Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ઇન્ડિયન આઈડલ ફેમ Nahid Afrin ની વિરુધ્ધ જારી કરવામાં આવ્યા ફતવા

Clerics issue fatwa against Indian Idol Junior singer Nahid Afrin

અસમમાં ઇન્ડિયન આઈડલ ફેમ Nahid Afrin ની વિરુધ્ધ ફતવો જારી કરવામાં આવ્યો છે. Nahid Afrin ની વિરુધ્ધ આ ફતવા એટલા માટે જારી કરવામાં આવ્યા છે કે તેને લોકોની સાથે ગાવાથી રોકી શકાય. વર્ષ ૨૦૧૫માં મ્યુઝિકલ રિયાલિટી ટીવી શો ઇન્ડિયન આઈડલ જુનિયરમાં આફરીન પ્રથમ રનર અપ હતી. તેની વિરુધ્ધ ૪૬ ફતવા જારી કરવામાં આવ્યા છે. મંગળવારે મધ્ય અસમના હોજઈ અને નાગાંવ જિલ્લાઓમાં એવી ઘણી ચિઠ્ઠીઓ વહેચવામાં આવી હતી જેમાં અસમિયા ભાષામાં ફતવા અને ફતવા જારી કરનાર લોકોના નામ લખ્યા હતા. આ ફતવામાં જણાવ્યા મુજબ, ૨૫ માર્ચે અસમના લંકામાં આવેલા ઉદાલી સોનઈ બીબી કોલેજમાં ૧૬ વર્ષની નાહિદ પરફોર્મ કરવાની છે, જે સંપૂર્ણપણે શરિયા વિરોધી છે. ૧૬ વર્ષની સિંગર નાહિદ આફરીન ધોરણ-૧૦ની વિદ્યાર્થીની છે આ ફતવામાં જણાવ્યા મુજબ, મ્યુઝિકલ નાઈટ જેવા કાર્યક્રમો સંપૂર્ણ રીતે શરિયા વિરોધી છે. ૧૬ વર્ષની સિંગર નાહિદ આફરીન ધોરણ-૧૦ની વિદ્યાર્થીની છે. નાહિદ આફરીન વિશ્વનાથ ચારિઅલી વિસ્તારમાં રહે છે. આ ફતવાઓ પર નાહિદે કહ્યું કે, હું આ વિશે શું કહું. મને લાગે છે મારું સંગીત ભગવાની ભેટ છે. હું આ પ્રકારની ધમકીઓની આગળ ઝૂકી હું મારું સંગીત છોડીશ નહિ. આ આખા કેસમાં પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, અમે નાહિદ અને તેના સમગ્ર પરિવારને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડીશું. નાહિદની માતાએ જણાવ્યું કે, મ્યુઝિકલ નાઈટ કાર્યક્રમના આયોજકોએ કહ્યું છે કે આ કાર્યક્રમ રદ થશે નહિ.

The post ઇન્ડિયન આઈડલ ફેમ Nahid Afrin ની વિરુધ્ધ જારી કરવામાં આવ્યા ફતવા appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

ઇન્ડિયન આઈડલ ફેમ Nahid Afrin ની વિરુધ્ધ જારી કરવામાં આવ્યા ફતવા

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×