Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Gujarat Assembly ની ચૂંટણી વહેલી યોજવાનો ધમધમાટ શરુ

Gujarat Assembly elections to Be early starters

દેશમાં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ Gujarat Assembly ની ચૂંટણી વહેલી યોજવામાં આવે તેવી અટકળોને હવે વેગ મળ્યો છે. આ અંગે કેન્દ્રીય ચૂંટણી પંચે હાથ ધરેલી ગતિવિધિઓના કારણે ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) ની ચૂંટણી યોજાશે તેવી શક્યતા બળવત્તર બની છે. દેશના પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણીપુર વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં બીજેપીને ભારે સફળતા મળી છે તેમાં પણ ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં તો ૪૦૩ બેઠકોમાંથી ૩૨૫ રેકોર્ડબ્રેક બેઠકો મેળવીને અનોખો વિક્રમ રચ્યો છે. આ ઉપરાંત ઉત્તરાખંડ અને મણિપુરમાં સ્પષ્ટ બહુમતી મેળવી છે. જયારે ગોવામાં બહુમતી ન હોવા છતાં અન્ય પક્ષોની મદદથી બીજેપીએ મનોહર પાર્રીકરને મુખ્યમંત્રી બનાવી દીધા છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણીપુર અને ગોવામાં પોતાની સરકાર બનશે તેવું સ્પષ્ટ થઈ ગયું છે. આ સંજોગોમાં આગામી ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની મુદત પૂરી થઈ રહી છે, ત્યારે ગુજરાતમાં પણ બીજેપી લહેરને વટાવી લેવાનો કેન્દ્રની બીજેપી સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દેશમાં બીજેપીની ચાલી રહેલી લહેરને જોતા કેન્દ્રની મોદી સરકાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીને વહેલી યોજવા માટે તલપાપડ બની છે. આ બાબત ત્યારે સામે આવી છે કે જયારે કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી અંગેની કાર્યવાહીની તૈયારીઓને આરંભી દીધી છે. એક ટીવી ચેનલના જણાવ્યા મુજબ તેમની પાસે ઈલેકશન કમિશનનો એક પત્ર મળ્યો છે. આ પત્રમાં ચૂંટણી પંચ દ્વારા ગુજરાતના દરેક જિલ્લા કલેકટરોને ચૂંટણી સ્તાફ્ફની યાદી તૈયાર કરવા માટેની સૂચના આપવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની કાર્યવાહી નિયત સમય કરતા આઠ મહિના વહેલી શરુ કરી દેવામાં આવી છે. જેના કારણે રાજકિય વર્તુળોમાં તર્ક વિતર્કો શરુ થઈ ગયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજવા અંગેની ચર્ચાને લઈને ઈલેકશન કમિશન દ્વારા આડકતરું સમર્થન મળ્યું છે. ગુજરાત વિધાનસભાની વહેલી ચૂંટણી યોજવા અંગે ચાલી રહેલી અટકળો મુજબ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આગામી 10 જૂન પહેલા યોજાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો જાહેર થયા ત્યાર બાદ ગુજરાત બીજેપીના પ્રવક્તા ભરત પંડ્યાએ પણ એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ગુજરાતમાં વહેલી ચૂંટણીની કોઈ શક્યતા નથી. પરંતુ જો ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાય તો બીજેપી પક્ષ અને સંગઠન બંને ચૂંટણી લડવા માટે તૈયાર છે. બીજેપીના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા બાદ સીએમ વિજય રુપાણીએ પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાય તો તે માટે પણ તૈયાર છે તેવું નિવેદન કર્યું છે. આ તમામ બાબતો ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજવા અંગેના સંકેતોને મજબૂત બનાવે છે.

The post Gujarat Assembly ની ચૂંટણી વહેલી યોજવાનો ધમધમાટ શરુ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Gujarat Assembly ની ચૂંટણી વહેલી યોજવાનો ધમધમાટ શરુ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×