Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

મેડિકલમાં પ્રવેશ માટે હવે ફક્ત NEET આપવાની રહેશે

Only NEET Exam For Entrance Into Medical College

પેરામેડિકલ માટે માત્ર બોર્ડની પરીક્ષાના આધારે પ્રવેશ મળશે ગુજરાતમાં ધોરણ ૧૨ સાયન્સ પછી મેડિકલ પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ હવે ફક્ત Neet ની જ પરીક્ષા આપવાની રહેશે. તેમજ તેવી જાહેરાત રાજ્યના આરોગ્ય પ્રધાન શંકર ચૌધરીએ આજે ગાંધીનગર ખાતે કરી હતી. આ જાહેરાત પરથી હવે સ્પષ્ટ થયું છે કે ગુજરાતમાંથી GUJCET ની પરીક્ષા નીકળી જશે. રાજ્ય આરોગ્ય પ્રધાન શંકર ચૌધરીએ આજે ગાંધીનગર ખાતે એક મહત્વની જાહેરાત કરી હતી. તેમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં અભ્યાસ કરતા ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારે એક ખૂબ મહત્વનો નિર્ણય લીધો છે. જેના અંતર્ગત ધોરણ ૧૨ સાયન્સ પછી મેડિકલમાં જવા માંગતા વિદ્યાર્થીઓએ મેડિકલમાં પ્રવેશ માટે હવે ફક્ત NEET ની જ પરીક્ષા આપવાની રહેશે. જયારે પેરા મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે હવે ફક્ત બોર્ડની એક્ઝામના આધારે જ પ્રવેશ આપવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે અત્યાર સુધી GUJCET સહિત જુદી જુદી ત્રણ પ્રવેશ પરીક્ષાઓ આપવી પડતી હતી. પરંતુ રાજ્ય સરકારના આ નિર્ણયથી હવે મેડિકલના અભ્યાસક્રમો પ્રવેશ મેળવવા માટે GUJCETની પરીક્ષા આપવાની નહીં રહે. જેના કારણે રાજ્યના ધોરણ ૧૨ સાયન્સ પછી મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે હવેથી વિદ્યાર્થીઓએ માત્ર એક જ પરીક્ષા આપવાની રહેશે. જયારે પેરા મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓએ કોઈ પણ પરીક્ષા આપવાની નહિ રહે. રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી શંકર ચૌધરીની આ જાહેરાત પરથી સ્પષ્ટ થાય છે કે હવે રાજ્યના ગુજરાત એજ્યુકેશન બોર્ડ દ્વારા લેવાતી GUJCETની પરીક્ષા નામશેષ થઇ જશે.

The post મેડિકલમાં પ્રવેશ માટે હવે ફક્ત NEET આપવાની રહેશે appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

મેડિકલમાં પ્રવેશ માટે હવે ફક્ત NEET આપવાની રહેશે

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×