
આ રીતે હાઈડ થશે તમારું કોલર આઈડી

ક્યારેક એવું પણ થાય છે કે એવા લોકોને પણ કોલ કરવો પડે છે. જેને તમે નથી ઓળખતા કે પછી તમારો પર્સનલ નંબર તેને આપવા નથી માંગતા. જો તમે એવા કોઈ વ્યક્તિને કોલ કરો છો, તો તમારો મોબાઈલ નંબર તેની પાસે ચાલ્યો જાય છે. ત્યાર બાદ તમારો નંબર લીક થઇ જાય છે અને તમારા પર્સનલ નંબરની સિક્યુરીટી ઓછી થઇ જાય છે. પરંતુ એક એવી ટ્રીક પણ છે જેનાથી તમે કોઈ પણ કોલ કરી શકો છો અને તેના ફોનની સ્ક્રીન પર તમારો નંબર નહી દેખાય.
આ રીતે હાઈડ થશે તમારું કોલર આઈડી

જેને તમે કોલ કરી રહ્યા છો તેનાં ફોનની સ્ક્રીન પર માત્ર Private Number લખેલું આવશે. આ ટ્રીકમાં તમને કોલર આઈડી બ્લોક કરીને પોતાનાં નંબરની પ્રાઈવેટ નંબર બનાવી શકો છો. અમારા દ્વારા બતાવવામાં આવી રહેલ આ ટ્રીકની મદદથી તમારો ૧૦ ડીજીટનો પર્સનલ નંબર પ્રાઈવેટ નંબર કોલિંગના નામથી ડિસ્પ્લે થશે.
આ રીતે હાઈડ થશે તમારું કોલર આઈડી
એન્ડ્રોઈડ ૪.૦ અને તેની પહેલાની ઓએસવાળા યૂઝર્સ માટે ટ્રીક
સૌથી પહેલા મોબાઈલ ફોનની સેટીંગ્સમાં જાઓ અને પછી કોલ->એડીશનલ સેટીંગ્સ->કોલર આઈડી->હાઈડ નંબર ઓપ્શન પર ક્લિક કરો. આવું કરવાથી તમારો નંબર પ્રાઈવેટ નંબરનાં નામથી ડિસ્પ્લે થશે.
આ રીતે હાઈડ થશે તમારું કોલર આઈડી
એન્ડ્રોઈડ ૪.૦ અને ત્યાર બાદની ઓએસવાળા યૂઝર્સ માટે ટ્રીક
- સૌથી પહેલા ફોન એપ ઓન કરો. ત્યાર બાદ ઉપર આપવામાં આવેલા ત્રણ ડોટ્સ પર ક્લિક કરો.
- ત્યાર બાદ કોલ->મોર સેટીંગ્સ->શો માય કોલર આઈડી પર જાઓ અને પોતાનો ઓપ્શન સિલેક્ટ કરો.
આ રીતે હાઈડ થશે તમારું કોલર આઈડી
આઈફોન યૂઝર્સ માટે ટ્રીક
- આઈફોનના સેટીંગ્સ ઓપ્શનમાં જાઓ અને ફોન આઇકન પર ક્લિક કરો. ત્યાં શો માય આઈડી ઓપ્શન પર ટેપ કરો અને બંધ કરી દો. ત્યાર બાદ તમારો નંબર હાઈડ થઇ જશે.
આ રીતે હાઈડ થશે તમારું કોલર આઈડી
વિન્ડોઝ ફોન યૂઝર્સ માટે ટ્રીક
- વિન્ડોઝ ફોન યૂઝર્સ પોતાના સ્માર્ટફોનની સેટીંગ્સમાં જઈને (...) ઓપ્શન પર ક્લિક કરો .
- શો માય કોલ આઈડી ટૂ પર જઈને પોતાના હિસાબે ઓપ્શન સિલેક્ટ કરી લો.
બસ આટલી સરળતાથી જ તમે પોતાનો નંબર હાઈડ કરી શકો છો. તમે પણ એક વખત અજમાવી જુઓ આ સરળ ટ્રીક...
The post આ રીતે કોઈને પણ કરો Call, નહી દેખાય તમારો નંબર appeared first on Vishva Gujarat.