Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

UP Election : ૪૦ વિધાનસભા સીટો પર આવતીકાલે થશે મતદાન, કડક સુરક્ષા વ્યવસ્થા

ઉત્તર પ્રદેશ : UP Election ને લઈને દરેક પાર્ટીઓ જોરશોરમાં છે, ત્યારે યુપીની ગાદી કોના નસીબમાં હશે? આ સવાલ યુપીની જનતાના મનમાં છે. ત્યારે UP Election ના સાતમાં અને અંતિમ તબક્કાની ૪૦ સીટો પર આવતીકાલે મતદાન થશે. સવારે ૭ વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરુ થશે. મતદાન માટે કડક સુરક્ષાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અંતિમ તબક્કાની ચુંટણીમાં પણ ઘણા દિગ્ગજ રાજનેતાઓની પ્રતિષ્ઠા દાવ પર લગાવી દીધી છે. આ ચૂંટણી જીતવા માટે દરેક રાજકીય પાર્ટીએ એડી ચોટીનું જોર લગાવ્યું છે. નોંધનીય છે કે, સાતમાં તબક્કામાં સાત જિલ્લાઓની 40 બેઠકો પર ચૂંટણી યોજાશે. જેમાં ભદોહી જિલ્લાની 3 બેઠકો, ચંદોલી જિલ્લાની 4 બેઠકો, ગાજીપુર જિલ્લાની 7 બેઠકો, જૌનપુર જિલ્લાની 9 બેઠકો, મીરજાપુર જિલ્લાની 5 બેઠક, સોનભદ્ર જિલ્લાની 4 અને વારાણસી જિલ્લાની 8 બેઠકો માટે મતદાન યોજાશે. જો કે, અંતિમ તબક્કામાં ૧.૪૧ કરોડ મતદારો છે જેમાં ૬૪.૭૬ લાખ મહિલાઓ છે. કુલ ૧૪,૪પ૮ મતદાન કેન્દ્રો બનાવાયા છે. કુલ પ૩પ ઉમેદવારો મેદાનમાં છે. સૌથી વધુ ર૪ ઉમેદવારો વારાણસી કેન્ટ બેઠકમાં છે અને જયારે સૌથી ઓછા કેરાકટમાં છે.  તમને જણાવી દઈએ કે, આ ચુંટણીમાં કુલ ૮૭ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવાર ઉતાર્યા છે, જેમાં ૬ રાષ્ટ્રીય પક્ષો, ૪ સ્થાનિક પક્ષો અને ૭૭ બિન માન્યતા પ્રાપ્ત પક્ષોના ઉમેદવારો ઉપરાંત ૧૩૬ અપક્ષ ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. જો કે, ભાજપે ૩૧ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે, જ્યારે રાષ્ટ્રીય લોકતંત્ર પાર્ટીએ ૨૧ બેઠકો પર, બસપાએ ૪૦ બેઠકો પર, તો સપાએ ૩૧ બેઠકો પર ચુંટણી લડવાનો નિર્ણય કર્યો છે. તો કોંગ્રેસે ૯ બેઠક પર ઉમેદવાર ઉભા રાખ્યા છે, તો સીપીઆઈએ ૧૪ બેઠક પર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા છે. આ સાતમાં તબક્કાની ચૂંટણીમાં 22 ટકા દાગી ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી 18 ટકા ઉમેદવારો પર હત્યા, હત્યાના પ્રયાસો, મહિલા ઉત્પીડનના ગંભીર ગુનાઓ નોધાયેલા છે, જયારે 25 ટકા Candidate કરોડપતિ છે. ભાજપના નવ ઉમેદવાર ઉપર નોધાયેલા અપરાધ ગંભીર પ્રકારના છે. સપાના ૩૧ ઉમેદવારો પૈકીના 19 ઉમેદવારો સામે ગુનાહિત ફરિયાદો નોધાયેલા છે, તેમાંથી ગંભીર અપરાધોવાળા 15 ઉમદેવાર છે. બહુજન સમાજ પાર્ટીના 40 માંથી 17 ઉમેદવારોની સામે ગુના નોધાયેલા છે. રાષ્ટ્રીય લોકદળના 21 માંથી ત્રણ અને સીપીઆઈના 14 ઉમેદવારમાંથી એક ઉમેદવારની સામે ગંભીર પ્રકારના ગુના નોધાયેલા છે. જો કે, હવે યુપીની ગાદી કોના નસીબમાં હશે? આ સવાલ યુપીની જનતાના મનમાં છે. ૧૧ માર્ચે મત ગણતરી થશે ત્યારબાદ સ્પષ્ટ થઇ જશે કે યુપીમાં કોની સરકાર બનશે. યુપીની ૪૦૩ સીટો પર સાત તબક્કામાં વોટીંગ.... પ્રથમ તબક્કામાં ૭૩ સીટો માટે ૧૧ ફેબ્રુઆરીએ મતદાન બીજા તબક્કામાં ૬૭ સીટો માટે ૧૫ ફેબ્રુઆરીએ મતદાન ત્રીજા તબક્કામાં ૬૯ સીટો માટે ૧૯ ફેબ્રુઆરીએ મતદાન ચોથા તબક્કામાં ૫૩ સીટો માટે ૨૩ ફેબ્રુઆરીએ મતદાન પાંચમા તબક્કામાં ૫૨ સીટો માટે ૨૭ ફેબ્રુઆરીએ મતદાન છઠ્ઠા તબક્કામાં ૪૯ સીટો માટે ૪ માર્ચે મતદાન સાતમાં તબક્કામાં ૪૦ સીટો માટે ૮ માર્ચે મતદાન

The post UP Election : ૪૦ વિધાનસભા સીટો પર આવતીકાલે થશે મતદાન, કડક સુરક્ષા વ્યવસ્થા appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

UP Election : ૪૦ વિધાનસભા સીટો પર આવતીકાલે થશે મતદાન, કડક સુરક્ષા વ્યવસ્થા

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×