Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

અમેરિકામાં મુસ્લિમ બેન પર Donald Trump એ સાચવી રાખ્યું છે, ટ્રમ્પ કાર્ડ

Donald Trump

અમેરિકામાં અદાલતોએ ભલે Donald Trump ને તેમના વિવાદિત મુસ્લિમ બેનના અમલ માટે રોકી દીધા છે.પરંતુ તેમને વિશ્વાસ છે કે અંતમાં તેમનો વિજય થશે. તેમણે કહ્યું છે કે મને પૂર્ણ વિશ્વાસ છે કે વહીવટીતંત્રને અદાલતી લડાઈમાં જીત મળશે. ડોનાલ્ડ ટ્રમ્પએ રાષ્ટ્રીય સુરક્ષા માટે વધારાના પગલાં લેવાનો સંકલ્પ ફરી દોહરાયો હતો. ડોનાલ્ડ ટ્રમ્પએ જાપાનના પ્રધાનમંત્રી શિંજો સાથેથી સંયુક્ત પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે અમે અમારા દેશની સુરક્ષા માટે વધારાના પગલા ખુબ જ ઝડપથી ઉઠાવીશું .જેની જાણકારી તમને આગામી સપ્તાહે મળશે. આ ઉપરાંત અમે અદાલતી પ્રક્રિયાથી પસાર થઈ રહ્યા છે. તેમાં જીત અમારી જ થશે. ઉલ્લેખનીય છે કે અમેરિકાની એક ફેડરેલ અદાલતે ટ્રમ્પના સાત મુસ્લિમ દેશોના નાગરિકોની પ્રવેશબંધીના નિર્ણય પર રોક લગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે સીલીકોન વેલીની માઈક્રોસોફ્ટ, એપલ અને ગુગલ સહિતની ૯૭ કંપનીઓએ અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump વિરુદ્ધ વિવાદિત પ્રતિબંધ આદેશ આપ્યા બાદ મોરચો ખોલ્યો છે. જેમાં આ ૯૭ કંપનીઓએ આ આદેશને અદાલતમાં પડકાર્યો છે.આ અંગે દાખલ થયેલી અરજી મુજબ અમેરિકામાં પ્રવેશ માટેના નિયમમાં કરવામાં આવેલા અચાનક બદલાવના લીધે અમેરિકી કંપનીઓને નુકશાન પહોંચ્યું છે. આ દસ્તાવેજનું સમર્થન ટ્વીટર, નેટફ્લીક્સ અને ઉબરે પણ કર્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્રના ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે ઈરાક, સીરીયા, ઈરાન,લીબિયા, સોમાલિયા, સુદાન અને યમન થી કોઈપણ વ્યક્તિ ૯૦ દિવસ સુધી અમેરિકામાં પ્રવેશ નહીં કરી શકે. આ ટ્રાવેલ બેનને અમેર્રિકાની એક અદાલતે શનિવારે સસ્પેન્ડ કરી દીધો છે. જો કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને આ ચુકાદાને પડકાર્યો છે. ફેસબુક, ઈ -બે, ટ્વીટર, નેટફ્લીક્સ, ઉબર, ઇન્ટેલ સિવાય લેવી સ્ટ્રોસ જેવી નોન -ટેક કંપનીઓ પર આ કેસ કરવામાં સામેલ છે. થીંક ટેંક જોઈન્ટ વેન્ચરના જણાવ્યા અનુસાર સીલીકોન વેલીમાં હાજર વર્કફોર્સમાંથી ૩૭ ટકા વિદેશી છે. જો આ ઈમિગ્રેશનની અસર મેનપાવર પડે તો કંપનીની પ્રોડક્ટીવીટી પર સીધી અસર થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાની નીચલી અદાલતે ટ્રમ્પના કાર્યકારી આદેશ પર રોક લગાવી દીધી છે. પરંતુ આ ચુકાદાને ટ્રમ્પ વહીવટીતંત્રએ પડકાર્યા બાદ આ અન્ય કંપનીઓ આ કેસમાં જોડાઈ છે.

The post અમેરિકામાં મુસ્લિમ બેન પર Donald Trump એ સાચવી રાખ્યું છે, ટ્રમ્પ કાર્ડ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

અમેરિકામાં મુસ્લિમ બેન પર Donald Trump એ સાચવી રાખ્યું છે, ટ્રમ્પ કાર્ડ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×