Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

UP Election: ૧૨ જિલ્લાની ૬૯ બેઠકો પર થયું 65.16 ટકા મતદાન

UP Election - 2017: 12 District's 69 Assembly seats in Third Phase Of Voting 65.16 percent

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી (UP Election) ના ત્રીજા તબક્કામાં આજે રવિવારે પાટનગર લખનૌ સહિત રાજ્યના ૧૨ જિલ્લાની ૬૯ બેઠકો પર સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 65.16 ટકા મતદાન થયું હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. જયારે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ઔરેયામાં 53 ટકા, બારાબંકીમાં 54.83 ટકા, ઇટાવામાં 51.63 ટકા, ફરુખાબાદમાં 49 ટકા, હરદોઈમાં 51.33 ટકા, કન્નોજમાં 51 ટકા, કાનપુર નગરમાં 47.61 ટકા, કાનપુર ગ્રામ્યમાં 50.75 ટકા મતદાન થયાના પ્રાથમિક અહેવાલો મળ્યા હતા. જયારે લખનૌમાં 49.67 ટકા, મૈનપુરીમાં 51.03 ટકા, સીતાપુરમાં પણ 55.86 ટકા અને ઉન્નાવમાં 49.97 ટકા મતદાન થયું હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા. આ દરમિયાન મુલાયમસિંહ યાદવ પરિવારે સૈફઈ પહોંચીને પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો. મતદાન કર્યા પછી પત્રકારોની સાથે વાત કરતા મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું કે મેં સપાને મત આપ્યો છે, અને જે રીતે મતદાન થઇ રહ્યું છે તેનાથી સ્પષ્ટ છે કે અમને બહુમત મળશે. બીજી તરફ શિવપાલ યાદવના વિધાનસભા મતક્ષેત્ર જસવંતનગરમાં મતદાન કેન્દ્ર પર પથ્થરમારો થયાની ઘટનાના સમાચાર હતા. મતદાન દરમિયાન કેટલાય દિગ્ગજો અને તેમના પરિવારજનો પણ મત આપવા ગયા હતા. બસપાના પ્રમુખ માયાવતી પણ પોતાના મતાધિકારનો પ્રયોગ કરવા ગયાહતા. સિટી મોન્ટેસરી સ્કૂલમાં મત આપ્યા બાદ મીડિયાની સાથે વાત કરતા કહ્યું હતું કે હું મતદારોને અપીલ કરું છું કે લોકો પોતાના મતનો ઉપયોગ કરે. અગાઉના બે તબક્કાની જેમ આ તબક્કામાં પણ અમને જ મત મળશે અને બસપાની સરકાર બનશે. કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથસિંહે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન કર્યા પછી મીડિયાની સાથે વાત કરતા કહ્યું કે ભાજપ રાજ્યમાં બહુમત પ્રાપ્ત કરી રહી છે. મુલાયમસિંહ યાદવે નાની બહુ અપર્ણાની સાથે ઇટાવામાં મતદાન કર્યું હતું. જયારે અખિલેશ યાદવે ભાઈઓ સાથે સૈફઈમાં મતદાન કર્યું હતું. તો યાદવ પરિવારની મોટી બહુ ડિમ્પલ યાદવે પણ મતદાન કર્યું હતું. મત આપ્યા પછી મુલાયમસિંહ યાદવે કહ્યું કે સપા પોતાના દમ પર પૂર્ણ બહુમતીવાળી સરકાર બનાવશે. શિવપાલ સૌથી વધુ મતોથી જીતશે. અખિલેશ મુખ્યમંત્રી બનશે. તેમની મોટી બહુ ડિમ્પલ યાદવે પણ આ જ વાતને દોહરાવી હતી કે સપાની સરકાર બનશે. અખિલેશે કહ્યું એક ત્રણેય તબક્કામાં સપાને બઢત છે અને કોંગ્રેસની સાથે સરકાર બનાવશે. મુલાયમસિંહના ભાઈ અભય યાદવે પણ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો અને કહ્યું હતું એક પરિવારમાં બધું ઠીક છે અને અમારી સરકાર ફરીથી બની રહી છે. જયારે રામગોપાલ યાદવે કહ્યું કે જ્યાં સુધી મતદાનનો સવાલ છે કે તો પરિવારમાં કોઈ કલહ નથી. અમે 300થી વધુ બેઠકો જીતી રહ્યા છીએ. અખિલેશ યાદવને લઈને તેમણે કહ્યું કે તેઓ પીએમ મટિરિયલ છે. હરદોઈમાં બુથ નંબર ૧૯૮ પર મતદાન કરવા ગયેલા સપા નેતા નીતિન અગ્રવાલને ઇવીએમમાં ખરાબીને કારણે ઘણી વાર સુધી ઇન્તજાર કરવો પડ્યો હતો. નીતિન યૂપી સરકાના મંત્રી છે અને બસપાના ધરમવીર સિંહની ઉપરાંત ભાજપના રાજા બક્સ સિંહની સામે મેદાનમાં છે. લખનૌ કેંટથી ચૂંટણી લડી રહેલા ભાજપના નેતા રીતા બહુગુણા જોશીએ મત આપ્યા પછી કહ્યું કે મુલાયમની અપર્ણાની માટે ભાવુક અપીલ દર્શાવે છે કે તે હારી રહી છે. આ ત્રીજા તબક્કાના મતદાનમાં રાજ્યના 2.41 કરોડ મતદાતા પોતાના મતાધિકાર દ્વારા 826 ઉમેદવારોના ભાગ્યનો ફૈસલો મત પેટીમાં બંધ કરી દીધો છે.

The post UP Election: ૧૨ જિલ્લાની ૬૯ બેઠકો પર થયું 65.16 ટકા મતદાન appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

UP Election: ૧૨ જિલ્લાની ૬૯ બેઠકો પર થયું 65.16 ટકા મતદાન

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×