Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

વધારે પડતું દુધ પીવાથી નુકશાન થાય છે

સામાન્ય રીતે એવુ માનવામાં આવે છે કે, દૂધ આરોગ્ય માટે સહાયક છે, પરંતુ તાજેતરમાં હાથ ધરાયેલાં સંસોધન દ્વારા સ્પષ્ટ જાણવા મળ્યું છે કે રોજના ત્રણ ગ્લાસથી વધુ દૂધ પીવાથી વહેલું મૃત્યુ આવે છે. સ્વીડનની ઉપસાલા યુનિવર્સીટીના સંસોધકોની ટુકડીના અગ્રણી પ્રોફેસર કાર્લ માઈકલસને આ સંબંધે આપેલા તારણો બ્રિટિશ મેડીકલ જર્નલમાં પ્રસિધ્ધ થયાં છે. જેમાં દર્શાવવામાં આવ્યું છે કે રોજના ત્રણ ગ્લાસ (આશરે ૬૮૦મીલી)થી વધુ દૂધ પીનારી મહિલાઓમાં રોજનો એક ગ્લાસ (આશરે ૬૦ મીલી) જેટલું દૂધ પીનારી મહિલાઓ કરતાં ફ્રેકચર થવાનો પણ ભય વધુ રહે છે. તેટલું જ નહિં, પરંતુ તેમનું આયુષ્ય પણ પ્રમાણમાં ટુંકુ હોય છે. આ સંસોધન ટુકડીએ ૧૯૮૭ થી ૧૯૯૦ દરમિયાન ૩૯ થી ૭૪ વર્ષની ૬૧૪૩૩ મહિલાઓ અને ૧૯૮૬થી ૧૯૯૭ દરમિયાન વર્ષની વયના ૪૫૩૩૯ પુરુષોની ખોરાક પધ્ધતિનો અભ્યાસ કર્યો હતો. જેમાં કુલ ૯૬ પ્રકારના ખાધ પદાર્થોને આવરી લેવામાં આવ્યા હતા. તેમાં દૂધ ઓગર્ટ (મઠો) અને ચીઝનો સમાવેશ થતો હતો. અને મહિલાઓની ૨૦ વર્ષની જીવન પધ્ધતિ અને ખાન પાન વિશે ધ્યાન પણ કેન્દ્રીત કરાયુ છે. તેમાં જાણવા મળ્યું છે કે વધુ પડતુ દૂધ પીવાથી હાડકાં મજબૂત થતાં નથી, ઉલ્ટાનું ફ્રેકચરનું જોખમ વધે છે. ૧૧ વર્ષ કરેલા નિરીક્ષણ ઉપરથી આ સંસોધકોને જાણવા મળ્યું છે કે, જ્યારે વધુ પડતું દૂધ પીનારા પુરૂષો પૈકી ૧૦૧૧૨ વહેલા મૃત્યુ પામ્યા છે, જ્યારે ૫૦૬૬ને અસ્થિભંગ (ફ્રેકચર) થયાં હતાં. આ માટેનું મહત્વનું કારણ શોધી કાઢતાં આ સંશોધકો જણાવે છે કે દૂધમાં લેકટોઝ અને ગેલેક્ટોઝનું પ્રમાણ વધુ હોવાથી આમ બને છે. આ સાથે હ્દય રોગ પણ થવાનો સંભવ રહે છે. જ્યારે ચીઝ અને ઓગર્ટમાં લેકટોઝ અને ગેલેકટોઝનનું પ્રમાણ ઓછું હોવાથી બંને આરોગ્ય માટે વધુ સહાયક છે.

The post વધારે પડતું દુધ પીવાથી નુકશાન થાય છે appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

વધારે પડતું દુધ પીવાથી નુકશાન થાય છે

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×