ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાંચીમાં રમાઈ રહેલી ત્રીજી Test માં પહેલા દિવસની રમત પૂરી થઇ ગઈ છે. ત્રીજી Test ના પહેલા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 4 વિકેટના નુકશાન સાથે 299 રન બનાવી લીધા છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેપ્ટન સ્ટીવન સ્મિથે ચોક્કો મારીને પોતાની સેન્ચુરી (૧૧૭ રન) અને ગ્લેન મેકસવેલે છક્કાની સાથે હાફ સેન્ચુરી (82 રન) પૂરી કરી હતી. આ બંને ખેલાડીઓ વચ્ચે શતકીય ભાગીદારી થઇ ચૂકી છે, અને ટીમ ઈન્ડિયાની નજર આ જોડીને તોડવા પર મંડાઈ છે. આ અગાઉ ઓસ્ટ્રેલિયાના સ્કોરને ઓપનરો મેટ રેનશો અને ડેવિડ વોર્નરે 50 રન સુધી પહોંચાડ્યો હતો. ત્યારે રવિન્દ્ર જાડેજાએ વોર્નરને કોટ એન્ડ બોલ્ડ કરીને પેવેલિયનમાં મોકલી આપ્યો હતો. વોર્નર ૧૯ રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર બાદ ઉમેશ યાદવે રેનશોને કેપ્ટન વિરાટ કોહલીના હાથમાં કેચ પકડાવીને પેવેલીયનમાં પરત મોકલ્યો હતો. રેનશો ૪૪ રન બનાવીને આઉટ થયો હતો ત્યારે ઓસ્ટ્રેલિયાનો સ્કોર બે વિકેટે ૮૦ રન પર હતો. જયારે શોન માર્શ રવિચંદ્રન અશ્વિનનો શિકાર બન્યો હતો, અશ્વિને માર્શને ચેતેશ્વર પુજારાના હાથમાં કેચ પકડાવ્યો હતો. જો કે ફિલ્ડ અમ્પાયરે માર્શને નોટઆઉટ આપ્યો હતો. પરંતુ ટીમ ઈન્ડિયાએ ડીઆરએસ લીધું હતું અને નિર્ણય તેમની (ઈન્ડિયાની) તરફેણમાં આવ્યો હતો. તેના પછી બેટિંગમાં આવેલા પીટર હેન્ડ્સકોમ્બે સ્મિથની સાથે મળીને ઈનીંગને સંભાળી હતી, જો કે આ જોડીને ઉમેશ યાદવે તોડી હતી, જેમાં હેન્ડ્સકોમ્બ ૧૯ રન બનાવીને ઉમેશ યાદવની બોલીંગમાં એલબીડબલ્યુ આઉટ થયો હતો.
The post 3rd Test: પહેલા દિવસના અંતે ઓસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં: સ્કોર 299/4 appeared first on Vishva Gujarat.
This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here