબુભાઇ બોખિરીયાએ જણાવ્‍યું હતું કે, છેલ્‍લા ૧૦ વર્ષમાં ગુજરાતમાં ૧,૧૧,૦૧૧ હેન્‍ડપંપ બનાવવામાં આવ્‍યા છે. ૧૦,૯૦પ મીની યોજના બનાવવામાં આવી છે અને ૪૦૦ કરતાં વધારે સોલાર મીની યોજનાઓ બનાવવામાં આવી છે. રાજ્ય સરકારની ૯૦ ટકા સહાય અને ૧૦ ટકાના લોકફાળાથી રાજ્ય સરકારે રાષ્‍ટ્રીય પેયજળ કાર્યક્રમ અંતર્ગત આંતરિક વિતરણ યોજનાને અમલી કરી છે. રાજ્યમાં ૧પ,૩૧૪ ગ્રામ આંતરિક પાણી પુરવઠા યોજનાઓ પૂર્ણ કરવામાં આવી છે અને ૩,૦૪૮ યોજનાઓ પ્રગતિ હેઠળ છે. ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પ૩.૩૬ લાખ પરિવારોને નળ જોડાણની સુવિધા ઉપલબ્‍ધ કરાવવામાં આવી છે. આ પૈકીના ૮.૬૧ લાખ આદિજાતિ વિસ્‍તારોમાં આપવામાં આવ્‍યા છે. મંત્રી શ્રી બાબુભાઇ બોખિરીયાએ એમ પણ જણાવ્‍યું હતું કે, પાણી ગુણવત્તાની ચકાસણી માટે તાલુકા કક્ષાની ૪૭ અને જિલ્‍લા કક્ષાની ૩૩ લેબોરેટરી સહિત ૬ મોબાઇલ વાન કાર્યરત કરવામાં આવી છે. ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ૧૮,૯૯૯ ગુણવત્તા ચકાસણી ટીમોની રચના કરવામાં આવી છે. ૪,૮૧,પ૩૩ જેટલા તાલીમાર્થીઓને પણ આ કામ માટે તૈયાર કરાયા છે. રાજ્યના આદિજાતિ વિસ્‍તારોની વિશેષ જરૂરિયાતોને ધ્‍યાનમાં રાખીને આ વિસ્‍તારોમાં વધુ ૪૦૦ યોજનાઓ હાથ પર લેવાનું રાજ્ય સરકારનું આયોજન છે, એમ કહીને મંત્રી શ્રી બાબુભાઇ બોખિરીયાએ જણાવ્‍યું હતું કે, આદિજાતિ વિસ્‍તારોમાં ગ્રામ્‍ય આંતરિક પાણી પૂરવઠા યોજના માટે લોકફાળાની ૧૦ ટકા રકમ ભરવામાંથી પણ મૂકિત આપવામાં આવી છે. આદિજાતિ વિસ્‍તારોમાં પાણી પુરવઠા માટે રૂા.૭૭૧.૭૪ કરોડ જેટલી માતબર રકમની જોગવાઇ કરવામાં આવી છે. મંત્રી બાબુભાઇ બોખિરીયાએ જણાવ્‍યું હતું કે, રાજકોટ જિલ્‍લાના ઉપલેટા જામકંડોરણા, ધોરાજી અને જેતપુર તાલુકાના ૧પ૬ ગામો અને પાંચ શહેરો માટે નાવડાથી ઉપલેટા સુધીની રૂા.પ૯૬ કરોડની નર્મદા આધારિત પાણી પુરવઠા યોજનાના કામો પ્રગતિ હેઠળ છે, જ્યારે નાવડાથી ઉપલેટા પાઇપલાઇનને કુતિયાણા સુધી લંબાવવાનું આયોજન કરાયું છે. આ આયોજનથી રાણાવાવ અને કુતિયાણા તાલુકાઓના ગામો અને શહેરોને નર્મદાનું વધારાનું ર૦-૩૦ એમ.એલ.ડી. પાણી ઉપલબ્‍ધ થઇ શકશે. તેમણે એમ પણ જણાવ્‍યું હતું કે, રાજ્ય સરકારે બેલેન્‍સીંગ રિઝર્વોયર તથા નર્મદા નહેરના નેટવર્ક પર વૈકલ્‍પિક ઓફટેકો આધારિત યોજનાને પ્રાથમિકતા આપી છે.

The post Gujarat માં ઉનાળા પૂર્વે સૌરાષ્ટ્રમાં પીવાના પાણી માટે અભૂતપૂર્વ આયોજન : બાબુ બોખરીયા appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Gujarat માં ઉનાળા પૂર્વે સૌરાષ્ટ્રમાં પીવાના પાણી માટે અભૂતપૂર્વ આયોજન : બાબુ બોખરીયા

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×