Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

શું તમે જાણો છો તમારા ચહેરાની સુંદરતા છીનવી રહ્યો છે તમારો Smartphone?

ચહેરાની સુંદરતા છીનવી રહ્યો છે તમારો Smartphone?

જો તમે વિચારતા ઊંઘમાંથી ઉઠતા હોય કે, તમને ખીલ કેવી રીતે થઇ ગયા, કે પછી ચહેરા પર કાળા ડાઘ કેવી રીતે થઇ ગયા, તો તમે તેમનું કારણ Smartphone માની શકો છો. દરેક વખતે તમે તમારો Smartphone ચહેરા પર લગાવો છો, અને તમારા ચહેરાની સુંદરતા છીનવો છો. એ સાચું છે કે, આજકાલ ફોન વગર અમારા બધાનું કઈ જ કામ નથી થતું. જો કે, કેટલીક સાવચેતી રાખવાથી આપણે ચહેરાની સુંદરતા બરકરાર રાખી શકીએ છીએ. તો જાણો... ફોન તમારી ત્વચાને કેવી રીતે ખરાબ કરી શકે છે અને તમે તેનાથી કેવી રીતે બચી શકો.

ખીલ

તમારા ફોન પર ઘણા બેક્ટેરિયા હોય છે અને ધૂળથી ખીલ થાય છે. ઘણા લોકો જાણતા નહિ હોય કે, જયારે પણ ફોન અમારા ચહેરા પર અડે છે તો ફોનની સ્ક્રીન પર ચહેરા પરથી મેકઅપ, પરસેવો કે ક્રીમ પણ ચોંટી જાય છે. જો કે, ઘણા લોકોની ગંદી આદત હોય છે કે અમે વોશરૂમમાં પણ ફોનને સાથે લઇ જઈએ છીએ જ્યાં ભારે માત્રામાં બેક્ટેરિયા રહે છે. ઉપાય : તમારે તમારો ફોન થોડી થોડી વારે સાફ કરતા રહેવું જોઈએ. કોઈ પણ ક્લીન્ઝરની મદદથી ફોનને સાફ કરો. ઈયરફોનનો વધુ ઉપયોગ કરો.

એલર્જી

જો તમારા ગાલ પર રેસિસ થઇ જાય છે તો એ વાતની શક્યતા છે કે, તમને તમારા ફોનથી એલર્જી થઇ રહી છે. મોટાભાગના ફોનના કેસિંગમાં નીકલ અને ક્રોમિયમ હોય છે જેનાથી ચહેરા પર રીએક્શન આવે છે જેને એલર્જીક કોન્ટેક્ટ ડર્માટિટિસ પણ કહે છે. ઉપાય તેનું સમાધાન એ છે કે, ફોનમાં પ્લાસ્ટિકનું કવર લગાવો અથવા તેને પ્રોટેક્ટરથી કવર કરો

કરચલીઓ

ક્યારેય 'ટેકનેક' વિષે સાંભળ્યું છે? વધુ સમય સુધી ફોનમાં જોવાથી ગરદનની આસપાસ કરચલી પડી જાય છે જેને 'ટેકનેક' પણ કહેવાય છે, ઘણી વાર આપણે કઇક વાંચવા માટે આંખો નાની કરવી પડે છે જેનાથી આંખની આસપાસ કરચલી થઇ જાય છે. ઉપાય વધુ સમય સુધી ફોન ન જોવો. વચ્ચે વચ્ચે બ્રેક લો. અને જયારે તમે ફોનમાં કઈક વાંચી રહ્યા હોવ તો આંખો નાની ન કરો.

કાળા ડાઘ

  જો તમે ફોનનો વધુ ઉપયોગ કરતા હોવ તો તે ગરમ થઇ જાય છે કેમ કે તે પણ એક મશીન છે. જો તમે મોડે સુધી ફોન પર વાત કરો છો તો તમારો ચહેરો ફોનના સંપર્કમાં રહે છે. ફોન વધુ ગરમ થઇ જવાથી તમારા ચહેરા પર કાળા ડાઘ પડી શકે છે અને તમારા ચહેરા પર મેલેનીનની ઉત્પત્તિ નથી થવા દેતા. ઉપાય તમારે ફોન પર લાંબા સમય સુધી વાત ન કરવી જોઈએ. જો તમે કોઈ અસાર્વજનિક જગ્યા પર વાત કરતા હોય તો ઈયરફોન કે લાઉડસ્પીકરનો ઉપયોગ કરો.

આંખો નીચે કાળા કુંડાળા

તમારા ફોનની એલઈડીથી તમારી આંખો નીચે કાળા કુંડાળા પડી શકે છે. ઘણા લોકો સુતા પહેલા ફોનનો ઉપયોગ કરે છે. તેનાથી તમારી ઊંઘ તો ખરાબ થાય છે અને સાથે જ આંખોની નીચે કાળા કુંડાળા પણ થઇ જાય છે. ઉપાય જો શક્ય હોય તો સુતા પહેલા અડધો કલાક પહેલા ફોન બંધ કરી દો. અથવા તો ફોનને સાઈલન્ટ કરી દો અને તેની બ્રાઈટનેસ ઓછી કરી દો.

The post શું તમે જાણો છો તમારા ચહેરાની સુંદરતા છીનવી રહ્યો છે તમારો Smartphone? appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

શું તમે જાણો છો તમારા ચહેરાની સુંદરતા છીનવી રહ્યો છે તમારો Smartphone?

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×