Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Ahmedabad શહેરમાં ખાદ્યસામગ્રીમાં વ્યાપક પ્રમાણમાં ભેળસેળ,૨૮ નમુના ફેલ, ૧૧૬ વેપારીઓને નોટીસ

Adultration In Food High In Ahmedabad 28 Sample Fail 116 Unit Got Notice

Ahmedabad મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે વર્ષ હાલમાં જ ખાદ્યપદાર્થના લીધેલાં ૨૬૭ નમુના પૈકી ૨૮ નમુના અપ્રમાણિત જાહેર થયા છે. જયારે ૮૭ નમુનાની તપાસ હજુ બાકી છે. જયારે હેલ્થ વિભાગે માસ દરમ્યાન ૬૭૯ કિલોગ્રામ બિન આરોગ્યપ્રદ પદાર્થનો નાશ કર્યો છે. આ ફેલ થયેલા નમુનામાં મહદઅંશે ખાધપદાર્થ,તેલ અને ડેરી પ્રોડકટ મોખરે છે. જેમાં નવા નરોડાના વિશાલ પ્રોવિઝન સ્ટોરમાંથી લીધેલા કપાસિયા તેલ, સાન્યા ફૂડઝ અસારવાનું ફ્રેશ પનીર,ઉમિયા ડેરી નિકોલનું દહી, આનંદ સ્વીટસ કાલુપુરનો ફરાળી ચેવડો, એમ.એન. ફૂડસ લાંભા ની સેવેયા, જીવરાજ પાર્ક વીરકૃપા ગૃહ ઉધોગની પાલક સેવ ,વિજય રતલામી દાળવડા સેન્ટર ભૂલાભાઈ પાર્કનું કપાસિયા તેલ , ભાવનગરી ફરસાણ હાઉસ, પાલડીની રતલામી સેવ ,શકિત સેન્ડવીચ, મણીનગરની લીલી ચટણી, ઉત્સવ પ્રોવિઝન સ્ટોર,રાણીપના સાબુદાણા,જેન ગૃહ ઉદ્યોગ, સોલાની કેળા વેફર,ગૌરવ સ્ટોર રખિયાલના વટાણા અને ન્યુ સાઉથ ઇન્ડીયન હોટ ચિપ્સ , બોડકદેવની રતલામી સેવ માં હલકી ગુણવતા માલુમ પડી હતી. આ ઉપરાંત આ એકમો આરોગ્ય કાયદાને ધ્યાનમાં રાખ્યા વિના ખાદ્ય પદાર્થનું વેચાણ કરતા માલુમ પડ્યા છે. જેમની સામે આરોગ્ય વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના લોકોની આરોગ્યની કાળજીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે આ એકમો પર કાર્યવાહી શરૂ કરી દીધી છે.

The post Ahmedabad શહેરમાં ખાદ્યસામગ્રીમાં વ્યાપક પ્રમાણમાં ભેળસેળ,૨૮ નમુના ફેલ, ૧૧૬ વેપારીઓને નોટીસ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Ahmedabad શહેરમાં ખાદ્યસામગ્રીમાં વ્યાપક પ્રમાણમાં ભેળસેળ,૨૮ નમુના ફેલ, ૧૧૬ વેપારીઓને નોટીસ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×