Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Cricket નો કમાલ : આ રેકોર્ડ તોડવા સરળ નથી !

Sports 10 Most Unbreakable Cricket Records

Cricket રમતમાં દરેક દિવસે કોઈના કોઈ રેકોર્ડ બનતા હોય છે અને તૂટતા હોય છે. પરંતુ અમુક એવા કારનામાં હોય છે કે કદાચ તોડવા મુશ્કેલ જ રહેશે.

ફિલ સિમંસ – ૧૦ ઓવરમાં ૩ રન

Phil Simmons વેસ્ટ ઇન્ડીઝના ફિલ સીમંસ ૨૩ વર્ષ પહેલાં પાકિસ્તાન સામે આ કારનામાં કર્યો હતો જેની જોડે હજી સુધી કોઈ પોહચી પણ નથી શક્યું. વનડે ક્રીકેટમાં ૦.૩ ના ઈકોનોમી વિશે વિચારને પણ આશ્ચર્ય થાય છે. પરંતુ સિમંસે સિડનીમાં રમવામાં આવેલી વનડેમાં ૧૦ ઓવરમાં ૮ મેડન નાખીને ૩ રન આપ્યા અને ૪ વિકેટ લીધી.

રિકી પોન્ટીગની ૧૦૮ ટેસ્ટ  મેચમાં જીત

Ricky Ponting ક્રિકેટ હંમેશા દરેક ખેલાડીનું સ્વપ્ન રહ્યું છે કે પોતના દેશ માટે ટેસ્ટ મેચ જરૂર રમવું. કેટલાક ખેલાડીઓનું આ સ્વપ્ન પુરું થઈ જાય છે અને ટેસ્ટ મેચ રમતા પહેલા નિવૃત્ત થઈ જાય છે. ઓસ્ટ્રેલિયાના મહાન ખેલાડીઓ રિકી પોન્ટિંગે ટેસ્ટ ક્રિકેટમાં પોતાનું યોગદાન આપ્યું છે. જયારે ખેલાડી તરીકે ૧૦૮ ટેસ્ટમાં જીત જોઈ છે. પોન્ટિંગની કપ્તાનીના સમયમાં ઓસ્ટ્રેલિયા દુનિયાની સૌથી ખતરનાક ટીમ હતી. જેમાં બ્રેટ લી, જેસન ગીલસ્પી, શેન વોર્ન, ગ્લેન મેકગ્રા, જેવા બોલરો અને મેથ્યુ હેડન, જસ્ટિન લેન્જર, માઈકલ ક્લાર્ક અને એડમ ગિલક્રિસ્ટ જેવા બેટ્સમેન હતા.

મુરલીધરનની કુલ ૧૩૪૭ વિકેટ

Muttiah Muralitharan મુરલીધરનનું નામ સામે આવતાની સાથે સારા-સારા ખેલાડીઓની પરશેવો છુટી જાય છે. અમુક ખેલાડીઓ માટે ખાલી તેમનું નામ જ ઘણું છે. તેમની મહાનતાનું અનુમાન તેમના રેકોર્ડ જોઈને લગાવી શકો છો. મુરલીધરને વનડે ક્રીકેટમાં ૫૩૪ અને ટેસ્ટમાં ૮૦૦ વિકેટ લીધી. હવે આ રેકોર્ડ તોડવો કદાચ તોડી શકાશે, કારણ કે હવે ટેસ્ટ મેચ હવે ઓછી થવા લાગી છે અને ખેલાડીઓને રમવાની સમતા ઓછી થવા લાગી છે.

સર જૈક હોબ્સની ૧૯૯ સદી

Sir Jack Hobbs ટેસ્ટ મેચ રમવું અને તેમાં સદી લગાવી દરેક ક્રિકેટર સપનું હોય છે. ટેસ્ટ મેચમાં સદી બનાવી ખુબજ મુશ્કેલ હોય છે, પણ મહાન ખેલાડી જેક હોબ્સે ફસ્ટ ક્લાસ ક્રીકેટ ૧૯૯ સદી ફટકારી છે. તેઓ મોટી-મોટી ભાગીદારી માટે જાણીતા છે. તેમણે ટેસ્ટ મેચમાં ૩૮ વખત ઓપનિંગમાં આવ્યા હતા. ક્રિકેટમાં તેમના રેકોર્ડ તોડવાની વાત દુર છે, જો કોઈ ખેલાડી તેમના રેકોર્ડ પાસે પોહચે તો તેના માટે ઘણી મોટી વાત છે.

વિલ્ફેડ રોડ્સ ૪૨૦૪ વિકેટ

Wilfred Rhodes તમને જાણીને હેરાની થશે કે ઈંગ્લેન્ડના આ દિગ્ગજ ક્રિકેટરે ૧૧૧૦ ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યા હતા અને ફર્સ્ટ ક્લાસ ક્રીકેટમાં ૪ હજાર વિકેટોનો આંકડો પાર કરનાર દુનિયાના એક ક્રિકેટર છે. છેલ્લા ત્રીસ વર્ષોમાં કોઈપણ બોલર ટોપ ૨૫ ફર્સ્ટ ક્લાસ બોલરોની યાદીમાં પણ જગ્યા નથી બનાવી શકયા માટે આ રેકોર્ડ તોડવાની વાત ઘણી જ દુર છે.

વિલફ્રેડ રોડ્સના ૫૨ વર્ષની ઉંમરે રીટાયર થયા

Wilfred Rhodes કોઈ ૫૨ વર્ષ સુધી રમી શકે છે, તેનો જવાબ હા છે. વિલફ્રેડ રોડ્સ અત્યાર સુધી સૌથી વધારે ઉંમરે રીટાયર થયેલા ખેલાડીઓની યાદીમાં સૌથી ઉપર છે. તમને ભલે સચિનનું કરિયર તમને સૌથી લાંબુ લાગતું હોય પણ રોડ્સનું કરિયર તેનાથી વધારે મોટું છે. તેમનું ક્રિકેટ કરિયર ૩૦ વર્ષ સુધી ચાલ્યો હતો. આટલી ઉંમર સુધી ક્રીકેટ રમવું એ ખુબજ મુશ્કિલ હોય છે, અને ૫૨ વર્ષ સુધી પોતાની ફિટનેસ બનાવી રાખવો ખુબજ મુશ્કિલ છે.

સચિન તેંડુલકરની ૧૦૦ આંતરરાષ્ટ્રીય સદી

Sachin Tendulkar રેકોર્ડની વાત થતી હોય તો પછી ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર આ યાદીમાં ના હોય, તેથી તેવું થઈ ના શકે. સચિને ટેસ્ટ અને વનડે મેચોમાં ૧૦૦ સદી લગાવી છે. આ રેકોર્ડ કદાચ કોઈ આગળ તોડી શકશે.

જિમ લેકરની એક મેચમાં ૧૯ વિકેટ

Jim Laker વર્ષ ૧૯૫૬માં ઇંગ્લેન્ડના બોલર જિમ લેકરએ ઓસ્ટ્રેલિયાની બધી જ ૧૦ વિકેટ પોતાના નામે કરી હતી. અને તેમણે બીજા દાવમાં પણ ૯ વિકેટ લીધી. એક મેચ ૧૯ વિકેટ લેવી એ અત્યંત મુશ્કિલ છે.

સર ડોન બ્રેડમેનની ટેસ્ટમાં ૯૯.૯૪ સરેરાશ

Bradman આ એવો રેકોર્ડ છે જે તોડવો તો છુ, કોઈ બેટ્સમેન અત્યાર સુધી તેની આશપાસ પણ પોહચી શક્યું નથી. સર ડોન બ્રેડમેનને ૫૨ ટેસ્ટ મેચોમાં ૯૯.૯૪ ની સરેરાશથી રન બનાવ્યા છે. આ એવો રેકોર્ડ છે કે તેની આસ-પાસ હજી સુધી કોઈ પહોચી શક્યું નથી. જયારે અંતિમ મેચમાં તેમણે એક ચોક્કો મારીયો હોત તો તેમની સરેરાશ ૧૦૦ થઈ જાત પણ એવું થયું નહિ.

યુવરાજના ૧૨ બોલમાં ૫૦ રન

Yuvraj Singh કોઈપણ બેટ્સમેન માટે મેદાન પર આવીને શોટ મારવું ખુબજ મુશ્કેલ રહ્યું છે. પરંતુ ઇંગ્લેન્ડની સામે યુવરાજે ૧૨ બોલમાં ૫૦ રન બનાવી નાખ્યા હતા. આ રેકોર્ડ તોડવા માટે બેટ્સમેનએ દરેક બોલ પર ચાર રનથી વધારે રન જોઈએ.

The post Cricket નો કમાલ : આ રેકોર્ડ તોડવા સરળ નથી ! appeared first on Vishva Gujarat.This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Cricket નો કમાલ : આ રેકોર્ડ તોડવા સરળ નથી !

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×