Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Cash માં રૂ. બે લાખથી વધુના ઘરેણાંની ખરીદી પર લાગશે ટેક્સ

More than Two Million in Cash on The Purchase of Jewelry Will Tax

પહેલી એપ્રિલથી તમારે બે લાખ રૂપિયાથી વધારેની જ્વેલરી Cash માં ખરીદી કરવા ઉપર એક ટકા ટેક્સ આપવો પડશે. પ્રવર્તમાન ધોરણ મુજબ સ્રોત એકત્રિત રોકડ ખરીદી માટે એટલે કે ટીસીએસની મર્યાદા પાંચ લાખ પર ટેક્સ છે. ફાઈનાન્સ બિલ ૨૦૧૭ પસાર થયા પછી ઘરેણાં (જવેલરી) પણ સામાન્ય વસ્તુઓની કેટેગરીમાં આવી જશે. સામાન્ય વસ્તુઓ પર બે લાખથી વધુની રોકડે(Cash)થી ખરીદી કરવા પર એક ટકા ટીસીએસ આપવો પડે છે. ગત બજેટમાં આ ટેક્સ લગાવવામાં આવ્યો હતો. ફાઈનાન્સ બિલ ૨૦૧૭માં ટીસીએસની માટે કેશમાં ઘરેણાંની પાંચ લાખથી વધુની ખરીદીની મર્યાદાને ખતમ કરવાનો પ્રસ્તાવ છે. આ જ કારણ છે કે વર્ષ ૨૦૧૭-૧૮ના બજેટમાં ત્રણ લાખથી વધારેની રોકડેથી ખરીદીના સોદા પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેનું ઉલ્લંઘન કરીને રોકડેથી ખરીદી કરનાર વ્યક્તિ ઉપર તેટલી જ રકમનો દંડ લગાડવાની જોગવાઈ કરાઈ છે. જો તમે પાંચ લાખ રૂપિયાની જવેલરી રોકડે (કેશ)થી ખરીદી કરશો તો જવેલર્સને મર્યાદાથી વધુની બે લાખ રૂપિયાની રકમની જેટલી પેનલ્ટી ચૂકવવી પડશે. જો કે જ્વેલરી ખરીદી માટે કોઈ ખાસ પ્રાવધાન નથી, આવામાં હવે તેને સામાન્ય વસ્તુઓની સાથે જોડી દેવામાં આવી છે. એક અધિકારીના જણાવ્યા મુજબ, 'આવક વેરા કાયદામાં બે લાખથી વધુની વસ્તુઓ અને સેવાઓની ખરીદી પર એક ટકાનો ટીસીએસ લગાવવાની જોગવાઈ છે. વસ્તુઓની વ્યાખ્યામાં આભૂષણ પણ આવે છે. આવામાં રોકડેથી બે લાખથી વધુની રકમના ઘરેણાની ખરીદી પર એક ટકા ટીસીએસ લાગશે. મોટી રકમની લેણદેણ દ્વારા કાળા નાણાને સફેદ કરવાની પદ્ધતિને રોકવા માટે બજેટ પ્રસ્તાવની પછી પાંચ લાખની મર્યાદાને ખતમ કરવાની મંજૂરી મળી ગઈ છે.

The post Cash માં રૂ. બે લાખથી વધુના ઘરેણાંની ખરીદી પર લાગશે ટેક્સ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Cash માં રૂ. બે લાખથી વધુના ઘરેણાંની ખરીદી પર લાગશે ટેક્સ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×