Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

…તો શું ખત્મ થઇ જશે Card Transactions પર લાગતો સર્વિસ ચાર્જ?

Service Charge On Card Transactions To Be Abolished

સરકાર જો બ્લેક મની પર જસ્ટીસ એમબી શાહની આગેવાનીમાં ગઠિત એસઆઈટીની ભલામણોને સ્વીકાર કરતા તેને લાગુ કરે તો ક્રેડીટ અને ડેબિટ કાર્ડ્સ પર લાગતો ભારે-ભરખમ Transactions ચાર્જ સંપૂર્ણ રીતે ખત્મ થઇ જશે. શાહ પેનલે નિયમિત તરીકે ટેક્સ અદા કરનાર વરિષ્ઠ નાગરિકો માટે મેડીકલ વીમા, જીવન વીમા અને પેન્શન જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની ભલામણ આપી છે. RBI એ કર્યો મોટો ઘટાડો ડિજીટલ પેમેન્ટ્સને પ્રોત્સાહન આપવા માટે રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI) Transactions ચાર્જમાં ઘટાડો કરી ચુક્યું છે. દેશની કેન્દ્રીય બેંકે ડેબિટકાર્ડથી ૧,૦૦૦ રૂપિયા સુધીનાં પેમેન્ટ્સ પર ૦.૨૫ ટકા, ૨,૦૦૦ રૂપિયા સુધી પેમેન્ટ્સ પર ૦.૫૦ ટકા જ્યારે ૨,૦૦૦ રૂપિયાથી ઉપરના પેમેન્ટ્સ પર ૧ ટકા, તેમજ ક્રેડીટ કાર્ડથી ૧,૦૦૦ રૂપિયા સુધીનાં ટ્રાન્ઝેક્શન પર ૨૫ રૂપિયા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) નક્કી કરી દીધો છે. દરેક ટ્રાન્ઝેક્શન પર બેંકને મળતું કમિશન એમડીઆર કહેવાય છે. 'ચાર્જ ઓછા થઇ શકે છે, ખત્મ નહી થાય' જોકે એક વરિષ્ઠ બેંક અધિકારીએ કહ્યું છે કે, બેંકર્સ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર કમિશન ઓછુ કરી શકે છે, પરંતુ તેને સંપૂર્ણ રીતે ખત્મ કરવું શક્ય નથી. તેઓએ કહ્યું છે કે, 'પેમેન્ટ ગેટવે કંપનીઓ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં વેન્ડર્સની ભૂમિકા નિભાવે છે અને દરેક ટ્રાન્ઝેક્શન પર તેમની કોસ્ટ ચુકવવા માટે બેંકોને પે કરવાનું હોય છે.' રોકડ લેણ-દેણ પર ચાર્જથી પરેશાન શાહ પેનલની ભલામણનાં અર્થથી મહત્વપૂર્ણ છે કારણ કે, બેંકોએ હવે રોકડ જમા-ઉપાડ પર પણ ચાર્જ વસૂલવાનું શરુ કરી દીધું છે, જેની કડક શબ્દોમાં આલોચના થઇ રહી છે. ત્યાં સુધી કે, એટીએમથી રોકડ પર પણ બેંકોની નજર ત્રાસી થઇ રહી છે અને લોકોને સીમિત સંખ્યામાં એટીએમથી રોકડ ઉપાડવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. વરિષ્ઠ નાગરિકો માટે સુવિધાઓ સમિતિએ નિયમિતરૂપથી ટેક્સ ચુકવનાર સીનીયર સિટીઝન્સને ક્યારેય સુવિધાઓ આપવાની ભલામણ કરી છે. એસઆઈટીમાં ઉચ્ચ પદસ્થ સુત્રોએ જણાવ્યું છે કે, સમિતિનાં પ્રમુખે ૨૦ લાખ અથવા તેનાથી વધારે આવક પર નિયમિત ટેક્સ આપનાર મેડીકલ ઇન્શ્યોરન્સ, લાઈફ ઇન્શ્યોરન્સ કવર અને પેન્શન જેવી સુવિધાઓ આપવાની ભલામણ કરી છે. આ સુવિધાઓ સિનીયર સિટીઝન્સને આપવી જોઈએ. કારણ કે, ઉંમર વધવાની સાથે તેમની આવક પણ ઓછી થતી જાય છે.

The post …તો શું ખત્મ થઇ જશે Card Transactions પર લાગતો સર્વિસ ચાર્જ? appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

…તો શું ખત્મ થઇ જશે Card Transactions પર લાગતો સર્વિસ ચાર્જ?

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×