Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Health Tips : શિયાળામાં ફાયદાકારક છે ડુંગળી

Winter onions advantageous

Health Tips : ડુંગળીને ઘણા લોકો તેની દુર્ગંધને કારણે પસંદ કરતા નથી, પરંતુ ડુંગળીના ઘણા ફાયદાઓ હોય છે. જેમ કે ઇમ્યૂનિટી પાવર વધારવો, ચહેરાની કરચલિઓને દૂર કરવી, આંખના તેજને વધારવું. ડુંગળીમાં ઘણા એન્ટી-ઇન્ફ્લામેટરી અને એન્ટી-ઓક્સિડેન્ટ હોય છે, જેનાથી તે આપણા શરીરને ઘણા પ્રકારની બીમારીઓથી પ્રોટેક્ટ કરે છે. આજે અમે તમને ડુંગળીના ઘણા ફાયદાઓ જણાવવા જઇ રહ્યા છીએ, જેને જાણીને તમે દરરોજ ડુંગળીને પોતાના ડાયટમાં સામેલ કરશો. કોલેસ્ટ્રોલને બેલેન્સ કરે છે : ડુંગળીમાં મળી આવતા એન્ટી-બેક્ટીરિયલ ગુણ કોલેસ્ટ્રોલના સ્તરને જાળવી રાખે છે. આજ એન્ટી બેક્ટીરિયસ ગુણને જ કારણે જ તેનું સેવન કરવાથી તે પાચનક્રિયામાં પણ સુધાર લાવે છે. ડાયાબિટીઝને કરે કંટ્રોસ : દરરોજ ડુંગળીનું સેવન કરવાથી ઇન્સુલિન સરખી માત્રામાં બને છે. જો તમને ડાયાબિટીઝ છે તો ડુંગળીને દરરોજ ભોજનમાં સલાડરૂપે તેનું સેવન કરવું જોઇએ. હ્રદય માટે ફાયદાકારક : કાચી ડુંગળી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. જેનાથી મિથાઇલ સલ્ફાઇડ અને એમીનો એસિડ હોય છે. જેના કારણે કોલેસ્ટ્રોલને પણ તે કાબૂમાં રાખે છે અને હ્રદયની બીમારીઓથી પણ બચાવે છે. વાળ માટે પણ ફાયદામંદ : ડુંગળી વાળ માટે પણ ખૂબ જ સારી માનવામાં આવે છે. ડુંગળીનું સેવન કરવાથી કે તેને વાળમાં લગાડવાથી વાળ ખરતા અટકે છે. ડુંગળી વાળને કાળા કરવામાં પણ મદદ કરે છે, સાથે જ ડુંગળીનો લેપ જો વાળમાં લગાવવામાં આવે તો સફેદ વાળની જગ્યાએ કાળ વાળ આવવાના શરૂ થઇ જાય છે. કેન્સર થી બચાવે : ડુંગળીમાં સલ્ફર તત્વ વધારે હોય છે. આ પેટ, કોલોન, બ્રેસ્ટ, ફેફસાં અને પ્રોસ્ટેટ કેન્સરથી બચાવે છે. સાથે જ, આ મૂત્ર સંક્રમણની સમસ્યાને પણ દૂર કરે છે અને પેટ સંબંધી બીમારીઓમાં પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. પથરી માટે : જો તમને પથરીની ફરિયાદ હોય તો ડુંગળી તમારી માટે ખૂબ જ ઉપયોગી છે. ડુંગળીના રસને ખાંડમાં મિક્સ કરીને સરબત બનાવીને પીવાથી પથરીથી છુટકારો મળી શકે છે. ડુંગળીનો રસ સવારે ખાલી પેટે પીવાથી પથરી પોતાની જાતે જ મળ માર્ગે બહાર આવી જાય છે. કબજીયાત દૂર કરે : ડુંગળીમાં મોજુદ રેશા પેટની માટે ફાયદામંદ છે. ડુંગળીનું સેવન કરવાથી કબજીયાત દૂર થઇ જાય છે. જો તમને કબજીયાતની ફરિયાદ હોય તો કાચી ડુંગળીનું દરરોજ સેવન કરવાનું શરૂ કરી દેવું જોઇએ. સાથે જ, પેટ સંબંધી બીમારીઓમાં પણ ડુંગળી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. શરદીથી છુટકારો આપે છે : ડુંગળીનું સેવન શરદીમાં ખૂબ જ ફાયદેમંદ હોય છે. ડુંગળીમાં એવા તત્વો હોય છે જે શરીરમાં ગરમી પહોંચાડે છે. શરદી, ઉધરલ, ખરાશ વગેરે સમસ્યાઓ થવા પર તાજી ડુંગળીનો રસ ખૂબ જ ફાયદો કરે છે. જેમાં તમે ગોળ કે મધ નાખીને તેનું સેવન કરી શકો છો.

The post Health Tips : શિયાળામાં ફાયદાકારક છે ડુંગળી appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Health Tips : શિયાળામાં ફાયદાકારક છે ડુંગળી

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×