Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Movie Review: Badrinath Ki Dulhania કોમેડી એંગલથી બેસ્ટ ફિલ્મ, સ્ટોરીમાં દમ નહીં

ડિરેક્ટર શશાંક ખેતાનની એન્ટરટેનિંગ વેડિંગ ડ્રામા ફિલ્મ 'Badrinath Ki Dulhania' આજે સિનેમાઘરોમાં રીલીઝ થઇ ગઈ છે. ફિલ્મને કરણ જોહરે પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ 'હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા' ની સિકવલ ફિલ્મ છે. તો આવો જાણીએ ફિલ્મના રિવ્યુ વિશે... ફિલ્મની સ્ટોરી બદ્રીનાથ એટલે કે, વરુણ ધવનની છે. જે ઝાંસીમાં ફેમિલીની સાથે રહે છે. બદ્રીનાથના મોટા ભાઈના મેરેજ જબરદસ્તીથી કરાવવામાં આવે છે પરંતુ બદ્રી તેને ગમે એવી યુવતી જોડે મેરેજ કરવા માંગે છે. તે દરમિયાન બદ્રી તેના ફ્રેન્ડના મેરેજમાં સામેલ થવા માટે કોટા જાય છે. જ્યા તેની મુલાકાત વૈદેહી એટલે કે, આલિયા ભટ્ટ સાથે થાય છે. બદ્રી વૈદેહી સાથે મેરેજ કરવા માંગે છે પરંતુ વૈદેહી બદ્રી સાથે મેરેજ કરવા માંગતી નથી. કારણકે તેના અમુક ગોલ હોય છે. તે દરમિયાન જ્યારે વૈદેહીની મોટી બહેનના મેરેજ થાય છે તો તે સેક્રીફાઈઝ કરવા માટે તૈયાર થઇ જાય છે. પરંતુ મેરેજના દિવસે તે ઘરમાંથી ભાગી જાય છે. શું બદ્રીને તેની દુલ્હનિયા મળી શકશે? તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે. શશાંક ખેતાનનું ડિરેકશન સારું છે. ફિલ્મની સ્ટોરી પણ અલગ છે. સ્ટોરી અને તેના ફલોને થોડું હજુ વધારે રોચક બનાવી શકાત. જો એક્ટિંગની વાત કરીએ તો વરુણ ધવન અને આલિયા ભટ્ટની એક્ટિંગ સારી છે. ફિલ્મના અન્ય કિરદારોએ પણ સારી એક્ટિંગ કરી છે. ફિલ્મનું ટાઈટલ સોંગ અને 'તમ્મા તમ્મા' પહેલાથી લોકોમાં હોટ ફેવરેટ છે. ફિલ્મના અન્ય સોંગ પણ સારા છે. ફિલ્મ જોવી કે નહિ? ફિલ્મની સ્ટોરીમાં કંઈ નવું નથી પરંતુ ફિલ્મ લોકોને એન્ટરટેન કરે છે. જો તમે આલિયા અને વરુણ ધવનના ફેન છો તો આ ફિલ્મ તમને જરૂર ગમશે.

The post Movie Review: Badrinath Ki Dulhania કોમેડી એંગલથી બેસ્ટ ફિલ્મ, સ્ટોરીમાં દમ નહીં appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Movie Review: Badrinath Ki Dulhania કોમેડી એંગલથી બેસ્ટ ફિલ્મ, સ્ટોરીમાં દમ નહીં

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×