Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Goa ના મુખ્યમંત્રી તરીકે Manohar Parrikar એ શપથ ગ્રહણ કર્યા, ૧૬ માર્ચ સુધી સાબિત કરવો પડશે બહુમત

રક્ષા મંત્રી Manohar Parrikar એ શપથગ્રહણ કરીને ગોવાના મુખ્યમંત્રી બન્યા છે. તેમની સાથે નવ કેબીનેટ મંત્રીઓએ પણ શપથ લીધા હતા. આજે સુપ્રિમ કોટેમાં ગોવામાં સરકાર રચવાના કોંગેસના દાવા બાદ સુપ્રિમ કોર્ટે ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો છે. જો કે આ વચ્ચે પરિકરના શપથ ગ્રહણ પણ કોર્ટે સ્ટે આપ્યો ન હતો. તેથી મનોહર પરિકરે મુખ્યમંત્રી તરીકે આજે શપથ ગ્રહણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે Goa ના રાજ્યપાલ મૃદુલા સિન્હાએ રવિવારે મોડી રાત્રે રક્ષા મંત્રી મનોહર પરિકરને રાજ્યના મુખ્યમંત્રી નિયુક્ત કરી દીધા હતા. જો કે, રાજ્યપાલના સચિવ રૂપેશ કુમાર ઠાકુરે એક પરિપત્ર જાહેર કરીને રાજ્યપાલે ગોવાના ભાજપ વિધાયક દળના નેતા પર્રીકરને રાજયના મુખ્યમંત્રી નિયુક્ત કર્યા હતા. જો કે ૧૬ માર્ચના રોજ મનોહર પરિકર વિધાનસભા બહુમતી પુરવાર કરશે. મનોહર પર્રીકરે ભાજપના ૧૩, મહારાષ્ટ્ર ગોમંતક પાર્ટીના ત્રણ ધારાસભ્ય , ગોવા ફોરવર્ડ પાર્ટીના ત્રણ ધારાસભ્યો અને બે અપક્ષ ઉમેદવારના સમર્થન સાથેનો પત્ર રાજ્યપાલને સુપરત કર્યો હતો. રાજ્યપાલે પર્રીકરને ૧૫ દિવસની અંદર બહુમત સાબિત કરવા માટે પણ જણાવ્યું હતું. જો કે, આ પૂર્વે મનોહર પર્રીકરે રવિવારે બપોરે રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો કર્યો હતો. આ ઉપરાંત મનોહર પર્રીકરે ગોવાના મુખ્યમંત્રી બનશે તે પૂર્વે કેન્દ્રીય મંત્રીનું પદ છોડી દીધું હતું. તેમના સ્થાને રક્ષા મંત્રાલયનો કારભાર કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીને સોંપવામાં આવ્યો છે.

The post Goa ના મુખ્યમંત્રી તરીકે Manohar Parrikar એ શપથ ગ્રહણ કર્યા, ૧૬ માર્ચ સુધી સાબિત કરવો પડશે બહુમત appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Goa ના મુખ્યમંત્રી તરીકે Manohar Parrikar એ શપથ ગ્રહણ કર્યા, ૧૬ માર્ચ સુધી સાબિત કરવો પડશે બહુમત

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×