Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Gujarat માં નલિયા દુષ્કર્મ કેસમાં હાઈકોર્ટના નિવૃત ન્યાયાધીશની અધ્યક્ષતામાં કમિટીની રચના

Gujarat Government Form A Judicial Commission For Naliya Rape Case Inquiry

Gujarat માં નલિયા દુષ્કર્મ કેસ માં હાઈકોર્ટના નિવૃત્ત જસ્ટિસ એ.એલ.દવેની અધ્યક્ષતામાં તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. ગુજરાતના નલિયા દુષ્કર્મ કેસમાં ભાજપના નેતાઓની સંડોવણી બહાર આવ્યા બાદ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થયા હતા. આ મુદ્દાને કોંગ્રેસે છેક રાષ્ટ્રીય સ્તરે લઈ ઉપાડ્યો હતો. તેમજ સીબીઆઈ તપાસની પણ માંગ કરી હતી. જેના પગલે વિધાનસભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગેસના કીધા મુજબ તપાસ કરાવવાની તૈયારી દર્શાવી હતી જેની બાદ ભાજપે અને કોંગેસે એકત્ર થઈને આ કેસની ન્યાયિક તપાસની બાબતને સ્વીકારી હતી. તેથી સરકારે આખરે હાઈકોર્ટના નિવૃત ન્યાયાધીશના વડપણ હેઠળ તપાસ કમિટીની રચના કરી છે. આ કેસની તપાસ હાલ સરકારે રચેલી એસ.આઈ.ટી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે કચ્છના અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયાના ટૉક ઑફ ધ સ્ટેટ બનેલા બહુચર્ચિત નલિયા રેપકાંડની તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે તેમ-તેમ નવા ખુલાસા સામે આવી રહ્યાં છે. જો કે આ રેપ કેસને ડામી દેવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ત્યારે બહુચર્ચિત નલિયા દુષ્કર્મ કાંડમાં નવો વળાંક આવ્યો છે. ખુદ પીડિતા મીડિયા સમક્ષ આવી હતી. તેણે કહ્યું હતું કે આ કેસ પાછો ખેંચવા માટે અમને ઘણી ઓફરો થઇ હતી. દિવાળીમાં અમને ૫૦ લાખની ઓફર થઇ હતી. મારી મમ્મીને ત્યાં હતી ત્યારે પણ મને એક કરોડની ઓફર આવી હતી. પરંતુ અમે આ ઓફરને ઠુકરાવી હતી. અમને પૈસા નથી જોઇતો ન્યાય જોઇએ છે. સમય આવશે ત્યારે ઓફર કરનારનું નામ આપીશ. મારી સાથે ૫ નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું. હું બ્રેક લઇને છ મહિના માટે મારા મમ્મીને ત્યાં ગઇ હતી ત્યારે નલિયામાં બબા શેઠે મને ભારત ગેસ એજન્સીવાળા શાંતિલાલ સોલંકીને ત્યાં મને નોકરી અપાવી હતી. મને ૫૨૦૦ ના પગારે નોકરીએ રાખી હતી. ત્રીજા અઠવાડિયે ઉપાડ માંગ્યો ત્યારબાદ આ થયું. શાંતિલાલ મને મારો અશ્લીલ વીડિયો બતાવી પિસ્તોલની અણીએ બીજા લોકો ૫૦ સાથે મોકલતો હતો. હજુ પણ આ લોકોની ચુંગાલમાં ઘણી યુવતીઓ ફસાઈ છે. ભાભી એક સારી વ્યક્તિ છે આ ઘટનામાં તેમનો કોઇ રોલ નથી. તપાસ કરો તો ઘણું આગળ જશે. કચ્છ નલિયા બળાત્કાર મામલે ૨૫મી જાન્યુઆરીના રોજ નોંધાયેલી ફરિયાદમાં પીડિતાએ ૧૦ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી તેમાંથી નવ લોકોની ધરપકડ થઇ છે.

The post Gujarat માં નલિયા દુષ્કર્મ કેસમાં હાઈકોર્ટના નિવૃત ન્યાયાધીશની અધ્યક્ષતામાં કમિટીની રચના appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Gujarat માં નલિયા દુષ્કર્મ કેસમાં હાઈકોર્ટના નિવૃત ન્યાયાધીશની અધ્યક્ષતામાં કમિટીની રચના

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×